
અડદિયા એ ગુજરાતમાં શિયાળાની ઠંડીમાં માં ખવાતો લોકપ્રિય પાક છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું એક કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવવાણી રીત જાણીશું
અડદિયા બનાવવા માટે જરૂરી સામગ્રી:
- ૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ,
- ૫૦ ગ્રામ ઘી,
- ૫૦ ગ્રામ દૂધ,
- ૫૦૦ ગ્રામ ખાંડ
- ૪૦૦ ગ્રામ ઘી,
- ૨૦૦ ગ્રામ ગુંદર,
- ૨૫૦ ગ્રામ કાજુ બદામ,
- ૫૦ ગ્રામ સૂંઠ૫૦ ગ્રામ ગંઠોડા પાવડર, ૨૦ ગ્રામ એલચી પાવડર, ૧૦ ગ્રામ પીપર પાવડર૧૦ ગ્રામ મરી પાવડર, ૧૦ ગ્રામ જાવંત્રી પાવડર[સૂંઠ થી જાવંત્રી સુધીના મસાલાને બદલે તૈયાર અડદિયાનો પણ વાપરી શકાય (૧૨૫ ગ્રામ)]
અડદિયા બનાવવાની રીત:
૫૦ ગ્રામ ઘી ગરમ કરીને દૂધમાં ભેળવી અડદના લોટને ધાબો દઈને દબાવીને બે થી અઢી કલાક ઢાંકીને મૂકી રાખો. ત્યાર પછી એ લોટને ચોખાની ચાળણીમાંથી ચાળી લો. જેથી એમાં કણી ના રહી જાય.
હવે ૪૦૦ ગ્રામ ઘીમાં ગુંદર તળી લો અને એને સહેજ સહેજ ભાંગી નાખો. ત્યારબાદ વધેલા ઘીમાં લોટ નાખીને શેકો સતત હલાવતા રહીને લોટ જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો. હવે ખાંડની એકતારી ચાસણી બનાવો અને ગરમ લોટમાં ભેળવીને હલાવતા રહો. પછી તેમાં તળીને ભાંગેલો ગુંદર, બધા જ મસાલા એક પછી એક ઉમેરો અને છેલ્લે કાજુ બદામની છીણ નાખી ગેસ પરથી ઉતારી લો. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મિશ્રણને મોટી પ્લેટ અથવા ચોકીમાં ઠારી લો.
લગભગ અડધી કલાક પછી તેના ચોરસ ટુકડા પાડી લો. અને સાવ ઠરી જાય પછી જ તેને પ્લેટમાંથી ઉપાડીને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.
અડદિયા બનાવવાની રીત
સામગ્રી:અડદનો સાધારણ કરકરો લોટ = 1/2 કિલો ઘી = 1 કિલો દળેલી ખાંડ = 3/4 કિલો બદામ,પીસ્તા = 250 ગ્રામ ભૂકો કરેલા દળેલી સુંઠ=100 ગ્રામ ખાંડેલા પીપરીમૂળ = 50 ગ્રામ એલચી = 1/2 ચમચી વાટેલી જાયફળ = 1/2 ચમચી વાટેલા ખસખસ = 50 ગ્રામ ખેરનો ગુંદર = 50 ગ્રામ
બનાવવાની રીત:
સૌ પ્રથમ એક વાસણમાં થોડું ઘી લઇ ને તેમાં ગુંદર તળી લેવો, ગુંદર ફૂલીને ડબલ થાય કે તરત કાઢી લેવો , તેને બ્રાઉન તળવો નહી, હવે આ વાસણમાં 1/4 કિલો ઘી મુકવું તે ઓગળે એટલે તેમાં અડદનો લોટ ઉમેરવો ને તેને ધીમા તાપે શેકતા રહેવું, લોટ બદામી રંગનો થાય અને શેકાવાની સરસ સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દેવો, ને વાસણને નીચે ઉતારી લેવું, પછી તરત જ તેમાં ડ્રાયફ્રુટ, સુંઠ,ખાંડ, એલચી,જાયફળ નો પાઉડર ઉમેરવો, પીપરીમૂળ, ખસખસ અને ગુંદર બધું જ નાખવું અને હલાવી લેવું, હવે વધારાનું ઘી ગરમ કરી તેમાં નાખવું, શેકેલ લોટ ઘી થી લદબદ લાગવો જોઈએ, હવે આ મિશ્રણને એક ડીશમાં ઘી લગાવી તેમાં ટ્રાન્સફર કરી દેવું,અને ઠરવા દેવું, અને મનગમતા આકારમાં કાપી લેવા અને ડબ્બામાં ભરી દેવા
અમારી રેસીપી તમને જરૂર પસંદ આવી હશે આવી જ અવનવી વાનગીની રેસીપી જાણવા કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો.