શરદી,કફ,ન્યુમોનિયા, વાયરલ તાવ,લોહીને શુદ્ધ કરનાર આયુર્વેદનુ શ્રેષ્ઠ ઔષધ

આજનું ઔષધ તુલસી અતિ પ્રાચીનકાળથી આપણે ત્યાં ઔષધરૂપે તુલસી વપરાય છે અથર્વવેદમાં તુલસીને રક્તશુદ્ધિ કરનાર ગણાવી છે . શરીર પરના સફેદ ડાઘ – કોઢ અને ચામડીના રોગો પર તુલસીને પરમ શ્રેષ્ઠ ગણાવી છે તુલસી શીતજવર ન્યૂમોનિયામાં અને કફજ્વર- લૂ વાઇરલ તાવમાં હિતાવહ છે આયુર્વેદના મત પ્રમાણે તુલસી કફને છૂટો પાડે છે , પેશાબ સાફ લાવે છે આહાર પચાવે છે અને રક્તશોધક છે

તુલસી શરદી દમ જીર્ણજવર અને સ્ત્રીઓના માસિકના દુખાવામાં ખૂબ હિતાવહ છે અજીર્ણનો પણ નાશ કરે છે બંગાળના વૈદ્યો શ્વેતપ્રદર – લ્યુકોરિયામાં તુલસી વાપરે છે આયુર્વેદે તુલસીના બીને ખૂબ જ પૌષ્ટિક માન્યા છે . તુલસી ચા અનેક રોગોમાં વપરાય છે તે ભૂખ લગાડનાર અને સ્ફર્તિદાયક છે ઔષધરૂપે તુલસીનો રસ બેથી ત્રણ ચમચી અને સૂકી તુલસીનું ચૂર્ણ એક ચમચી સવાર – સાંજ મધ સાથે લેવું .-વૈદ્ય આપણી પવિત્ર ઔષધિ ઓમાં તુલસી’ની ગણતરી થાય છે .

તુલા ઉપમાં વા અસ્પતિ ક્ષિયતિ જેની સાથે બીજી કોઈ વનસ્પતિની કે ઔષધીની ગણતરી – સરખામણી શક્ય જ નથી . તુલસીના પાનમાં એક ઊડનશીલ તેલ રહેલું છે જે ઉત્તમ કદન અને જંતુન છે આ તુલસી ગરમ , દાહ અને પિત્ત કરનાર ભૂખ લગાડનાર , ત્વચા અને રક્તવિકારો તથા હૃદય માટે હિતાવહ છે કફ્તા અને વાયુના રોગો જીતનાર છે દરેક ઉંમરની વ્યક્તિઓ તેનો ઉપયોગ કરી શકે છે .

એક ચમચી મધ બે ચમચી આદુનો રસ અને ત્રણ ચમચી તુલસીનો રસ મિશ્ર કરી સવાર – સાંજ પીવાથી કફ્તા રોગોમાં તે ખૂબ સારું પરિણામ મળે છે બાળકોને આનાથી અડધી માત્રા આપવી . સતત કે વારંવાર થતી શરદીમાં સવાર સાંજ ત્રણ ચમચી તુલસીના રસમાં પાંચ મરીનું ચૂર્ણ મેળવી પીવું જોઈએ .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles