ઘરનું કામ સરળ બનાવવા માટે આપનાવો આ ઘરગથ્થું ૧૨ ટીપ્સ

0

પૂરીને કરકરી બનાવવા લોટમાં બેથી ચાર ચમચા રવો ભેળવવો આમ કરવાથી પૂરી એકદમ કરકરી બને છે. તેમજ પકોડાને કરકરા તથા ફુલેલા પોચા, નરમ બનાવવા લોટમાં ચપટી ફ્રુટ સોલ્ટ ભેળવવો. આમ પકોડા કરકરા બને છે આ બધી વધુ કરકરી હોય તો ખાવામાં બમણી મજા આવે છે.

કાચની બગડી પહેરતી વખતે જો તમે બીક લગતી હોય તો કાચની બંગડીઓ પહેરતા હાથે ઘસરકાથી રક્ષણ પામવા હાથ ઉપર પાતળું પ્લાસ્ટિક વીંટાળી બંગડી પહેરવી. આમ કાચની બંગડી જો તૂટી જાય તો તમારા હાથમાં કઈ નુકશાન નહિ થાય

ઉપયોગમાં લેવાના હોય તેના કરતાં વધુ પ્રમાણમાં બટાકાની છાલ ઉતારી દીધી હોય તો હવે આ બટાકાનું શું કરવું ? છાલ ઉતારેલા બટાટા કાળા થઇ જતા હોય છે આમ બટાકાને સાચવી રખવા માટે વધેલા બટાકાને વિનેગારના થોડા ટીપાં ભેળવેલ પાણીમાં મૂકી રેફ્રિજરેટરમાં રાખી દેવા, ત્રણ – ચાર દિવસ સુધી બગડશે નહીં.

કાચના ગ્લાસ એકબીજામાં ભરાઈ ગયા હોય તો તેને છુટા પાડવા ઝાઝી મહેનત ન કરશો નહીં, એક રાત્રિ માટે તેને રેફ્રિજરેટરમાં મૂકી દો. સવારે બહાર કાઢી છુટા પાડો તરત પડી જશે.

પગને સુવાંળા, મુલાયમ કરવા હુંફાળા પાણીમાં એક ચમચી શેમ્પુ તથા બેકિંગ પાવડર ભેળવવો. આ શેમ્પુ વારા પાણીમાં પંદર-વીસ મિનિટ સુધી પગ બોલીને રાખવાથી તમારા પગ મુલાયમ અને સુવાળા બને છે.

ચાંદીના વાસણને ચકચકિત કરવા સૂકી રાખ અથવા મીઠાથી ઘસી સાદા પાણીથી ધોઈ નાખવા.

દૂધ રાતના રેફ્રિજરેટરમાં મૂકવાનું ભૂલી જવાયું હોય તો બગડી જશે એ વિચારી મૂંઝાશો નહીં. બીજે દિવસે ગરમ કરતા પૂર્વે તેમાં થોડો સોડાબાઈકાર્બ બરાબર ભેળવવો ને પછી ગરમ કરવું.

દાળ – બનાવતી વખતે હોટલ જેવા ભાત છુટા બનાવવા માટે ઉકળતા ચોખામાં એક લીંબુનો રસ નીચોળવાથી ચોખાનો એક એક દાણો છુટો થશે. ખાવાની ખુબ મજા આવશે.

દરેક મહિલાને કામમાં આવે તેવી સૌંદર્ય ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

લસણની દુર્ગંધ હાથમાંથી દુર કરવા આદુનો ટુકડો આંગળીએ ઘસવો. બોલપેનની શ્યાહીના ડાઘા દૂર કરવા ડાઘા પર ટુથપેસ્ટ ઘસો સૂકાઈ જાય બાદ સાબુથી ઘસી ધોઈ નાખો. આમ કપડામાંથી શાહીના ડાઘ દુર થઈ જશે

આપણે વટાણાનું શાક બનાવીએ છીએ ત્યારે શાકનો કલર લીલો નથી રહેતો જો વટાણાનો લીલોછમ રંગ જળવાઈ રહે તે માટે વટાણા રાંધતી વખતે તેમાં ત્રણ-ચાર ટીપાં વિનેગારમાં ભેળવી દેવા.

જો તમારા ટોઇલેટમાં દુર્ગંધ આવતી ઓય તો આ દુર્ગંધથી બચવા માટે સંડાસની પાણીની ટાંકીમાં વધેલા સુગંધિત સાબુનો ટુકડો રાખી દો. જેટલી વાર ફ્લશ કરશો તેટલી વખત બાથરૂમમાં સાબુની સુગંધ છવાઈ જશે.

શિયાળમાં માથામાં ખોળો થવાની સમસ્યા દરેકને રહેતી હોય છે ગમે એટલું વાળનું ધ્યાન રાખવા છતાં જો માથામાં ખોડાની સમસ્યા રહેતી હોય તો ખોડાથી છુટકારો પામવા વાળના  મૂળમાં કાંદાનો રસ લગાડવો. ડુંગળીન રસ તમારા માથામાં ખોળો પણ નહિ થવા દે અને વાળ ખરતા પણ અટકાવશે.

તમારા રસોડામાં ઉપયોગી તમે રસોઈને સરળ બનાવવા માટેની આ ટીપ્સ પણ વાંચો

ઉપયોગમાં આવે તેવી ૧૨+ કિચન ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

દરેક મહિલાને કામમાં આવે તેવી ૧૬+ કિચન ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

ઉપયોગમાં આવે તેવી 18+ ઘરગથ્થુ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

બારેમાસ ઉપયોગમાં આવે તેવી કિચન ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here