વેજીટેરીયન પુલાવ બનાવવા માટે જરૂરી સામગ્રી :
2 નંગ બટાકા
2 નંગ ડુંગળી
1નાની વાડકી કોબીજ
1નાની વાડકી કેપ્સિકમ
1નંગ લીલું મરચું
1નંગ ટામેટું
લીમડો, 3ચમચી તેલ , ચપટી હિંગ , 2ચમચી જીરું , 1બાઉલ ચોખા , 1ચમચી હળદર , પાવડર , 2ચમચી મરચું પાવડર , 1ચમચી ધાણાજીરૂ પાવડર , 1ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ અનુસાર , 2ગ્લાસ પાણી
વેજીટેરીયન પુલાવબનાવવા માટે ની રીત :
સૌ પ્રથમ બટાકા, ડુંગળી, કોબીજ, કેપ્સિકમ ની ચિપ્સ સમારી લો.
પછી એક કૂકર લઇ તેમાં તેલ લઇ જીરું, હિંગ, લીમડો, મરચું નાખી બટાકા, ડુંગળી, કોબીજ કેપ્સિકમ, ટામેટું નાખી બરાબર મીક્સ કરો. 5મિનિટ થવા દો.
પછી તેમાં ચોખા નાખી મીક્સ કરો 2મિનિટ થવા દો.અને પછી બધા મસાલા નાખી મીક્સ કરી 2ગ્લાસ પાણી નાખી કૂકર નું ઢાંકણું બંધ કરી 3થી 4 સિટી વગાડી દો.અને કોથમીર ભભરાવી સર્વ કરો.