શિયાળા દરમિયાન ગરમાગરમ વાનગી સાથે ખુબ મજા આવે છે આ ગુલાબી ઠંડીમાં ગરમાગરમ જમવાની પીરસવામાં આવે તો ઠંડી ઉડી જાય છે.
શિયાળામાં પ્રખ્યાત વાનગીઓ જોઈએ તો ખજુરપાક, અડદિયા, રીંગણનો ઓરો અને રોટલા, ગુંદ પાક, ઘુટો, ભજીયા,
ઘુટો બનાવવા જરૂરી સામગ્રી:
- 1 ઝૂડી પાલક
- 1/2 ઝૂડી મેથી
- 1 ઝૂડી સુવાદાણા
- 10-12 ગવારની શીંગ
- 1 કપ લીલુ લસણ
- 3-4 ટામેટા
- ૧ નાનો કટકો ફ્લાવર
- 8-10 વાલોર
- ૧ નાનો બટાકો
- 2 રીંગણા
- 4-5 લીલા મરચાં
- મીઠું સ્વાદ અનુસાર
- 1/2 કપ લીલા ધાણા
ઘુટો બનાવવા બનાવવા માટેની રીત: બધું શાક લઈ ધોઈ સાફ કરી ઝીણું સમારી લેવું. લીલું લસણ અને લીલા ધાણા સિવાય બધું શાક કૂકરમાં બાફી લેવુ. હવે બધું શાક બફાઈ જાય એટલે તેને જેરી એક રસ કરવું. હવે તેમાં જરૂર મુજબ પાણી મુખી મીઠુ ઉમેરી ઉકાળવા મૂકવું છેલ્લે તેમાં લીલું લસણ અને લીલા ધાણા ઉમેરી રોટલા સાથે સર્વ કરવું
આદુંનું અથાણું રેસિપીઃશિયાળામાં ઘરે જ બનાવો સ્વાસ્થ્ય માટે બેસ્ટ આદુંનું અથાણું read more
મસાલા ખીચડો બનાવવા જરૂરી સામગ્રી:
- ૧ કપ ચોખા
- ૧ કપ લીલા વટાણા
- ૧ ગાજર
- ૧ ટામેટું
- ૧ ડુંગળી
- ૧ બટેટુ
- ૧ કપ મગની દાળ
- ૧ કપ ચણા
- ૧ કપ મગ
- ૧ કપ મઠ
- ૧ કપ લીલી તુવેરના દાણા
- ૧ સુરતી પાપડી ના દાણા
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- ચપટી હિંગ
- ૧/૪ ચમચી હળદર
- ૧ ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ
- ૩-૪ લીમડાના પાન
- ૨ ચમચી ઘી
- ૧/૨ ચમચી રાઈ જીરું
- મીઠું સ્વાદ મુજબ
મસાલા ખીચડો બનાવવા માટેની રીત: બધા કઠોળને 10 થી 12 કલાક સુધી પલાળી રાખવું. ગાજર,બટેટા, ટમેટા, ડુંગળી અને ઝીણા સમારી લેવા. દાળ અને ચોખાને ધોઈને પલાળી રાખવા થોડી વાર. પછી કુકરમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે રાઈ જીરું, લીમડો, મૂકી ડુંગળી અને આદુ લસણ મરચાની પેસ્ટથી વઘાર કરવો. ત્યારબાદ તેમાં વટાણા, લીલી તુવેરના દાણા, સુરતી પાપડી ના દાણા, ગાજર, બટેટા, ટમેટા બધું ઉમેરી અને સાંતળી લેવું. પછી તેમાં પલાળેલું બધું કઠોળ ઉમેરી દેવું. ત્યારબાદ તેમાં બધો મસાલો કરી લેવો. પછી જરૂર મુજબ પાણી નાખી દાળ અને ચોખા ઉમેરી કુકરને બંધ કરી ચારથી પાંચ વિસલ વગાડવી. ત્યારબાદ કુકર ખોલી ખીચડાને થોડીવાર સીજી જવા દેવું. ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ ખીચડો અથવા આ ખીચડો ઠંડો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો એ રીતે સર્વ કરવું.
લીલી હળદરનું શાક બનાવવા જરૂરી સામગ્રી:
- ૩૫૦ ગ્રામ લીલી હળદર
- ૧/૨ કપ ઘી
- ૧ કપ વટાણા
- ૨ નંગ મોટા ટામેટા
- ૪ ચમચી લીલું લસણ સમારેલું
- ૧/૨ કપ દહીં
- ૧ ચમચી જિંજર-ગાર્લિક પેસ્ટ
- ૧ ચમચી લાલ મરચું
- ૧ ચમચી ધાણા-જીરુ
- ૧ ચપટી હીંગ
- ૧ ચમચી ગોળ
- મીઠું સ્વાદાનુસાર
- ગાર્નિશ: કોથમીર
લીલી હળદરનું શાક બનાવવાની રીત: લીલી હળદરને સાફ કરી છીણી લો. લસણ અને ટામેટા સમારી લો. વટાણા પાર બોઈલ કરી લો. હવે નોન સ્ટીક પેનમાં ઘી મૂકી તેને ધીમા તાપે સાંતળો. જેથી તેની કચાશ સ્વાદ માં ન આવે. પછી તેમાં લીલું લસણ નાંખી ફરી ૫ મિનિટ સાંતળો. હવે સમારેલા ટામેટા અને વટાણા નાંખી મિક્સ કરો. સ્વાદાનુસાર મીઠું નાંખી ધીમા તાપે ચડવા દો. હવે જીંજર-ગાર્લિક પેસ્ટ અને લાલ મરચું પાઉડર,ધાણા-જીરુ અને ગોળ ઉમેરી ૫ મિનિટ ઢાંકણ ઢાંકી ચઢવા દો. હવે દહીં ઉમેરી બરાબર હલાવો ને ઘી છુટે ત્યારે કોથમીર નાંખી ગરમાગરમ પીરસો. લીલી હળદર નું શાક ભાખરી કે રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે.
આ રેસીપી પણ વધુમાં વાંચો : શિયાળામાં ગરમાગરમ સૂપ બનાવવાની રીત
શિયાળાની મજા માણો આ વાનગીઓ આખા અઠવાડિયાના મેનુ સાથે વાંચવા અહી ક્લિક કરો
શિયાળાની સિઝનના સ્પેશીયલ પાકની રેસીપી, અડદિયા પાક, ખજુર પાક, ગુંદ પાક વાંચવા અહી ક્લિક કરો
શિયાળાનું ઉત્તમ ટોનિક એટલે ગાજર જાણો તેના ફાયદા વીશે વાંચવા અહી ક્લિક કરો