ચોમાસામાં તેમજ ભેજવાળા વાતાવરણમાં દિવાસળીની પેટીને રૂના ડબ્બામાં રાખવાથી તે હવાઈ જતી નથી.
નંગવાળી બંગડીઓ કે સોનાના ઢોળવાળી બંગડીઓ પહેરતી વખતે હાથ પર એક પોલીથીનની કોથળી પહેરી લેવી. ત્યાર બાદ બંગડીઓ પહેરવાથી સરળતાથી પહેરી શકાય છે. નવા ચામડાના બૂટ કે ચંપલ ડંખે નહિ તે માટે પહેરતાં પહેલાં તેની અંદરની બાજુ-હૂંફાળું દિવેલ લગાડી દેવું જેથી તે ડંખશે નહિ. આંખોમાં રોજ રાત્રે સૂતાં સમયે કોથમીરના રસનાં બેથી ત્રણ ટીપાં આંજવાથી આંખોનું તેજ વધશે, કદી નંબર નહિ આવે.
ભાતને છૂટાં અને સફેદ બનાવવા માટે ભાત ચડતો હોય ત્યારે એમાં અર્ધી ચમચી ખાંડ અને એટલું જ ઘી અને એટલો જ લીંબુનો રસ નાંખવાથી એ એકદમ છૂટો, સફેદ અને સ્વાદિષ્ટ બને છે. કાચી કેરીની કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. પપૈયાનું ક્ષીર (દૂધ) ખીલ પર ઘસવાથી ખીલ મટે છે. જાયફળને દૂધમાં લસોટી મુખ પર લગાવવાથી ખીલ મટે છે અને ચહેરાની ક્રાંતિ ખીલે છે. દ્રાક્ષ આધાશીશીનું અતિ અમૂલ્ય અકસીર ઔષધ ગણાય છે. દ્રાક્ષનો રસ પાવાથી અસ્થમામાં ખૂબ જ રાહત રહે છે.
પાકાં તડબૂચનું શરબત પીવાથી લૂ લાગતી નથી. હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ માટે સફરજન અમૂલ્ય ઔષધ ગણાય છે. એ રોજ સફરજનનું સેવન કરે તો લાભદાયી નીવડે છે. આમળાંની ઋતુમાં આમળાંનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. દાંત મજબૂત બને છે અને આંખોના નંબર ઘટે છે. જામફળ અનેક ગુણો ધરાવે છે. કબજીયાત, અપચો, રક્તના દર્દો, લોહીનું ઊંચું દબાણ અને સગર્ભાની ઉલટીમાં એ ખૂબ જ રાહત આપે છે. જાંબુડાનું સતત સેવન કરવાથી પથરીના રોગીની પથરી ગળી જાય છે. કમળાના દર્દીને શેરડીનો રસ, દાળિયાં અને વિકળાંના પાન લેવાથી રાહત રહે છે.
ભેજવાળા વાતાવરણમાં દિવાસળીની સળી હવાઈ જતી હોય તો આટલું કરો | ભાતને છુટા અને સફેદ બનાવવા માટે | નવા ચામડાના બૂટ કે ચંપલ ડંખે નહિ તે માટે | ઉનાળામાં લુથી બચવા શું કરવું જોઈએ | નંગ વાડી બંગડી પહેરતી વખતે હાથમાં લાગવાની