ઉપયોગમાં આવે તેવી 13+ રસોઈ ટીપ્સ: ચણાના લોટના લાડુ સ્વાદિષ્ટ બનાવવા?

ઘર અને રસોઇ માટેની ટીપ્સ જરૂરી ટીપ્સ એકવાર અચૂક વાંચજો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો 1).  લાબજાંબુની ચાસણી ઠંડી થયા પછી તેમાં ૧-૨ ટીપાં કેવડાનું એસન્સ ભેડવો તે પછી તેમાં ગુલાબજાંબુ નાખો ખુબ સરસ ગુલાબજાંબુ બનશે. 2).  ભીડા વધારે સમય તાજા રહે એ માટે તેના પર સરસિયું લગાવી દો ભીંડા લાંબા સમય સુધી લંઘાશે નહિ.

3). ભોજનને વારંવાર ગરમ ક્રવાથી તેમાં રહેલા પૌષ્ટિક તત્વો નાશ પામે છે આથી ભોજન ને વારંવાર ગરમ ન કરવું જોઈએ. 4). માખણ લાંબા સમય સુધી પડી રહે તો તેમાંથી વાસ આવવા લાગે છે તો તેમાંથી વાસ ન આવે તે માટે તેમાં ચપટી ખાવાનો સોળા ભેળવી પાણીમાં રાખી મૂકો જેથી માખણ લાંબા સમય સુધી સારું રહેશે વાસ નહિ આવે.5).   ટામેટાને તાજા રાખવા માટે તેના ટોપકા પર સહેજ મીણ લગાવી દેવાથી તે લાંબા સમય સુધી બગડશે નહિ તાજા રહેશે  6). લીલાં મરચાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે  મરચાંના ડીતીયા  તોડી તેને ડબ્બામાં ભરી ફ્રિજમાં મૂકી વધુ સમય તાજા રહેશે બગડશે નહિ.

7). કેસરની સુગંધ અને રંગ વધારે સારા આવે એ માટે તે પાણી  કે દૂધમાં દસ મિનિટ પલાળી રાખો ખુબ સરસ કલર આવશે . 8) શું તમે ઘરે કેક બનાવો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કેકના મિશ્રણમાં લીંબુનો રસ નાખવાથી કેક સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે . 9). આદું લાંબા સમય સુધી તાજું રાખવા માટે પાણી ભરેલી બરણીમાં રાખી ફ્રીજમાં મૂકો લાંબા સમય સુધી સારું રહેશે. લીલાં ટામેટાં એટલે કે કાચા ટામેટાને પકવવા માટે બ્રાઉન પેપર કે  છાપાંમાં લપેટીને રાખવાથી તે ઝડપથી પાકી જશે .10).  દૂધ બળી ગયું હોય તો તેમાં  ચપટી મીઠું નાખી દેવાથી બળી જવાની વાસ નહીં આવે .

11). ચણાના લોટના લાડુ બનાવતી વખતે તેમાં ઝીણો રવાનો લોટ  શેકીને ભેળવી દેવાથી લાડુ વધારે સ્વાદિષ્ટ લાગશે .12).  મસાલાને ટ્રાન્સપરન્ટ કાચની બરણીમાં ભરવાથી તે દેખાવમાં સારા લાગે છે ઉપરાંત તે હાથવગા રહે તેવી રીતે રાખો .

13). ખીર બનાવતી વખતે ચોખા બફાઈ જાય ત્યારે તેમાં સહેજ મીઠું નાખવાથી ખાંડ ઓછી નાખવા છતાં તે સ્વાદિષ્ટ લાગશે . 14). ગેસ પર રસોઈ બનાવતી વખતે બીજું બર્નર ચાલુ કરવા માટે હંમેશાં લાઇટરનો ઉપયોગ કરો દાઝવાના ચાન્સ ઘટી જશે.

આ પણ વાંચો :

Leave a Comment