સુરતી જૈન ઊંધિયું બનાવવા માટે જરૂરી સમગ્રી:
-
200 ગ્રામ સુરતી પાપડી
-
૨૦૦ ગ્રામ વટાણા વીણેલા
-
100 ગ્રામ લીલા ચણા
-
100 ગ્રામ તુવેરના દાણા
- 2 કાચા કેળા
-
1/2વાટકી કોપરાનું ખમણ
- ૩-૪ લીલા મરચા ની પેસ્ટ
-
1 ઝૂડી કોથમીર બારીક સમારેલી
-
1 કપ બારીક સમારેલી મેથી
- ૧ ચમચો ચણાનો લોટ
- 1 કપ ઘઉંનો કરકરો લોટ
- 1/4 ચમચી હળદર
-
2 ચમચા ધાણાજીરૂ
- 1/4 ચમચી હિંગ
- 1/2 ચમચી જીરૂ
-
4 ચમચી સાકર
-
૨ ચમચા તેલ મોણ માટે
-
1 ટામેટાના બારીક ટુકડા
-
ળવા માટે તેલ
- મીઠું પ્રમાણસર
સુરતી જૈન ઊંધિયું બનાવવા માટેની રીત: સૌ પ્રથમ પાપડી અને દરેક દાણા ને ધોઈ ને,કુકરમાં 2 ચમચા પાણી નાખીને બાફવા મૂકી ત્રણ વિસ્સલ કરીને,તરત જ કુકર ખોલી લેવુ, જેથી પાપડી અને દાણા ગ્રીન કલરના રહેશે. અને દાણાને કુકરમાંથી બહાર કાઢી લેવા . એક બાઉલમાં ૧ વાટકો ઘઉં નો લોટ, 1 ચમચો ચણાનો લોટ, મેથી, કોથમીર,પ્રમાણસર મીઠું, સાકર, ધાણાજીરું, હીંગ, 1/4 ચમચી ઈનો, તથા 2 ચમચા તેલ એડ કરી, બધું બરાબર મિક્સ કરી લેવું. અને પછી જરા જરા પાણી છાંટીને મુઠીયા વાળવા. પછી આ બનાવેલા મુઠીયા તેલમાં લો મીડીયમ ગેસ ઉપર ફ્રાય કરવા. અને ઊંધિયા માટે તૈયાર કરવા કેળાની છાલ ઉતારીને પેલા મોટા મોટા પીસ કરીને ફ્રાય કરી લેવા. તથા એક બાઉલમાં ઊંધિયા નો મસાલો તૈયાર કરો. જેમાં ચાર ચમચા ધાણાજીરૂ. એક જુઓડી કોથમીર બારીક સમારેલી. 1/2 નારિયેળ ખમણેલું.સાકર, મીઠું, ઊંધિયા નો મસાલો. અથવા ગરમ મસાલો.કોરુ બધું મિક્સ કરીને તૈયાર કરવુ. એક પેનમાં તેલ મૂકી ને જેમાં બાફેલા પાપડી અને દાણા વધારવા અને પછી તે 2 ચમચા પાણી એડ કરી કોરો મસાલો થોડો ભરાવો.પછી તે કોરા મસાલા ઉપર ફ્રાય કરેલા કાચા કેળા, અને મુઠીયા, બરાબર ગોઠવી દેવા.અને ફરિવાર તેના ઉપર બધું જ કોરો મસાલો, બરાબર લગાવી દેવો. અને તેના ઉપર ટામેટાં ના પીસ મૂકી દેવા. અને ઉપર બેથી ત્રણ ચમચા પાણી એડ કરી દેવો અને ઢાંકણ ઢાંકી દેવું અને ગેસ લો રાખવો. ૫ થી ૭ મિનિટમાં ઉંધીયુ તૈયાર થઈ જશે. અને પછી ઢાંકણ ખોલીને ગેસ બંધ કરી દેવો. જૈન સુરતી હરિયાળી ઊંધિયું તૈયાર છે હવે તો આ સર્વ કરી શકો છો.
ઉત્તરાયણના તહેવારમાં ઊંધિયું ખાવાની ખુબ મજા આવે છે આ તહેવાર પર દરેકના ઘરમાં ઊંધિયું જરૂર બનતું હોય છે