મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
-
ડ્રાય રહેતી ત્વચાને દુર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆત થતાં જ સ્કીનમાં ડ્રાયનેસ આવવા લાગે છે. જો તમારે સ્કીનને ચમકતી જ રાખવી હોય તો તેના કેટલાક ઘરેલુ નુસખા છે. તે તમારી સ્ક્રીનને ડ્રાય થતી અટકાવશે. માર્કેટમાં મળતાં ક્રીમ કે લોશનથી તો તમારી સ્કીનની ડ્રાયનેસ દૂર કરી જ શકાય, પણ લોશન કે ક્રિમ વધુ પ્રમાણમાં લગાવવાથી ત્વચા ચીપચીપી રહે છે.…
-
દાબેલીમાં વપરાતી મસાલા સીંગ બનાવવાની રીત
મસાલા સીંગ ( Masala Sing ) બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો તમારી મનગમતી રેસીપી મેળવવા કમેન્ટ કરો અને અવનવી રેસીપી મેળવવા અમારું facebook પેઝ like અને share કરો મસાલા સિંગ બનાવવા જરૂરી સામગ્રી : ૨ કપ.. શેકેલી સીંગ ૨ ટે સ્પૂન. તેલ, ૧ ચમચી.. લાલ મરચું ૨-૩ ટે સ્પૂન.. ધાણા જીરૂ…
-
વીંધાવેલ કાનનું છેદ મોટું થઇ ગયું હોય તો સરળ ઉપાયથી છેદ કરો નાનું
એમાં કોઈ શંકા નથી કે આજ કાલ છોકરીઓ કાનના ઝુમ્મર પહેરવાને બદલે મોટી સાઈઝના અને લટકણીયા વાળા ઇયરીંગ પહેરવાનું વધુ પસંદ કરે છે. આમતો આજ કાલ છોકરીઓ ઉપરાંત છોકરાઓ પણ કાનમાં કાઈ ને કાઈ પહેરવાનો શોખ ધરાવે છે. જો આપણે એમ કહીએ કે આવું કરવું આજકાલ ની ફેશન થઇ ગઈ છે, તો કાઈ જ ખોટું…