ઉપયોગમાં આવે તેવી હેલ્થ ટીપ્સ અને ઘર ગથ્થુ ટીપ્સ | healthtips | kitchen tips | recipe

0
1

કેરીના ગળ્યા અથાણાને સ્વાદિષ્ટ બનાવવા માટે અને અથાણું જલ્દી પચી જાય એ માટે અથાણામાં નાખી ડો આ એક વસ્ય્તું અથાણાનો સ્વાદ બમણો થઇ જશે અને અથાણું ખાધા પછી ઝડપથી પછી જશે કેરીના ગળ્યા અથાણામાં થોડું છીણેલું આદું નાંખો. એનાથી અથાણું સ્વાદિષ્ટ બનશે અને જલદી પચી જશે.

કોળાના શાકનો સ્વાદ વધારવા માટે કોળાના શાકને ચણાની પલાળેલી દાળની સાથે બનાવો. એનાથી શાકની મજા ઓર જ આવશે.

ચોખાને લાંબા સમય રાખવાથી તેમાં ભેજ લાગે છે અને આ ભેજના લીધે ચોખામાં ધનેડા એટલે કે જીવાત થઈ જાય છે જો તમે ચોખાને આખું વર્ષ દરમિયાન સ્ટોર કરવાનું વિચારી રહ્યા છો તો ચોખામાં મીઠાના આખા ગાંગડા નાંખવાથી તેમાં જીવાત નથી પડતી. અને આખું વર્ષ દરમિયાન ચોખા સ્ટોર કરી શકાશે

ચાની વપરાયેલ ભૂકી ને ફેંકી ન દો આ રીતે ઘરની સફાયમાં કરો ઉપયોગ ચાની વપરાયેલી ભૂકી વડે બારીના કાચ સાફ કરવાથી બારીના કાચ ચમકી ઊઠરશે.

જો તમે નખ વધારવાના શોખીન છો અને તમે ઈચ્છો છો કે તમારા નખ મજબુત અને સુંદર બને તો લીંબુના રસનો કરો આ રીતે ઉપયોગ લીંબુંનો રસ કાઢ્યા પછી તેની છાલને નખ પર ઘસવાથી નખ મજબૂત અને સુંદર બને છે.

ખીલાને ગુંદરમાં બોળીને ભીંતમાં ઠોકવાથી તે મજબૂત રહેશે. અને નીકળશે નહિ

ગરમ કપડા શિયાળાની સિઝનમાં જ ઉપયોગમાં આવે છે આખું વર્ષ દરમિયાન રાખી મુકવા પડે છે એટલે શિયાળાની સીઝન પૂરી થાય એટલે કપડા તમે કબાટમાં રાખો ત્યારે ગરમ કપડા સાથે રાખો આ વસ્તુ . ગરમ કપડાંના વપરાશ પછી એ કપડાંને ધોઈને બેગ કે થેલામાં ભરી ૨૫-૩૦ લવિંગ સાથે રાખવાથી જીવાત પડશે નહિ.

શિયાળામાં ઘણા લોકોને માથામાં ખોડો થઇ જતો હોય છે તો માથામાં થતો ખોડાથી છુટકારો મેળવવા માટે કડવા લીમડાંના પાંદડાંને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી ખોડો મટે છે. અથવા લીંબુ માથામાં ઘસવાથી પણ ખોડાથી છુટકારો મળે છે

શરદીના લીધે અવાજ બેસી ગયો તો અવાજ ખોલવા માટે આટલું કરો અવાજ બેસી ગયો હોય તો પાણીમાં મધ મેળવી, તેના કોગળા કરવા. તેથી આવાજ ખૂલી જશે.

જો તમારા શરીરની ક્રાંતિ વધારવી હોય તો ચણાનો લોટ અને દહીંનું મિશ્રણ શરીર પર માલીશ કરવાથી શરીરની ક્રાંતિ ખીલશે.

દાંત પીળા પડી ગયા હોય અને દાંત સફેદ કરવા માટે વડનું દૂધ રૂના પૂમડાંથી દાંતમાં લગાવવાથી દાંતની પીડા મટશે. થોડા પાણીમાં બે-ત્રણ ટીપાં લીંબુંનો રસ નાંખી તે વડે બ્રશ કરવાથી દાંત વધુ ઉજળા બને છે.

ચપ્પા પર લાગેલ કાટ દુર કરવા માટે ડુંગળીનો રસ ચપ્પાની ધાર પર ચોપડવાથી તેનો કાટ નીકળી જશે. દાઝ્યા ઉપર મધ ચોપડવાથી રાહત થશે. ઝાડા ને બંધ કરવા માટે દાડમની છાલનું ચૂર્ણ દહીં સાથે લેવાથી ઝાડા બંધ થાય છે.

જો તમને વારંવાર ગુસ્સો આવતો હોય મગજની ગરમી હોય તો ગાયના દૂધમાં ૨૦ ગ્રામ કિસમિસ ઉકાળી રાતે સૂતી વખતે રોજ પીવાથી મગજની ગરમી નીકળી જઈ શાંતિ થશે અને મગજ સુધરશે.

ખોરું કોપરું મૂળાના રસમાં ઘસીને ઉંદરના ડંખ ઉપર લેપ કરવાથી પીડા શમી જાય છે અને ઉદરવાનો રોગ થવાનો સંભવ રહેતો નથી.

ફ્લુનો તાવ કલાક-દોઢ કલાકમાં ઉતારવા માટે આટલું કરો ફુલુનો તાવ ચડયો હોય તો તુલસીના પાનને ધોઈ, તેમાં મરીનો ભૂકો મેળવીને ચાવીને ખાવા શરૂ કરો. જેમ જેમ તુલસી-મરીનું મિશ્રણ પેટમાં જતું જશે તેમ તેમ ફુફ્લુનો તાવ ઊતરતો જશે. કલાક-દોઢ કલાકમાં તો તાવ ગયો સમજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here