શિયાડાની ઠંડીમાં અલગ અલગ પાક ખાવાની મજા આવે છે જેમ કે ખજૂર પાક અંજીર પાક અડદિયા પાક ગુંદ પાક આ બધા પાક શિયાળામાં ખાવાથી ખૂબ જ શરીરમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી આવે છે આ બધા પાકમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે જે તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે તો આજે આપણે ઘરે બજાર જેવા પાક બનાવવાની રેસીપી વાંચીશું ખજૂર પાક અંજીર પાક અડદિયા પાકની રેસીપી અને અડદિયા પાક બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે ખાસ નોંધ પણ અહીં આપેલી છે આ રીતથી તમે ઘરે બનાવશો તો બજાર જેવા જ બધા પાક બનશે
ખજૂર અંજીર પાક બનાવવાની રીત
khajur anjir pak recipe | khajur pak | ખજુર પાક બનાવવાની રીત | અંજીર પાક બનાવવાની રીત
ખજુર અંજીર પાક બનાવવા જરૂરી સામગ્રી: ૨૫૦ ગ્રામ અંજીર, ૭૫૦ ગ્રામ ખજૂર, ૫૦ ગ્રામ કાજુ, ૫૦ ગ્રામ પિસ્તા, ૫૦ ગ્રામ બદામ

ખજુર અંજીર પાક બનાવવાની રીત: સૌ પ્રથમ એક તપેલી માં અંજીર લઈ તેને ગરમ પાણી માં ૩૦ મિનિટ માટે ઢાંકી રખો ત્યર બાદ ખજૂર ના ઠડિયા કાઢી લો. હવે એક પેન માં ઘી મુકિ કાજુ, બદામ, અને પીસ્તા સાતડી તે જ ઘી માં ક્રશ કરેલી અંજીર ને સાતડો , ત્યાર બાદ તેમાં ખજૂર ઉમેરો ખજૂર, અંજીર અને ડ્રાય ફ્રુટ સરખી રીતે મિક્સ કરી એક ચોકી ને ગ્રીસ કરી તેમાં ઢાળી દો અને એક સરખા પીસ કરી સર્વ કરો. તો તૈયાર છે ખજુર અંજીર પાક શિયાળાની ઋતુમાં ખુબ ભૂખ લાગે છે ત્યારે આ પાક ઘરે બનાવીને રાખવો. બાળકોને ખુબ પસંદ આવશે
ઘરે અડદિયા બનાવવાની રીત
adadiya banavvani રેસીપી નોંધી લો અને આ ખાસ ટીપ્સથી જો તમે ઘરે અડદિયા બનાવશો તો એકદમ પોચા અને સરસ બજારમાંથી મળતા અડદિયા જેવા જ અડદિયા બનશે
અડદિયા પાક બનાવવા જરૂરી સામગ્રી: 1 કિલો અડદનો લોટ, 3/4 કિલો ઘી, 3/4 કિલો ગોળ, 1 કપ કાજુ બદામનો ભૂકો, 1 વાટકો ક્રશ કરેલો ગુંદર, 100 ગ્રામ સુઠ પાઉડર, 100 ગ્રામ પીપળામુળ, 100 ગ્રામ અડદિયા નો મસાલો, ગાર્નિશીંગ માટે પિસ્તાની કતરણ
અડદિયા પાક બનાવવાની રીત : સૌપ્રથમ એક મોટી કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો પછી તેમાં અડદનો લોટ બદામી રંગનો અને શેકાવા ની સુગંધ આવે ત્યાં સુધી ધીમા ગેસ પર શેકી લો વધુ ત્યારબાદ તેમાં ગુંદર કાજુ બદામનો ભૂકો અને બધા મસાલાનાખી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ ગેસ બંધ કરી નીચે ઉતારીને બારીક સમારેલો ગોળ નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેને થાળીમાં પાથરી ઉપરથી પિસ્તાંની કતરણથી ગાર્નિશ કરો અને વાટકા થીi પ્રેસ કરી લો પછી તેને 1/2 કલાક માટે ઠંડુ થવા દો અને ચપ્પુની મદદથી કાપા પાડી લો તો હવે આપણા ટેસ્ટી અડદિયા પાક બનીને તૈયાર છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે . જે લોકોનો વજન નથી વધતો તેવા લોકોએ શિયામાં અડદિયા જરૂર ખાવા જોઈએ .
