ઉનાળમાં આ ચાર જ્યુસ પીશો તો ગમે એવી ગરમીમાં શરીરને ઠંડક મળશે

0
1158

ઉનાળામાં આ ચાર જ્યૂસનું સેવન કરવાથી આરોગ્યમાં લાભ થશે

ઉનાળાની શરૂઆત થાય કે તુરંત જ શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પણ થવા લાગે છે. સૌથી વધારે ડિહાઇડ્રેશનની ફરિયાદ રહેતી હોય છે. આ સિવાય ખાધેલો ખોરાક ન પચવાનું અને એસીડીટી થવાનું પણ વધી જાય છે. પાચન સંબંધિત ઘણી સમસ્યા આ દિવસો દરમિયાન પરેશાન કરે છે. પરંતુ જો તમે પોતાના દૈનિક આહારમાં કેટલાક ફેરફાર કરો તો ઉનાળા દરમિયાન પણ શરીર ફિટ રહે છે. ઉનાળાના દિવસોમાં દિવસ દરમિયાન પ્રવાહી પદાર્થ વધારે લેવા જોઈએ. કારણ કે આ સમય દરમિયાન શરીરને તરલ પદાર્થની જરૂરિયાત વધારે હોય છે. આજે તમને એવા ચાર જ્યૂસ વિશે જણાવીએ જેને પીવાથી શરીરમાં ઊર્જા રહે છે અને સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.

Table of Contents

પાલકનો રસ

પાલક ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે. ગરમીના દિવસોમાં તેનું જ્યૂસ બનાવીને દિવસમાં એક વખત પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને રક્તની ખામી પણ સર્જાતી નથી.

કારેલાનો રસ:

સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. કારેલાના જ્યૂસનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ખાસ ફાયદો થાય છે. સાથે જ તેનાથી કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.

દૂધીનો રસ:

દૂધીના રસમાં વિટામિન સી, ફોસ્ફરસ, આયરન જેવા તત્ત્વો હોય છે. ગરમીના દિવસોમાં દૂધીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને ડિહાઇડ્રેશનની ફરિયાદ રહેતી નથી

એલોવેરા નો જ્યૂસ

એલોવેરામાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. તેના જ્યૂસનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here