ચોમાસા દરમિયાન કોઈ પણ ટપાલ રવાના કરતાં પહેલાં સરનામાં પર મીણ ઘસી દો. આથી અક્ષરો ભીંજાશે નહીં.
મધને ચોખ્ખું અને લાંબા સમય સુધી સારું રાખવા માટે તેને સ્વચ્છ બાટલીમાં ભરી અંદર બે-ત્રણ લવિંગ નાખી દો. મોઢામાં દુર્ગંધ આવતી હોય તો જમ્યા પછી એલચી કે વરિયાળી ચાવીને ખાવાથી દુર્ગંધ દૂર થશે.
ગુલાબનાં ફૂલ, ચંપો, ચમેલી અને દૂધીને છીણી આ મિશ્રણને માથાનાં તેલમાં નાખવાથી વાળ કાળા, લાંબા બને છે અને ખોડો દૂર થાય છે.
કપડાં પરથી સાહીના ડાઘ દૂર કરવા માટે કપડાં પર શાહીનો ડાઘ પડયો હોય તો તેના પર મિથીલેટેડ સ્પિરીટ કે પેટ્રોલ ઘસવાથી ડાઘ દૂર થશે.જરીની સાડીઓ પ્લાસ્ટિકની કોથળીમાં ન રાખતાં, કપડાંની કોથળીમાં રાખો. પ્લાસ્ટિકની કોથળીમાં જરી કાળી પડી જશે. –
ગળેહેડકી આવતી હોય તો નાગરવેલનું પાન ચાવી, તેનો રસ ઉતારવાથી હેડકી આવતી બંધ થશે. – ચાના કુચાની ધૂણી કરવાથી માખીઓનો ત્રાસ ઓછા થાય છે.
સાથે આંખોની તાજગી પણ વધશે આંખોને ચકદાર બનાવવા માટે આટલું કરો ચોખ્ખું મધ આંખમાં નિયમિત રીતે નાખવાથી આંખોમાં તાજગી રહે છે અને આંખો ચમકદાર બને છે.
ખીલ અને બ્લેક’હેડસથી છૂટકારો મેળવવા માટે કડવી કાકડી કાપીને ચહેરા પર ઘસો. થોડીવાર રહેવા દો. ત્યાર બાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો.
એક ચમચો દૂધ અને એક ચમચો બદામના તેલમાં તુલસીના સૂકા પાનનો ભૂકો મેળવી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને હળવે હાથે ચહેરા પર ઘસવાથી ખીલ, કાળા દાગ વગેરે દૂર થશે.
જો તમારી ત્વચા(સ્કિન ) સૂકી હોય તો સ્કિન ચમકાવવા આટલા કરો જો તમારી ત્વચા સૂકી હોય તો પાકા કેળાનો માવો કરી તેમાં એક ચમચી મધ અને થોડાં લીંબુના ટીપાં ભેળવી ચહેરા પર લગાવો. સૂકી ત્વચા માટે આ ઉત્તમ માસ્ક છે.
અરીસાને ચકચકિત કરવા માટે આટલું કરો છાપાના કાગળને ભીનો કરી તેના પર થોડી ટુથપેસ્ટ લગાવો. અરીસા પર તે જ્યાં સુધી સૂકાઈ ન જાય ત્યાં સુધી ઘસો. અરીસો ચકચક્તિ થઇ જશે.
read this
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
-
દરેક મહિલાઓને કામમાં આવે તેવી 10+ ઘરગથ્થું ટિપ્સ | tips and tricks
ચોમાસા દરમિયાન કોઈ પણ ટપાલ રવાના કરતાં પહેલાં સરનામાં પર મીણ ઘસી દો. આથી અક્ષરો ભીંજાશે નહીં. મધને ચોખ્ખું અને લાંબા સમય સુધી સારું રાખવા માટે તેને સ્વચ્છ બાટલીમાં ભરી અંદર બે-ત્રણ લવિંગ નાખી દો. મોઢામાં દુર્ગંધ આવતી હોય તો જમ્યા પછી એલચી કે વરિયાળી ચાવીને ખાવાથી દુર્ગંધ દૂર થશે. ગુલાબનાં ફૂલ, ચંપો, ચમેલી અને…