દરેક મહિલાને ઉપયોગી કામમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ | રસોઈ ટીપ્સ | કિચન ટીપ્સ

0
2

સફેદ કપડા ખુબ મેલા થયા હોય અને ઝડપથી સાફ કરવા માટે પાણીમાં બે એસ્પિરીનની ગોળી નાંખી, તેનાથી કપડાં ધોવાથી મેલ, માટી વગેરેનાં ડાંધા દૂર થઈ જશે. આ રીતે કપડા ઢોસો એટલે કપડા ધોવામાં વધારે મહેનત કરવાની જરૂર નહિ પડે આરામ થઈ સાફ કપડા સાફ થઇ જાશે અને થાક પણ નહિ લાગે

ફુદીનાની ચટણી સ્વાદિષ્ટ અને ઘટ્ટ બનાવવા માટે એટલું કરો ફૂદીનાની ચટણી બનાવતી વખતે એમાં થોડો અખરોટનો ભૂકો નાંખવાથી તે પાતળી નહીં થાય અને વધુ સ્વાદિષ્ટ પણ લાગશે.

બદામને લાંબા સમય સુધી તાજી રાખવા માટે , બદામ ને લાંબો સમય રાખવાથી બાદમ ખોરી થઈ જાય છે અથવા બદામ બગડી જાય છે જો જો તમે બદામને લાંબો સમય સાચવી રાખવા માંગતા હોય તો ફ્રીઝમા મૂકી શકો છો અને બદામના ડબ્બામાં ત્રણ-ચાર ચમચા સાકર નાંખી દેવાથી બદામ લાંબા સમય સુધી બગડશે નહીં અને તાજી રહેશે.

મધમાખી કે ભમરી ડંખ મારે તો કાચી ડુંગળીનો રસ તેના પર લગાવવાથી ફાયદો થશે.

ભ્રમરના વાળ ખરતા હોય તો રાત્રે સૂતી વખતે એના પર સહેજ દિવેલ ચોપડી દો. પંદર જ દિવસમાં એનું પરિણામ દેખાશે. અને ભ્રમરના વાળ ખરતા બંધ થઈ જશે

ગુંદર સુકાઈ જાય તો બાટલીમાં હૂંફાળો સરકો નાંખી રાખો. થોડી વારમાં ગુંદર વાપરી શકાય તેવો થઈ જશે.

વાળ લાંબા અને શીલકી બનાવવા માટે આંબળા અને શિકાકાઈ મિક્સ કરીને અઠવાડિયામાં બે વખત નિયમિત રીતે માથું ધોવાથી, વાળને કુમળો તડકો અને હવા આપવાથી વાળ લાંબા થાય છે.

પલકનું શાક બનાવતી વખતે શાકનો કલર લીલો જ જળવાઈ રહે એ માટે આટલું કરો પાલકમાં ચપટી ખાવાનો સોડા નાંખીને ખુલ્લી રાંધવાથી એનો રંગ એકદમ લીલો રહે છે.

છોલે ભટુરે બનાવતી વખતે ભટુરે સ્વાદિષ્ટ બનાવવા માટે ભટૂરે બનાવતી વખતે મેંદામાં બાફેલા બે બટાકા મસળીને લોટ બાંધો. એનાથી ભટૂરા સ્વાદિષ્ટ બનશે.

હાથપગના તળિયામાં બળતરા થતી હોય તો આટલું કરો રાહત થશે હાથપગના તળિયા બળતા હોય તો થોડા દિવસ સુધી નિયમિત રીતે એરંડિયું લગાવો. એનાથી લાભ થશે. આંખોમાં બળતરા થતી હોય તો શુદ્ધ ગુલાબજળના ટીપાં નાંખો. એનાથી રાહત થશે.

આદુ ને લાંબા સમય સુધી તાજું રાખવા માટે આદું વધારે ખરીદી લઈને ક્યારામાં દાટી દેવું. જરૂર હોય ત્યારે ખોદીને થોડું થોડું વાપરી શકાશે અને લાંબો સમય તાજું રહેશે.

સુકાઈ ગયેલ કોથમીરને તાજી કરવા માટે ખાસ અગત્યની ટીપ્સ કોથમીરનાં પાંદડાં વીલાઈ / સુકાઈ ગયાં હોય તો એની ડાળખીને નીચેથી કાપીને પાણીમાં રાખો. બે-ત્રણ કલાકમાં પાંદડીઓ તાજી થઈ જશે.

શાક તીખું થઈ ગયું હોય તો શાકની તીખાસ દુર કરવા શું કરવું તેમાં શાકના પ્રમાણમાં ટામેટાની ગ્રેવી અથવા દહીં નાંખીને થોડીવાર રાંધો.

Plugins

થર્મોસ વધારે સમય બંધ રહેવાથી થર્મોસમાં વાસ આવે છે થરમોસમાં વાસ મારતી હોય તો છાશમાં મીઠું નાંખીને તેનાથી થર્મોશ સાફ કરવાથી થર્મોસ સાફ થઇ જશે અને થર્મોસમાંથી વાસ નહિ આવે

સફેદ કપડા ખુબ મેલા થયા હોય અને ઝડપથી સાફ કરવા માટે | શાક તીખું થઈ ગયું હોય તો શાકની તીખાસ દુર કરવા શું કરવું | સુકાઈ ગયેલ કોથમીરને તાજી કરવા માટે | આદુ ને લાંબા સમય સુધી તાજું રાખવા માટે | હાથપગના તળિયામાં બળતરા થતી હોય તો | બદામને લાંબા સમય સુધી તાજી રાખવા માટે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here