ચોળાફળી અને પાણીપુરીની પૂરી બનાવવા માટેની રીત

0
1228

ચોળાફળી બનાવવા જરૂરી સામગ્રી: 300 ગ્રામ ચોરાફળી નો લોટ, 1 પેકેટ ઇનો, 1 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી હળદર,તળવા માટે તેલ, આટામણ માટે ચોખાનો લોટ, મરચું અને સંચળ પાઉડર ઉપર ભભરાવવા માટે

ચોળાફળી બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક બાઉલ માં ચોરાફળી નો લોટ લઈ તેમાં મીઠું, તેલ, ઇનો અને હળદર નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું ગરમ પાણી લઈ કઠણ લોટ બાંધી લેવો. ત્યારબાદ તેને ખુબ સારી રીતે મસરી દસ મિનિટ ઢાંકીને રહેવા દો. પછી લોટ ને ખુબ કુટી અને મસળીને તેના લૂઆ કરી દો. હવે એક લુવો લઈ તેને ચોખાના અટામણ માં બોરી પાત્રા ખાખરા જેવો વણી લેવો. વણિને થોડીવાર સુકવી દેવી. જેથી કરીને બરાબર સુકાઈ જાય પછી તેને થપ્પી કરી દેવી. હવે કઢાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે વણેલી ચોરાફરીમાં કાપા પાડીને ગરમ તેલ માં મૂકી ધીમા તાપે તળી લો. પછી તરત જ ઉપર સંચળ અને મીઠું ભભરાવી દેવું તો તૈયાર છે બજારમાં મળે તેવી ચોળાફળી. ચોળાફળી ને સર્વિંગ પ્લેટમાં લઈ લો. ચોળાફળી ફુદીનાની ચટણી અને કોથમીરની ચટણી સાથે સર્વ કરો.

ફુદીનાની ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી: 1/2વાટકી ફુદીનો, 1 વાટકી લીલાધાણા, 5 લીલા મરચા, 1/2 ચમચી સંચળ, 1 પીન્ચ લીંબુ નાં ફુલ, 1 ટુકડ઼ો આદું, 2 ચમચી ચણા નો લોટ, જરુર મુજબ પાણી, 1 પીન્ચ હળદર, સ્વાદ મુજબ મીઠુ,

ફુદીનાની ચટણી બનાવવા માટેની રીત નોંધી લો:

સૌ પ્રથમ બધીજ સામગ્રી રેડી કરી લો ત્યારબાદ લીલા મરચા, કોથમીર, સમારેલ આદું, ફુદીનો, મીઠુ,પાણી, સંચળ, લીંબુ નાં ફુલ બધુ રેડી રાખવું. હવે ચણા નાં લોટ ને પાણી માં ઓગળી લેવો. હવે આદું, મરચા, કોથમીર, ફુદીનો, સંચળ, મીઠુ, લીંબુ નાં ફુલ અનેં થોડુ પાણી નાખી ને મિક્ષચર માં પેસ્ટ બનાંવી લેવી. હવે આ મિશ્રણ ને ચણા નાં લોટ વાળા મિશ્રણ માં નાખી ને ગેસ પર ગરમ કરવા મૂકો અનેં સતત હલાવતા રેહવું ધીમી આંચ પર રાખી મુકવું અનેં થોડુ ગરમ થાય એટ્લે ચપટી હળદર નાખી ને 2 ઉભરા આવા દેવો. હવે ગેસ બંદ કરી દેવો તો રેડી છે ચટપટી ફુદીનાની ચટણી. હવે આ ચટણી ને ચોળાફળી કૈ કોઈ પણ ફરસાણ સાથે ખાવ ખૂબ જ ટેસ્ટી લાગશે.

પાણીપુરીની પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી: 2 ચમચો કોર્નફ્લોર, 2 કપ રવો, સ્વાદ મુજબ મીઠું, જરૂરીયાત મુજબ પાણી, તળવા માટે તેલ

પાણીપુરીની પૂરી બનાવવા માટેની રીત:

પાણીપુરી ની પુરી બનાવવા માટે સૌ પ્રથમ રવો ઝીણો લેવો. તેમાં કોર્નફ્લોર અને મીઠું મિક્સ કરીને જરુરમુજબ પાણીથી પરોઠા જેવો લોટ બાંધી ને 5 મિનિટ સુધી મસળી લેવો ત્યારબાદ ઢાંકીને 15 મિનિટ રહેવા દો. 15 મિનિટ પછી ફરી થોડું મસળીને નાના નાના લુવા બનાવી લો એટલા લોટ માં 200 થી વધારે પુરી બને છે. લુવા પાડી લીધા પછી પાતળી અને નાની પુરી વણી લો. તમારી પાસે રોટી મેકર હોય તો તેમાં પણ બનાવી શકો છો. પૂરીને 1/2 કલાક સુકવા દો પછી ગરમ તેલ માં બન્ને તરફ ફેરવતા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. તો તૈયાર છે બજાર કરતા પણ સરસ પાણી પુરી ની પુરી જેને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જયારે મન થાય ત્યારે પાણીપુરી કે ચટણી પુરી કે દહીંપુરી બનાવી ને ખાઈ શકો છો. મોટા ભાગે દરેલ મહિલાઓ પાણીપુરી બનાવે ત્યારે પૂરી બજારમાંથી લઇ આવે છે પરંતુ આ રીતે તમે ઘરે પૂરી બનાવશો તો ક્યારેય બજારમાંથી પૂરી નહિ લો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here