2000-2018ની વચ્ચે તમાકુનાં ઉત્પાદનોનો વપરાશ કરનાર ની સંખ્યા 6 કરોડ લોકો જેટલી ઘટીવોશિંગ્ટન: વિશ્વભરમાં પહેલી વખત ધૂમ્રપાન કરનારા પુરુષોની સંખ્યા ઘટી છે. આ દાવો વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના ગુરુવારે જારી કરાયેલા રિપોર્ટમાં કરાયો છે. તેમાં કહેવાયું છે કે તમાકુ ની ટેવ પર અંકુશની દિશામાં આ મહત્વપૂર્ણ સુધારો છે. રિપોર્ટ માં કહેવાયું છે કે તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરનારી મહિલા ઓ અને યુવતીઓની સંખ્યામાં તો સતત ઘણાં વર્ષોથી ઘટાડો થઇ જ રહ્યો હતો પરંતુ પહેલી વખત પુરુષોમાં પણ આ પરિવર્તન આવ્યું છે. અત્યાર સુધી તો તેમની સંખ્યા વધી જ રહી હતી. છેલ્લા બે દાયકામાં તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ ધીમે-ધીમે ઘટી રહ્યો છેયુએનની આરોગ્ય એજન્સીનું માનવું છે કે આ ઘટાડાથી સ્પષ્ટ સંકેત મળે છે કે વિશ્વ સ્તરે ચલાવવામાં આવી રહેલા ધૂમ્રપાન વિરોધી અભિયાનનો ફાયદો થયો છે. સાથે જ ચેતવણી પણ આપી છે કે તેના માટે વધુ કામ કરવાની જરૂર છે. કારણ કે તેના લીધે દર વર્ષે 80 લાખ લોકોનાં મોત થઇ જાય છે.2000માં 139.7 કરોડ લોકો ધૂમ્રપાન કરતા હતા જે 2018માં ઘટી 133.7 કરોડ થયાડબ્લ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેસસે નિવેદનમાં કહ્યું કે આ પરિણામ સરકાર દ્વ્રારા તમાકુના ઉદ્યોગો પર કરાઇ રહેલા કડક પગલાંને કારણે આવ્યું છે. છેલ્લા બે દાયકામાં તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ ધીમે-ધીમે ઘટી રહ્યો છે. 2000માં 139.7 કરોડ લોકો ધૂમ્રપાન કરતા હતા જે 2018માં ઘટી 133.7 કરોડ થયા. જેમાં આ સમય દરમિયાન મહિલાઓ અને યુવતીઓમાં આશ્ચર્યજનક ઘટાડો નોંધાયો. 2000માં તેમની સંખ્યા 34.6 કરોડ હતી જે 2018માં ઘટીને 24.4 કરોડ થઇ ગઇ. ડબ્લ્યુએચઓ મુજબ 60 ટકા દેશોમાં 2010 પછી તમાકુના ઉપયોગમાં ઘટાડો જોવા મળ્યો. યુએનની આરોગ્ય એજન્સીના પ્રવક્તા રુડિગર ક્રેચ મુજબ આ ઘટાડો છતાં અમે સંપૂર્ણપણે સંતુષ્ટ નથી.
વિશ્વ આરોગ્ય સંગઠનનો દાવો-2020 સુધી આ સંખ્યા વધુ ઘટશેવિશ્વભરમાં 10માંથી 8 ધૂમ્રપાન કરનારા પુરુષ છે.
2000-2018 દરમિયાન 6 કરોડે ધૂમ્રપાન છોડી દીધું.
82 ટકા ધૂમ્રપાન કરનારા પુરુષ પૂર્વ એશિયામાં રહે છે………. પોસ્ટ વાંચીને શેર કરજો
Home હેલ્થ ટીપ્સ રીપોર્ટ WHOનો રિપોર્ટ / 18 વર્ષમાં પહેલી વખત તમાકુ ઉત્પાદનોનું સેવન કરનારા પુરુષોની...