વધરાવળ (Hydrocele) એટલે શું ? વધરાવળ કોને કહેવાય ? વધરાવળએ એક વ્રુષણકોથળી મા વ્રુષણની આસપાસ જે પ્રવાહી ભેગું થાય છે અને સોજો દેખાય તેને વધરાવળ કહેવામા આવે છે.
નાના બાળકોમા જન્મથી પણ જોવા મળે છે અને મોટા પુરુષોમા પણ બાદમા પણ થતી હોય છે.
રોગો ના પ્રકાર: 1) congenital Hydrocele : આ નાના બાળકોમા જન્મથી જોવા મળતો પ્રકાર છે. ઘણા બાળકોમા બે વર્ષ સુધીમા આપમેળે મટી જતુ હોય છે. 2 વર્ષ બાદ પણ જોવા મળે તો ઓપરેશન ની જરૂર પડતી હોય છે.
2) tunica vaginalis Hydrocele: આ પ્રકાર પુરૂષોમા જોવા મળે છે અને સાઈઝ વધારે મોટી થાય તો ઓપરેશનની સલાહ અપાય છે.
3) અન્ય : આ પ્રકારમા pyocele, haematocele, filarial Hydrocele, encysted Hydrocele of cord વગેરે નો સમાવેશ થાય છે.
રોગના લક્ષણો: શરૂઆતમા આ રોગમા કોઇ લક્ષણો જોવા મળતા નથી. જેમ શરીમાં પ્રવાહીનો ભરાવો વધતો જાય ત્યારે સાઈઝ મોટી થઇ જાય જ ખ્યાલ આવે છે. સાઈઝ ખુબ મોટી થઈ જાય ત્યારે દુખાવો, ખેચાણ, ભારેપણુ જેવ લક્ષણો જોવા મળે છે.
રોગ નુ નિદાન : સર્જન ડોક્ટર દર્દી ના લક્ષણો અને શારિરિક તપાસ કરીને નિદાન કરતા હોય છે અને ત્યાર બાદ જરૂરી રીપોર્ટ કરાવતા હોય છે.
સોનોગ્રાફી: પાકા નિદાન અને પ્રકાર માટે વ્રુષણ ની સોનોગ્રાફી ની સલાહ આપવા મા આવે છે
સારવાર : નાના બાળકોમા થતી વધરાવળમા 2 વર્ષ સુધી રાહ જોવામા આવે છે. પરંતુ બાળકોમા વધરાવળ અને સારણ બન્ને સરખા દેખાતા હોવાથી ખ્યાલ આવ્યે નિદાન માટે સર્જન ને બતાવવુ જરૂરી છે. 2 વર્ષ બાદ પણ રહેતી વધરાવળ માટે ઓપરેશન ની સલાહ આપવામા આવે છે.
પુરૂષો મા થતા વધરાવળ મા સાઈઝ પ્રમાણે અને દર્દીને થતી તકલીફ મુજબ ઓપરેશન ની સલાહ આપવામા આવે છે.
vadhraval meaning in gujarati | vadhraval meaning in hindi | vadhraval | vadhraval meaning in gujarati