સુપર કિંગ બનવા માટેની ઘરગથ્થું ટિપ્સ જરૂર અજમાવજો

જો તમારા કાનમાં સબકા આવતા હોય કે કાનમાં દુખાવો થતો હોય તો આટલું કરો તુલસીના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો મટે છે

રસોઈ બનાવતી વખતે પ્લેટફોર્મ પર પ્પૂરી કે રોટલી બનાવતી વખતે તમારી કામ કરવાની જગ્યાએ ન્યુઝ પેપર પાથરી દો. તેનાથી તમારે પાછળથી સાફ કરવાનો સમય બચશે.

આખો દિવસ કામ કરીને શરીરનો થાક ઉતારવા માટે આટલું કરો થાક ને ચક્કર દૂર કરવા મધમાં થોડો સરકો નાંખીને બંનેને સારી રીતે મિક્ષ કરો. પછી એને કોઈ બાટલીમાં ભરો. રોજ નરણે કોઠે એક

તમારા ચહેરાને ખીલવવા માટે મલાઈ, ગાજરનો રસ, સંતરાનો રસ તેમજ મધને લગાવવાથી ચહેરો ખીલી ઊઠશે.

બેસી ગયેલ અવાજ ખોલવા માટે આટલું કરો જો ગળાનો અવાજ બેસી ગયો હોય તો એક કપ ગરમ પાણીમાં એક ચમચો મધ નાંખીને કોગળા કરવાથી અવાજ ખૂલી જશે.

વડા બનાવતી વખતે આટલું સ્વાદ બે ગણો વધી જશે મગ અથવા અડદની દાળના વડા બનાવતી વખતે પલાળેલી દાળમાં થોડા આખા ધાણા નાંખો. એનાથી વડાનો સ્વાદ વધી જશે.

દહીં નો સ્વાદ વધારવા માટે દહીં જમાવતી વખતે દૂધમાં પાંચ છ નંગ કાજુનો ભૂકો મેળવી દો. એનાથી દહીંનો સ્વાદ સરસ બનશે.

બરફી જમાવ્યા પછી જો થોડી નરમ રહી જાય તો એને થોડીવાર સુધી ફ્રિજમાં મૂકી દો તો બરફી કઠણ થઈ જશે.

સૂપનો સ્વાદ વધારવા માટે સૂપ કે રાયતાનો સ્વાદ વધારવા માટે એમાં સૂકા ફૂદીનાનું ચૂરણ મેળવી દો.

બાર મહિના મસાલા સાચવી રાખવા જેમકે ધાણાજીરૂ, હળદર વગેરેમાં હિંગ અથવા મીઠાના ગાંગડા નાંખવા. બાર મહિના સુધી મસાલા બગડશે નહિ

ગળામાં વાળ જતો રહે તો ગરમ ગરમ ભાતનું ઓસામણ પીવાથી વાળ નીકળી જાય છે.

બ્રેડની કોઈપણ તળેલી વસ્તુ જો બનાવવી હોય તો પહેલાં બ્રેડને જરા કડક કરી લો. ટોસ્ટર અથવા તવી પર, જેથી તળતી વખતે તેલ બહુ ન પીવાય જેવાં કે બ્રેડ, રોલ, બ્રેડના ભજિયાં. — ચીઝને ખમણતી વખતે છીણી પર જરા તેલ લગાડવાથી ચીઝ છીણીને ચીટકશે નહિ.

ઈડલીના ખીરાને આથો આપતી વખતે તેમાં ૮ થી ૧૦ દાણા મેથીના, અડધી ચમચી સાકર અને મીઠું નાખવાથી આથો સારો આવશે અને બનાવતી વખતે સોડાની બહુ જરૂર નહીં પડે ખૂબ જ પહોંચી પડશે

Leave a Comment