ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડવા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

0
239

ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડી શકાય !….ડાયટિંગ અમે કોઈ જિનેશિયમ ‘ શરૂ કર્યું નથી કે ન તો એવી કોઈ ગોળીઓની એજન્સી લીધી છે જે ગળવાથી વજન ઘટાડી શકાય . અહીં એકદમ સાદી , સીધી અને તદ્દન સહેલી તરકીબની વાત કરવાના છીએ . આજકાલ આ તરકીબ ન્યુટ્રિશ્યન એક્સપર્ટસ એટલે કે આહારશાસ્ત્રીઓ આપી રહ્યા છે . આ તરકીબને અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડાયરેક્ટર ડો . ફ્રાન્સિસ કોલિન્સ પણ ટેકો આપી રહ્યા છે . આ આહારશાસ્ત્રીઓ તમને મિઠાઈ કે ચટપટો ખોરાક બંધ કરવાનું નથી કહી રહ્યા , તેઓ તમને સૂપ અને સલાડ ખાઈને ભૂખમરો વેઠવાનું પણ નથી જણાવી રહ્યા તેઓ તમને એકટાણાં કે ઉપવાસ કરવાનું પણ સૂચન કરતા નથી . તેઓ સવાર – સાંજ બે – બે કલાક જિમમાં જઈને પસીનો પાડવાનું પણ નથી કહેતા . તેઓ તો જૂની – જાણીતી અને આપણા બાપદાદાઓ અને દાદીઓએ અજમાવેલી વાત નવા પેકેજિંગ સાથે પેશ કરી રહ્યા આ આહારશાસ્ત્રીઓ કહે છે કે જે ખાવું હોય એ બધું ખાઓ પણ શરત માત્ર એટલી કે એ ઘરે રાંધેલું હોવું જોઈએ . જો એ તમે પોતે જ રાંધો તો સૌથી ઉત્તમ . આજથી બે – ત્રણ પેઢી અગાઉનાં આપણાં જ પરદાદા – દાદી કે પિતાની જનરેશનને યાદ કરશો તો..એમાં અદોદળાં લોકોની સંખ્યા બહુ ઓછી હતી . આનું એક કારણ એ ખરું કે એ લોકો બેઠાડુ જીવન નહોતા જીવતાં . બીજું એક કારણ એ પણ હતું કે વરસમાં પાંચ – દસ વખત લગ્નપ્રસંગમાં કે બહારગામ ગયા હોય ત્યારે બહારનું ખાવાનું ખાતાં હતાં . પાપડ – વે , અથાણાં પણ તેઓ ઘરે જ બનાવતાં હતાં . આની સરખામણીમાં કોઈ પણ સર્વસામાન્ય ભારતીય ઘરમાં નજર કરશો તો ટૉમેટો સોસથી માંડીને જામ , અથાણાં , સલાડ ડ્રેસિંગ જેવી જાતજાતની ખાદ્યસામગ્રીની બાટલીઓ અને ટીન મળી આવશે . બિસ્કિટ , બટાકાની વેફ્ટ , બજારૂ સુક્કા નાસ્તા જેવી વસ્તુઓના ડબ્બા ન ભર્યા હોય એવું ઘર શોધવું મુશ્કેલ બનશે . આ બધું જ પ્રોસેસ્ડ ફૂડ આપણા શરીરની વાટ લગાડીને વજનના કાંટાને આગળ વધારે છે . દાખલા તરીકે મોટાભાગનાં બિસ્કિટ , ફસ્ટ ફૂડ , સોફ્ટ ડ્રિક્સ , યોગર્ટ , રેડીમેડ જ્યુસ , ટીનમાં મળતાં ફૂટ્સ , બેડ વગેરેમાં મિઠાશ માટે હાઇ ફૂંકટૉઝ કોર્ન સિા ૨૫…..વપરાય છે . આ સિરપ અંગે ઉંદરો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો . જેમાં ઉંદરોના એક ગ્રૂપને ખાવામાં આ સિરપવાળા ખાદ્યપદાર્થો આપવામાં આવતા હતા અને બીજા ગ્રૂપને સાકરવાળો ખોરાક . સિરપવાળું ભોજન ખાતાં ઉંદરોનું વજન સાકર ખાતા ઉંદરો કરતાં બમણું થઈ ગયું હતું . આ જ ફૂંકટૉઝ તાજાં ફળોમાં પણ હોય છે જે ખાવાથી વજન વધતું નથી . ગુજરાતી ઘરોમાં આવા પ્રોસેસ્ડ ફૂડ ભરપૂર માત્રામાં ખવાય છે અને વાનગીઓ બનાવવામાં પણ છૂટથી વપરાય છે . આહારશાસ્ત્રીઓ કહે છે કે ઘરે રાંધેલું ખાવાનો મતલબ એમાં આવી કોઈ બજારૂ વસ્તુ ન હોવી જોઈએ . જેમ કે , ભાજી – પાઉં ખાવા હોય તો તેજાના મસાલા વડે ઘરે બનાવેલો મસાલો જ નાખવાનો . બજારૂ પાઉંભાજી મસાલા નહીં . અને હા , પાઉં નહીં રોટલી , ભાખરી કે પરાઠાં સાથે ભાજી ખાવાની : રસગુલ્લા પણ ખાવાની છૂટ પણ ઘરે બનાવેલા પનીર અને ચાસણી જ વાપરો અને બિન્ધાસ્ત ખાવ . શક્ય છે કે આ માહિતી પ્રાપ્ત થયા બાદ કેટલાક પુરુષો ઘરની મહિલાઓને વધુ કલાકો રસોડામાં રાંધવા માટે ધકેલી દે , પરંતુ આહારશાસ્ત્રીઓ કહે ઘરનું ભોજન તો ખરું જ પણ જાતે રાંધેલું હોય તો વજન ઘટશે એની ગેરન્ટી . આનું માનસિક પાસું પણ છે . “ કૂકડ ‘ નામના બેસ્ટસેલર પુસ્તકના લેખક માઇકલ પોલોન..કોઈ પણ સર્વસામાન્ય ભારતીય ઘરમાં નજર કરશો તો ટોમેટો સોસથી માંડીને જામ અથાણાં , જેવી જાતજાતની ખાદ્ય સામગ્રીની બાટલીઓ અને ટીન મળી આવશે . બિસ્કિટ , બટાકાની વેફર બજારૂ સુક્કા નાસ્તા જેવી વસ્તુઓના ડબા ન ભર્યા હોય એવું ઘર શોધવું મુશ્કેલ બનશે . આ બધું જ પ્રોસેસ્ડ ફૂડ આપણા શરીરની વાટ લગાડીને વજનના કાંટાને આગળ વધારે છે . છે , જ્યારે તમે આ રીતે ઘરે રાંધવાનું નક્કી કરો છો ત્યારે પહેલાં તો તમારે સામગ્રી બજારમાં જઈને ખરીદવી , શાકભાજી કાપવા . મસાલા બનાવવા જેવી તૈયારી કરવી પડે છે . ત્યારબાદ તમે એને રાંધો છો અને એમાંથી એક વાનગી તૈયાર થાય છે . મતલબ કે તમે સર્જક બનો છો . આને બદલે તમે બહારથી ખાવાનું ઑર્ડર કરો છો ત્યારે તમે કન્ઝયુમર એટલે માત્ર ભોક્તા રહો છો . આની પણ તમારા શરીર અને મનના સ્વાથ્ય પર અસર પડે છે . પાના નં . ૪પર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here