દરેક લોકોને કામમાં આવે તેવી ૧૩ + ટીપ્સ અને ટ્રીક્સ

મુખમાંના છાલાથી રાહત પામવા દિવસમાં વારંવાર મીઠાના પાણીથી કોગળા કરવા.

ઘરનું દહીં અને સંતરાના રસનું મિશ્રણ વાનને નિખારે છે. પાણીની છાલક મારી ચહેરો  સાફ કરવો. એક ચમચો દહીં અને સંતરાનો રસનું મિશ્રણ લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું.

શર્ટના કાળા થયેલ કોલર સફેદ કરવા માટે સૌથી પહેલા ગંદા કોલર ગરમ  પાણીમાં પલાળીને થોડીવાર માટે રાખો. હવે કોલર પર બેકિંગ સોડા લગાવીને  10 મિનિટ સુધી રેહવા  10 મિનિટ પછી બ્રશથી સાફ કરી લો ત્યારબાદ સારા  પાણીથી ધોઈ લો.

એક ચમચો તાજુ દહીં, મધ અને લીંબુનો રસ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવી સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. આ પેસ્ટ સ્કિન વ્હાઇટનિંગ’નું કામ કરે છે.

એક ચમચી ચંદન પાવડર, લીંબુનો તથા ટામેટાનો તાજો રસ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડવાથી વાન નિખરે છે.

વેફરને ક્રિસ્પી બનાવતા પહેલા તેના પર મીઠાવાળુ પાણી છાંટવું.

કોપરેલથી શરીરે મસાજ કરવાથી શુષ્ક ત્વચાથી લઇ દરેક પ્રકારની ત્વચા પર એક પ્રભાવી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે.

કોથમીરના દાંડા કાપી અખબારમાં લપેટીને રેફ્રિજરેટરમાં રાખવાથી તાજી રહે છે. કાંદામાની તીખાશ દૂર કરવા કાંદાને મીઠાના પાણીથી ધોવા.

દૂધમાં એલચી નાખીને રાખવાથી દૂધજલદી બગડતું નથી. ખાસ કરીને ગરમીમાં દૂધ આ રીતે  રાખવું.

એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક લીંબુનો રસ તથા બે ચમચા મધ સવારે નયણે કોઠે પીવાથી શરીર પરનો મેદ ઊતરે છે.

રોટલીનો લોટ  હુંફાળું પાણી તથા દૂધથી બાંધવાથી રોટલી મુલાયમ તથા સ્વાદિષ્ટ થાય છે.

બ્રેડને એલ્યુમિનિયમ ફોઇલમાં રાખવાથી તાજા રહે છે.

દાડમના રસમાં સાકર ભેળવી પીવાથી પેઢા મજબૂત થાય છે.

Leave a Comment