એકવાર જરૂર અજમાવી જુઓ આ કામની ટીપ્સ તમારા ઘણા કામ સરળ બની જશે

0
1

દાંતમાં થતા દુખવાથી રાહત મેળવવા માટે અશોક વૃક્ષનાં પાંદડાં ઉકાળીને તે પાણી ઠંડું પડે એટલે કોગળા કરવાથી દાંતનું દર્દ મટે છે.

સ્વાદિષ્ટ કસ્ટર્ડ બનાવવા માટે ખાંડ સાથે એક-બે ચમચી મધ અને ફીણેલી તાજી મલાઈ નાંખો.

ચપટી ગળીને એક કપ પાણીમાં ઓગાળી એનાથી અરીસો ધોવાથી ચમકી ઊઠશે.

સુટકેસ ગોઠવવાની સાચી ટીપ્સ ઓછી જગ્યામાં કપડા સરસ રહેશે સુટકેસ ગોઠવતી વખતે કપડાં ક્રોસમાં વાળો. એમ કરવાથી કરચલી પડશે તો પણ એક વાર કપડાં ખોલીને હેંગર ઉપર લટકાવવાથી તરત જ નીકળી જશે.

ખૂબ જ અણગમતા અને ગંદા સ્વાદવાળી દવા લેતાં પહેલાં અને લીધાં પછી બરફનો એક ટુકડો ચુસી જવો જેનાથી દવાના સ્વાદની કંઈ ખબર જ નહીં પડે.

મશરૂમ તળતી વખતે સંકોચાઈને કોકડું ના થઈ જાય માટે પહેલાં એના ઉપર ઉકળતું પાણી રેડી દો.-

વાસણનું તળિયું બળી ગયું હોય તો વાસણ સાફ કરવામાં ખુબ વાર લાગે છે અને તળિયે જામેલ કપોટી ઉખડતી નથી આટલું કરો | વાસણનું તળિયું બળી ગયું હોય તો સોડા બાયકાર્બમાં સહેજ પાણી ઉમેરી મિક્સ કરી તળિયે લેપ કરી દો અને આખી રાત રહેવા દો. સવારે બળેલાના પડ તરત ઉખડી જશે.

જો તમને દર વખતે ખરીદી માટે લાંબુ લચ લીસ્ટ બનાવવાનો કંટાળો આવતો હોય તો એક વખત તમારે ખરીદવાની થતી તમામ વસ્તુઓની યાદી તૈયાર કરીને તેની ઝેરોક્ષ કઢાવી રાખો. પછી દર વખતે તમારે જે જે વસ્તુ ખરીદવી હોય તેની સામે ટીક જ કરવાની રહેશે.

જો તમારાં નાનાં બાળકે પેન અથવા પેસ્ટલ ચોકથી લીટા પાડીને દીવાલ બગાડી હોય તો નવેસરથી ધોળાવવા રંગાવવાની જરૂર નથી. એને બદલે નીચેની અડધી દીવાલો કોન્ટ્રાસ કલરના પેઈન્ટથી બોર્ડર આપીને રંગાવી નાંખો. એનાથી સસ્તામાં કામ પતશે. થોડો ઘેરો રંગ પસંદ કરશો તો ઘણા બધા નવા લીટા એમાં ભળી જશે.

જો તમારું શર્ટ ઘણું જૂનું થઈ ગયું હોય અને પહેરી શકાય એવું ન હોય તો બાંયો કાપીને નાની કરી નાંખો. જયારે તમારા બાળકો રંગકામ કરવા બેસે ત્યારે પેઈન્ટીંગ એપ્રન તરીકે એમને પહેરાવો.અજમાવી જુઓ આ ઉપાયો અને જો આવી જ અવનવી tips વાંચવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો

વાસણનું તળિયું બળી ગયું હોય તો આટલું કરો | કડવા સ્વાદવાળી દવા લેતાં પહેલાં આટલું કરો દવાનો સ્વાદ કડવો નહિ આવે | સ્વાદિષ્ટ કસ્ટર્ડ બનાવવા માટે | દાંતમાં થતા દુખવાથી રાહત મેળવવા માટે | સુટકેસ ગોઠવવાની સાચી ટીપ્સ

આ પણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here