વજન ઘટાડવા જરૂરી છે વજન ઘટાડવું છે ? શું ખાવું ? શું ન ખાવું ? ક્યારે ખાવું ? આ રહી ટિપ્સ કરો અમલ : વ્યક્તિ જે પણ આરોગે છે , તેની અસર શરીર પર નહીં પરંતુ મગજ પર પણ જોવા મળે છે . | તેથી પોતાને નિયંત્રિત કરવા માટે યોગ્ય લાઈફસ્ટાઈલ જરૂરી છે , પરંતુ યોગ્ય ખોરાક લેવો પણ જરૂરી છે . તેવામાં જો તમારી બોડી ફેટ ઈન્ડેક્સ વધારે છે અથવા તમારું વજન વધારે છે તો પછી યોગ્ય ડાયટ લેવું તે તમારા માટે વધારે જરૂરી બની જાય છે . તેવામાં તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું તેની સમસ્યા શરૂ થઈ જાય છે .
જો તમે ફિટ રહેવા ઈચ્છતા હો અથવા વજન ઓછું કરવું હોય તો સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરેની ટિપ્સ તમને મદદ કરી શકે છે . તેણે ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે , જેમાં રોજ લોકોએ શું ખાવું અને ન ખાવું તે અંગે જણાવ્યું છે . ઋજુતાએ એવો ડાયેટ પ્લાને જણાવ્યો છે જેનાથી ન માત્ર વજન યોગ્ય રહેશે પરંતુ તમારું હૃદય પણ બીમારીઓથી રહેશે . ઉઠતાંની સાથે જ ૧૫ મિનિટમાં કંઈક ખાઈ લો ઘણા લોકો ઉડ્યા બાદ ૨-૩ કલાક સુધી કંઈ ખાતા નથી . જો ઋજુતાનું માનું તો સવારે ઉઠ્યાના ૧૦-૧૫ મિનિટમાં જ તમારે કંઈક ખાઈ લેવું જોઈએ .
તેનાથી તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે . મેટાબોલિઝમ વજન ઘટાડવામાં મહત્વનો રોલ ભજવે છે . – જો સવારે માત્ર ચા કે કોફી લેતા હો તો , તેવી ભૂલ ન કરતાં . તેનાથી પેટમાં ઈરિટેશન થઈ શકે છે . સાથે જ તીખી વસ્તુઓનું સેવન ભૂખ્યા પેટે ન કરવું જોઈએ . – ઉદ્યાના ૧૫ મિનિટ બાદ ફળ અથવા ડ્રાય ફૂસનું સેવન કરી શકો છો . ફળમાં તમે કેળા તેમજ સફરજને લઈને શકો છો . ડ્રાયફૂટ્સમાં પલાળેલી બદામ અને અખરોટ લઈ શકો છો . આ વસ્તુથી કરો દિવસની શરૂઆત સવારનો સમય વજન ઓછું કરવામાં અને હેલ્થી રહેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે . પરંતુ આ સમયે આપણને અનહેલ્થી ફૂડની કેવિંગ થવા લાગે છે . આ સમયે પર તમે કંઈક એવું ખાઈ શકો છો જે તમને ટ્રેક પર બનાવીને રાખે અને લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે જેમાં તમે કેટલાક મોસમી ફળ , નારિયેળ પાણી અથવા ઘરે બનેલા શરબતનું સેવન કરી શકો છો . ધ્યાનમાં રાખો સવારના સમયે ચા અને કોફી બિલકુલ ન લેવી .
બ્રેિકફાસ્ટમાં ઘરે બનાવેલો નાસ્તો લો બ્રેકફાસ્ટ દિવસનું સૌથી જરૂરી મીલ હોય છે . તેવામાં જો તમે સવારના નાસ્તામાં કંઈ નહીં ખાઓ તો તેની ખરાબ અસર તમારા શરીરન પર પડશે . નાસ્તામાં તમે ઈડલી , પાંવા , પરાઠા લઈ શકો છો સાથે જ તમે બ્રેકફાસ્ટમાં કંઈક હેલ્થી ખાઈ શકો વજન ઓછું કરવામાં અને હેલ્થી બનાવવામાં મદદ કરશે . પેકેડ ફૂડ તો બિલકુલે પણ ન લેવું . ૧૧ થી ૧ ની વચ્ચે બપોરનું ભોજન લઈ લો . જો ખરેખર હેધી રહેવા માગતા હો તો તમે શું ખાઈ રહ્યા છો તેનું ધ્યાન જરૂરથી રાખો . સાથે જ તે વાતનું પણ ધ્યાન રાખો સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીમાં લંચ જરૂરથી કરી લો . લંચમાં તમે અલગ – અલગ શાક લઈ શકો છો . ઉનાળામાં જુવાર અને રાગીનું સેવન કરી શકો છો . સાંજના નાસ્તામાં આ ખાઓ બપોર અને રાતના ભોજન વચ્ચેનો સમય ઘણીવાર લાંબો હોય છે .
આ દરમિયાન સાંજના સમયે ગમે તે ખાઈને પેટ ભરી લેવાની ટેવ હોય છે . પરંતુ ઋજુતાનું કહેવું છે કે , ૪ થી ૬ ની વચ્ચે તમારે નટ્સ , ઘરે બનાવેલો નાસ્તો , ફણગાવેલા કઠોળ , શીંગ અથવા દૂધનું સેવન કરવું જોઈએ . ડિનરમાં શું લેશો ? કેટલાક લોકો ડિનર મોડી રાતે લે છે અને પછી ઊંઘી જાય ડિનર ઊઘવાના ઓછામાં ઓછા ૨ કલાક પહેલા લેવું જોઈએ તમારું ડિનર સાંજે ૭ થી ૮.૩૦ સુધીમાં ખતમ કરી લો . ડિનરમાં ખીચડી અથવા દાળ – ભાત લઈ શકો છો .