તુવેર ના ટોથા ના જમો તો ઉતર ગુજરાત ફરેલું નકામું.ધરે બનાવો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર

0
277

આજની મારી વાનગી અતિ પ્રચલિત વાનગી છે. તુવેર ના ટોથા. ઉતર ગુજરાત માં જાવ અને તુવેર ના ટોથા ના જમો તો ઉતર ગુજરાત ફરેલું નકામું. આ વાનગી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોઈ છે.

  • સામગ્રી
  • ૧ કપ/૨૫૦ ગ્રામ સુકી તુવેર
  • ૧ કાંદો છીણી લેવો
  • ૨ ટામેટા છીણી લેવા
  • લીલી પેસ્ટ (૫૦ ગ્રામ લસણ + ૧ ટેબલસ્પુન લીલા મરચાં ની પેસ્ટ + ૧/૨ કપ કોથમીર. આ બધું મિક્સર માં વાટી લેવું)
  • ધાણાજીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • હળદર
  • ગરમ મસાલો
  • રાઈ
  • જીરું
  • હિંગ
  • તેજ પત્તા, સુકા લાલ મરચાં, તજ નો ટુકડો
  • મીઠું
  • ૫ ટેબલસ્પુન તેલ
  • કોથમીર
  • લીંબુ નો રસ
  • સર્વ કરવા માટે: ૧ ટામેટું બારીક સમારેલું૧ કાંદો
  • બારીક સમારેલોમોળી સેવ

રીત:• એક તપેલી માં સુકી તુવેર ને ૨ કપ હુંફાળા પાણી માં ૮-૧૦ કલાક ઢાકણ ઢાંકી પલળવા દો. ત્યારબાદ, તુવેર ઉપર જે કઠઈ પાણી આવ્યું હોય તે કાઢી નાખવું જેથી ટોથા કડવા ન લાગે. હવે ૪-૫ વખત પાણી થી તુવેર ને ધોઈલો. • એક કુક ર માં ૩ કપ પાણી, સુકી તુવેર અને મીઠું ઉમેરી મીડ્યમ તાપે ૭-૮ સીટી વાગે ત્યાં સુધી બફીલો. તુવેર બફાઈ જાય એટલે એને નીતરી લો. ૧ મુઠી બાફેલી તુવેર ને થોડી મેશ કરીલોજેથી માવો ગ્રેવીમાં ઉમેરી શકાય. • એક કઢાઈ માં મીડ્યમ તાપે તેલ ગરમ થવા મુકો અને એમાં રાઈ, જીરું, તેજ પત્તા, સુકા લાલ મરચાં, તજ નો ટુકડો, હિંગ, હળદર અને છીણેલો કાંદો ઉમેરી ફ્રાય કરો. કાંદો ફ્રાય થતા ૫-૬ મિનીટ લાગશે • હવે એમાંલીલી પેસ્ટ ઉમેરી ફ્રાય કરો. લીલો મસાલો ફ્રાય થતા ૨-૩ મિનીટ લા ગશે. લીલો મસાલો ફ્રાય થાય એટલે છીણેલા ટામેટા ઉમેરી ૩- ૪ મિનીટ ફ્રાય કરો.• ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું પાવડર,ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી મિ ક્ષ કરો.બધો મસાલો ફ્રાય થતા ૪-૫ મિનીટ લાગશે થોડી થોડી વારે મસાલો મિક્ષ કરતા રેહવું જેથી મસાલો કઢાવા માં ચોંટે નહીં • મસાલામાં થોડું તેલ છુટું પડે એટલે બાફેલી તુવેરના દા ણા ઉમેરી મિક્ષ કરો. બધો મસાલો તુવેર પર ચડી જાય એટલે, ૧ થી ૧૧/૨ કપ જેટલું પાણી અને મેશ કરેલી તુવેર નો માવો ઉમેરી મિક્ષ કરો. • ઢાકણ ઢાંકી મીડ્યમ તાપે ૮-૧૦ મિનીટ કુક કરો. થોડી થોડી વારે ટોથા મિક્ષ કરતા રેહવું જેથી કઢાઈ માં ચોંટે નહીં. • કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો. સર્વ કરવા માટે • એક ડીશ માં તુવેર ના ટોથા લઇ બારીક સમારેલા કાંદા-ટામેટા અનેમોળી સેવ ભભરાવી સ ર્વ કરો. ટીપ:• સુકી તુવેર હુંફાળા પાણી માંજ પલાળવી જેથી સોડા વાપરવો ન પડે. • ગ્રેવી માં મીઠું સાચવી ને ઉમેરવું કારણ કે તુવેર બાફતી વખતે પણ એમાં આપણેમીઠું ઉમેર્યું હતું. • તુ વેર ના ટોથા ની ગ્રેવી સ્લો થી મીડ્યમ તાપેજ કુક કરવી. • તુ વેર બાફેલું પાણી શાક માં વાપરવું નહીં. • ૧ મુઠી બાફેલી તુવેર ને થોડી મેશ કરી ગ્રેવીમાં ઉમેરવા થી ગ્રેવી ઘટ બને છે. • તમે તમારા ટેસ્ટ મુજબ ગ્રેવી જાડી અથવા પાત ળી રાખી શકો છો એન્જોય!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here