બીલીના ફળનું શરબત પીવાના ફાયદા અને શરબત બનાવવાની રીત

ડાયાબિટીસ બીલીના ફળનું શરબત બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી ડાયાબિટીસથી બચાવે છે .હાર્ટ પ્રોબ્લેમ આકોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે . જેથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે

સાંધાના દુખાવામાં આમાં પ્રોટીન હોય છે , જેનાથી મસલ્સ મજબૂત થાય છે . આ સાંધાના દર્દમાં આરામ આપે છે. કબજિયાત આમાં ફાયબર હોય છે . જેનાથી કબજિયાત દૂર થાય છે અને ડાઈજેશન સારું રહે છે . એનિમિયા આમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે . જેનાથી તે એનિમિયાનો રોગ દૂર કરે છે .

અસર બીલીના ફળના શરબતમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે . જે અલ્સરથી બચાવે છે .ડાયરિયા આમાં રહેલું ટેનિન ડાયરિયાના ઈલાજમાં ઈફેક્ટિવ છે . ઈન્વેક્શન આમાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોય છે . જે ઈન્વેક્શનથી બચાવે છે .

સ્કર્વી બીલીના ફળના શરબતમાં વિટામિન સી હોય છે . જે સ્કર્વી જેવી બીમારીથી બચાવે છે . મોતિયો આમાં બીટાકેરોટીન હોય છે . જે મોતિયાની સમસ્યાથી બચાવે છે .

ઉનાળામાં લુ થી બચવા માટે બીલીનું શરબત ખુબ ઉપયોગી છે બીલીના ફળ પેટને સારું રાખે છે અને પાચનશક્તિ પણ સુધારે છે

ઝાડા, મરડો, હરસમાં લોહી, વાયુ અને કફ માટે ખુબ ગુણકારી છે બીલી વાંચો અને શેર કરો

બીલીનું શરબત બનાવવાની રીત | પાકા બીલા નું શરબત બનાવવાની રીત :

જરૂરી સામગ્રી :

  • ૧/૨ વાટકો બીલા નો પલ્પ
  • ૧ ચમચી સંચળ
  • ૩ ચમચી સાકર નો ભુક્કો
  • ટુકડા બરફના
  • ઠંડું પાણી

બીલા ના પલ્પ ને એક બાઉલમાં કાઢી લો પછી ઠંડુ પાણી ઉમેરી થી મસળી લો પછી ગાળી લો. તેમાં સંચળ પાઉડર સાકર નો ભુક્કો બરફના ટુકડા ઉમેરીને મીક્સ કરો પછી ગ્લાસ માં બરફના ટુકડા ઉમેરીને શરબત સર્વ કરો. આ શરબત ઉનાળામાં પીવાથી ખુબ ફાયદા થાય છે

Leave a Comment