મગ દાળનો હલવો બનાવવા જરૂરી સામગ્રી: ૧ કપ મગ ની મોગર દાળ, ૧.૫ કપ ઘી, ૧.૫ કપ ખાંડ, ૫૦૦ ગ્રામ દૂધ, ૨-૩ ચમચી પિસ્તા ની કતરણ, ૧ ચપટી કેસર, ૧ ચમચી ઇલાયચી પાઉડર
સૌપ્રથમ દાળને ધોઈને ત્રણ-ચાર કલાક માટે પલાળી મુકવી. દાળ પલડી જાય એટલે તેને મિક્સરમાં પીસી લેવી. હવે એક પેનમાં ઘી લઈ તેમાં પીસેલી દાળ લો અને તેને આછા બદામી રંગ થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં દૂધ ઉમેરી અને દૂધ દાળમાં ભડી જાય ત્યાં સુધી શેકો તેમાં ખાંડ પણ ઉમેરો બધાને સરખું શેકાવા દો બધું દૂધ શોષાઈ જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી તમે તેને શેકતા રહો. હવે તેમાં ઇલાયચી પાઉડર અને પીસ્તા ની કતરણ અને કેસર નાખી સરખું મિક્ષ કરીને સર્વ કરો
સુખડી બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 વાટકી ઘઉં નો લોટ, 3/4 વાટકી ગોળ સમારેલો, 1/2 વાટકી ઘી, 7-8 નંગ બદામ કાપેલા, 1 ચમચી ખસખસ
સુખડી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક વાટકી ઘઉં નો લોટ લો. અને ચાળી લો. ત્યાર બાદ ઘી અને ગોળ પણ માપ પ્રમાણમાં લો. અને બદામ કાપી લો. એક ડીશ લઈ તેને ઘી વડે ગ્રીસ કરી દો. હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ઘઉં નો લોટ શેકી લો. ઘઉં નો લોટ શેકાઈ જાય એટલે તેમાં બદામ ઊમેરી હલાવી દો. પછી ગેસ બંધ કરી તેમાં ગોળ ઊમેરી બરાબર હલાવી મીક્સ કરી દો. યાર બાદ ગ્રીસ કરેલ ડીશ માં મીશ્રણ ને પાથરી તેમાં ચપ્પુ વડે કાપા પાડી ઠંડુ થવા દો. ત્યાર બાદ ખસખસ વડે સજાવટ કરી સવઁ કરો. સુખડી બધાને ખુબ ફેવરીટ હોય છે.
ચોખાની ખીર બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ લિટર દૂધ, ૧ વાટકી ચોખા, ૫-૬ કેસરનાં તાંતણાં, ૧ વાટકી ખાંડ, ૪-૫ ઈલાયચીનો ભુક્કો, ૮-૧૦ બદામ- પિસ્તાની કતરણ, ૮-૧૦ ચારોળી, જરૂર મુજબ પાણી
ચોખાની ખીર બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક વાટકી ચોખાને સારીરીતે ધોઈ ૧૫ મિનિટ સુધી પલાળીને રાખો. ચોખા પલળી ગયા પછી તેને કુકરમાં પાણી નાખી ને એક સીટી કરી લો. પછી તૈયાર થયેલ ભાતને હેન્ડમિકસીની મદદથી સ્મેશ કરી લો. હવે એક નોનસ્ટિકપેનમાં દૂધ ગરમ કરવા મુકો, ગરમ કરેલા દૂધમાં ભાતની પેસ્ટ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં ખાંડ, કેસર ઉમેરી હલાવો અને ધીમે તાપે ૧૫ મિનીટ માટે ઉકાળો.હવે તેમાં ઇલાયચી નો ભુક્કો, ચારોળી અને બદામ-પિસ્તાની કતરણ ઊમેરી ખીરને હલાવીને ગેસની ફ્લેમ બંધ કરી દો. તો તૈયાર છે ચોખાની ખીર તેને ગરમ અથવા ઠંડી કરીને પીરસો.