બાળકો માટે વેજ પરાઠા બનાવવાની રેસીપી

બાળકોને દરરોજ અલગ અલગ નસ્તો બનાવી આપી તો ખુશ થઇ જાય છે અત્યારે તો ચોમાસાની સીઝન શરુ થઈ ગય છે એટલે વરસાદમાં ગરમ ગરમ ખાવાનું ખુબ મન થાય છે અને ભૂખ પણ બહુ જ લાગે છે તો આ ગરમા ગરમ પરાઠા બાળકોને બનાવીને આપજો બાળકો ખુબ ખુશ થશે

વેજ પરાઠા બનાવવા માટે જરૂરી સામગ્રી

  1. 1 મોટો બાઉલ ઘઉં નો લોટ
  2. 2 સ્પૂન ચણા નો લોટ
  3. 1/2 સ્પૂન મીઠું
  4. 1 ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  5. 1 નાનું બટાકુ
  6. 1 નાની ડુંગળી
  7. 1 નાની વાટકી કોબી નું છીણ
  8. 1 ટેબલ સ્પૂન ધાણા ભાજી
  9. 1 સ્પૂન લાલ મરચું પાઉડર
  10. 2 નંગ લીલા મરચાં
  11. 1 ટી સ્પૂન હળદર
  12. 1 સ્પૂન ધાણા જીરું પાઉડર
  13. તેલ પરાઠા શેકવા માટે
  14. સર્વ કરવા માટે: ગ્રીન ચટણી , સોસ

વેજ પરાઠા બનાવવાની રીત | veg paratha | veg paratha :

સૌ પ્રથમ બટેટું, ડુંગળી, કોબી, લીલા મરચાં, ધાણા ભાજી ધોઈ ને સુધારી લો. ઘઉં નો લોટ લો તેમાં,ચણા નો લોટ, સમારેલ વેજીટેબલ, મીઠું, મોણ, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર મિકશ કરો. જરુર પડે તો જ પાણી નાંખો. વેજીટેબલ માંથી પાણી છૂટશે તેમાં લોટ બંધાઈ જાય છે. પાંચ મિનિટ રેસ્ટ આપો.

હવે નોન સ્ટીક પેન ગેસ ઉપર મૂકો, વેજ. પરાઠા ના લોટ માંથી લુવો લો અને અટામણ લો અને પરાઠા વણી લો. તેલ મૂકી ધીમા તાપે બધા પરાઠા શેકી લો.

આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ વેજ. પરાઠા સોસ અને ગ્રીન ચટણી સાથે પીરસો અને જમો. ચા અને દહીં સાથે પણ આ યમ્મી વેજ. પરાઠા સરસ લાગે છે.

આવી જ અવનવી વાનગીની રેસીપી મેળવવા કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે રેસીપી શેર કરજો

Related Post :

દિવાળીના તહેવારમાં ચંપાકલી, પૂરીચાટ , ભાખરવડી બનાવવાની રેસિપી વાંચો અને મિત્રો સાથે શેર કરો

મેંગો રાઈસ કેરીની સીઝન પૂરબહાર ખીલી છે ત્યારે આ નવી રેસિપીનો આનંદ માણવા જેવો છે.

ક્રિસ્પી પફ ઘરે બનાવવા માટે ફોટા પર ક્લિક કરો રેસીપી જાણો

મોઢા માં પાણી આવી જાય એવા સ્ટ્રીટ ફૂડ બનાવવાની રેસીપી જાણો

ફરાળી વાનગી બનાવવા માટેની ટિપ્સ અને રેસીપી વાંચો અને શેર કરો

બુધવારની સ્પેશીયલ રેસીપી નોંધી લો

Leave a Comment