ખાસ નોંધ: તમે ઘરે અડદિયા બનાવો છો ત્યારે તમારે માપનું ખાસ ધ્યાન રાખવાનું છે અડદિયા જો પરફેક્ટ માપથી બનાવશો તો સરસ અડદિયા બનશે તમારે જ્યારે અડદિયા બની જાય છે ત્યારે વધારાનું ઘી પણ છૂટું પડતું હોય છે ઘણા લોકો આ ઘીને વધારાનો કે સમજીને તેમાંથી કાઢી લેતા હોય છે પરંતુ આ ભૂલ તમે ક્યારેય ન કરતા તે વધારાનું ઘી નથી હોતું પરંતુ જેમ જેમ તમારો મિશ્રણ ઠંડુ થશે તેમ તેમ તે ઘી બધું જ અંદર જતું રહેશે અને લચકો સરસ એક રસ બની જશે જો તમે તે વધારાનું કે કાઢી લેશો તો તમારા અડદિયા કઠણ અને અડદિયા વાળવામાં મુશ્કેલી થશે
adadiya bnavva વધારાનું જે ઘી છે તે જેમ જેમ મિશ્રણ ઠંડુ થશે એમ ઘી ઓછું થતું જશે
ગુંદ પાક બનાવવાની રીત | ગુંદ કેવી રીતે આથવો | gund pak bnavvani rit
કાચો ગુંદ પાક બનાવવા જરૂરી સામગ્રી: 600 ગ્રામ ઘી, 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ, 100 પિસ્તા, 250 ગ્રામ ગુંદર, 2 ચમચી સુંઠ, 500 ગ્રામ સાકર, 200 ગ્રામ ટોપરું
ગુંદ પાક બનાવવાની રીત: સૌ પ્રથમ ઘીને ગરમ કરી લ્યો. પછી ગુંદર ને ભૂકો કરી નાખો. સાકરને દળી નાખો. ટોપરું ખમણી નાખો. કાજુ બદામ અને પિસ્તા ને સ્લાઈસ કરી લ્યો. પછી એક ડબામાં પેલા ટોપરું ગુંદર દળેલી સાકર નાખો પછી ગરમ કરેલી ઘી નાખો પછી બધું સરખું મિશ્રણ કરો ઉપર સૂંઠનો ભૂક્કો નાખો. પછી કાજુ બદામ પિસ્તા નાખો સરસ મિશ્રણ કરો, તે ખુબ સ્વાદિષ્ટ બને છે તૈયાર છે કાચું ગુંદર પાક…શિયાળાની ઋતુમાં આથેલો ગુંદ ખાવાથી પગના દુખાવા , સાંધાના દુખાવા, કમરના દુખાવા થતા નથી
ખજૂર પાક બનાવવાની રીત | khajurpak recipe |
ખજુર પાક બનાવવા જરૂરી સામગ્રી: 1 કિલો ખજૂર, 100 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ પિસ્તા, 100 ગ્રામ ગુંદર, 100 ગ્રામ ખમણેલું સૂકું કોપરું, 1/2 કપ + 2 ટેબલ સ્પૂન ઘી, 1/4 કપ ખસખસ, 1/4 કપ મગજતરી, 1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર, 2 ટેબલ સ્પૂન દળેલી સાકર, 1 ટેબલ સ્પૂન સૂંઠ પાઉડર
ખજુર પાક બનાવવાની રીત: સૌપ્રથમ ખજૂરમાં થી બી કાઢીને તૈયાર કરી લેવો. અને ખજૂર પાક માટેની બીજા ઘટકો ની તૈયારી કરી લેવી. હવે એક કડાઈમાં 1/2 કપ ઘી ગરમ કરવા મૂકી તેમાં ગુંદરને તળી લેવો. પછી તે ગુંદરની ક્રશ કરી લેવો. છી તેજ કડાઈમાં કાજુ, બદામ અને પીસ્તા ને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવા. પછી તેજ કડાઈમાં ખસખસ, મગજતરી અને સૂકા કોપરા ના છીણ ને પણ શેકી લેવા. શેકેલા બદામ પિસ્તા અને કાજૂને દસ્તા ના મદદથી અધકચરા વાટી લેવા. ખજૂર સંતળાઈ જાય પછી તેમાં ગુંદર, ખસખસ, મગજતરી, કોપરું, બદામ, પિસ્તા, કાજુ, દળેલી સાકર, ઇલાયચી પાઉડર અને સૂંઠ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ચોકીમા દબાવીને પાથરી લેવું. અને ગરમ ગરમ માં જ ચપ્પુથી કટ લગાવી દેવા.
