એને વાયવરણો પણ કહે છે. વરણાના સાધારણ કદનાં ઝાડ કોંકણમાં ખૂબ થાય છે. તેનાં પાન બીલી જેમ ત્રિદલ હોય છે. પાનની ગંધ ઉગ્ર હોય છે અને દાંડી એરંડાની જેમ લાંબી હોય છે. પાન ખૂબ કડવાં હોય છે, આથી એની ભાજીમાં ડુંગળી વધારે નાખવી પડે છે. એની છાલ ખૂબ ગરમ છે, આથી દુ:ખાવાના સ્થાન પર એનો લેપ કરવામાં આવે છે.
શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઈ હોય તો તેના પર વરણાની છાલનો લેપ કરવાથી થોડા દિવસોમાં ગાંઠ ઓગળીને બેસી જાય છે.
પેશાબ અટકી જતો હોય, જોર કરવાથી અટકી અટકીને આવતો હોય તો વરણો, સરગવો અને ગોખરુ સમાન ભાગે લઈ ઉકાળો કરીને પીવો
કાન નીચે મમપસ-ગાલપચોળીયા-લાપોટીયાનો સોજો આવ્યો હોય તો વરણાની છાલનું ચૂર્ણ અને હળદરનું સમાન ભાગે મિશ્રણ કરી લેપ કરવાથી લાપોટિયું મટે છે.
વરણો ગરમ છે એટલે તે જઠરાગિન પ્રદીપ્ત કરે છે અને આહારનું પાચન કરાવે છે. ભૂખ ન લાગતી હોય તેને માટે વરણાનું સેવન આશીર્વાદ સમાન છે.
વરણો પેટમાં આહારનો સડો અને વાછુટની દુર્ગધ મટાડે છે. જેને ઉર્ધ્વ વાયુથી ઓડકાર આવતા હોય, વાયુથી પેટ ફૂલી જતું હોય તેને વરણો સારી ફાયદો કરે છે. એ વાયુની ગતિ અધોગામી કરે છે.યકૃતની ક્રિયાને સુધારનાર હોવાથી તે પિત્તસારક ગણાય છે. આથી તે પિત્તની પથરી-ગોલ બ્લેડરમાં ખૂબ જ હિતાવહ છે.
હરસ સૂકા હોય તો વરણાનો ઉકાળો સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે. પાકેલા ગુમડા પર વરણાના પાનનો લેપ કરવાથી ગૂમડું પાકીને ફૂટી જાય છે.
ઓમ આયુર્વેદિક સારવાર કેન્દ્ર :- બોટાદ
ચેતન ઠાકોર :- 9265404987
ફોટો બાય :- વનવાસી કવિ
પેશાબ અટકી અટકીને આવે છે | પેશાબ બંધ થવો | પીળો પેશાબ | પેશાબ ની તકલીફ | પેશાબમાં દુખાવાના કારણો | પેશાબમાં બળતરા આયુર્વેદિક ઉપાય જણાવો | પેશાબની ખંજવાળ ઉપાય | પેશાબમાં ઇન્ફેક્શન | પેશાબમાં દુર્ગંધ આવવી |