હળદર અને તુલસી સહિતની આ વસ્તુથી પગમાં આવતા સોજા થશે ઓછા લાંબા સમય સુધી પગ લટકાવીને રાખવાથી કે શરીરમાં કોઇપણ પ્રકારની હેલન ચલન ન થવાના કારણથી શરીરના અંગોમાં સોજા આવવા લાગે છે . આમ ઘણી વખત તમને ઓફિસમાં થાય છે કારણકે આખો દિવસ તમે ઓફિસમાં પગ લટકાવીને બેસો છો . જેના કારણે સોજા આવવા લાગે છે . લાંબા સમય સુધી સોજા રહેવા પર તકલીફ વધી જાય છે , તે તમને પણ વધારે પ્રમાણમાં સોજો આવે છે તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો .
તુલસી : તુલસીમાં ટ્રેનિન , સેવોનિન , ગ્લાઇરોસાઇડ અને અલ્કલાઇટ્સ હોય છે . જે બેક્ટરિયાથી લડવામાં મદદ કરે છે . સોજા આવવા પર તમે તુલસીના પાનનો ઉકાળો બનાવીને પી શકો છો . જેનાથી તમને આરામ મળશે . લસણ રોજ ખાલી પેટે ૨-૩ કાચી લસણનું સેવન પેટના ઇન્વેકશનને ખતમ કરવામાં મદદ કરે છે . તે સિવાય ભોજન બનાવતા સમયે પણ લસણનો ઉપયોગ ફાયદા કારક છે .
તે સ્વાથ્ય માટે ખૂબ લાભદાયી હોય છે . સરસિયુઃ સરસિયામાં અનેક પ્રકારના મિનરલ્સ હોય છે . સોજાને ઓછા કરવામાં મદદ કરે છે સરસિયાના તેલમાં ૨-૪ લસણની કળીઓને મિક્સ કરીને ગરમ કરી લોખા અને સોળ વાળી જગ્યા પર હળવા હાથે માલિશ કરો . હળદર : હળદરમાં અઢળક ગુણ રહેલા છે . જે આપણા શરીર માટે ખૂબ લાભદાયી હોય છે . હળદરના પાવડરમાં હળવું સરસિયાનું કે તલનું તેલ મિકસ કરી લો . અને તેની પેસ્ટ બનાવીને સોળ વાળી જગ્યા પર લગાવી દો . તે સુકાઈ જાય તેના કલાક બાદ તેને ધોઇ લો .