બિસ્કીટ ખાજુરપાક બનાવવાની રીત | busicuit khajurpak recipe
બિસ્કીટ ખજુર પાક બનાવવા જરૂરી સામગ્રી: ૧૫૦ ગ્રામ સોફ્ટ ખજૂર, ૧/૨ કપ ડ્રાય ફ્રૂટ (મે અહીં કાજુ અને બદામ બે જ લીધા છે.), ૨ ચમચી ઘી, ૧/૨ કપ ટોપરાનું ખમણ, ૧ પેકેટ જેમ્સ, ૬ મેરી બિસ્કીટ
બિસ્કીટ ખજુર પાક બનાવવાની રીત: સૈા પ્રથમ એક કડાઈ લો.તેને ગેસ પર ગરમ કરી ને તેમાં ઘી ગરમ કરો.ઘી ગરમ થઇ એટલે તેમાં બી કાઢેલી ખજૂર ઉમેરો. હવે તેને ધીમા તાપે હલાવો જ્યાં સુધી ખજૂર એક રસ ન થાય ત્યાં સુધી.બધો ખજૂર ભેગો થઈ જાય એટલે તેમાં કાજુ અને બદામ જીણું સમારેલું ઉમેરો.ત્યાર બાદ તેને સરખું હલાવી ને મીક્સ કરી લો. હવે મિશ્રણ ને થોડું ઠંડું થવા દો.જો થાળી મા ઠરી ને પીસ કરવા હોય તો તેને ઠરી દેવું પણ મે અહી તેને ઠારવા ને બદલે કેક જેવું બનાવ્યું છે. જેથી બાળકો ને ખાવા નું મન થાય.થોડું ઠરી જાય પછી તેને નાના ગોળા બનાવી ને થેપી લો અને પૂરી જેવું બનાવી લો. આરીતે બધી પૂરી બનાવી લો. ત્યાર બાદ એક પૂરી લો અને તેના ઉપર એક મેરી બિસ્કીટ મૂકો એવી રીતે ૪ પૂરી લો અને દરેક પૂરી વચ્ચે એક બિસ્કીટ મૂકો. આવી રીતે એક કેક તૈયાર કરી લો.બિસ્કીટ જ્યાં દેખાય છે ત્યાં થોડું ખજૂર નું પુરણ લઈ ને પેક કરી લો.આ રીતે આખી કેક બનાવી લો. હવે તેને ટોપરા ના ખમણ મા રગદોળો. ઉપર જેમ્સ થી ગાર્નિશ કરો.મે અહી બે કેક બનાવી છે તેમાં એક કેક વચ્ચે થી કટ કરી ને તેના બે ભાગ કર્યા છે જેથી બિસ્કીટ દેખાય છે. એક કેક ઉપર બે જેમ્સ લગાવી ને પછી નીચે ખાંડ ડેકોરેશન થી સ્માઈલી બનાવ્યું છે. તો તૈયાર છે શિયાળા મા પોષ્ટિક એવું ખજૂર પાક.