ચોમાસમાં દરેક વસ્તુમાં ભેજ ખુબ ઝડપથી લાગતો હોય છે આ ભેજ થી બચવા માટે આપને ઘણા પ્રયત્નો કરતા હોય છીએ ખંડમાં એક વખત ભેજ લાગે એટલે ખાંડ ઓગળવા લાગે છે તો આવો જાણીએ ખાંડમાં લગતા ભેજથી બચવાના ઉપાય
જો તમે પ્લાસ્ટિકના ડબામાંથી બીજા ડબ્બામાં ખાંડને નાખવાના હોય તે પહેલા તે ડબ્બામાં થોડાક ચોખ્ખા ભરવા જેથી કરીને તે ડબ્બામાં રહેલો બધો ભેજ ચોખા શોષી લેશે અને ખાંડમાં ભેજ નહિ લાગે અબે ખાંડ સંપૂર્ણપણે સલામત રાખે છે. તમે ખાંડને બરણીમાં મૂકી રહ્યા હોવ ત્યારે, ખાતરી કરો કે તે સંપૂર્ણપણે સૂકી છે. બરણીની સાથે ઢાંકણ પણ સૂકું હોવું જોઈએ, જો તમને લાગે છે કે બરણીમાં ભેજ છે તો બ્લોટીંગ પેપરનો ઉપયોગ કરો. પહેલા તેમાં બ્લોટીંગ કાગળ નાખો અને તે પછી તેમાં ખાંડ ભરો. ચોખાની જેમ, બ્લોટીંગ પેપર પણ પાણી શોષી લે છે.
ખાંડને ભેજથી બચાવવા માટે, ખંડના ડબ્બામાં ઉપર 5 થી 6 લવિંગ મૂકવા વરસાદની ઋતુમાં કોઈ ભેજ રહેશે નહીં, આ મ કરવાથી ખાંડના ડબ્બામાં કીડીઓ પણ નહીં આવે. વરસાદની મોસમમાં ખાંડથી કીડીઓને દૂર કરવાનો આ એક અસરકારક માર્ગ છે. કપડામાં 5 થી 7 લવિંગ બાંધી શકો છો અને તેને બરણીમાં રાખી મુકવા આમ કરવાથી ખંડમાં ભેજ પણ નહિ લાગે અને કીડી પણ નહિ આવે ખાંડની બાજુમાં.
ચોમાસું આવતાની સાથે જ ખાંડને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખતા હોય તો કાચની બરણીમાં રાખવી વરસાદની મોસમમાં પ્લાસ્ટિકના બોક્સમાં ભેજ આવી જાય છે, પરંતુ જો ખાંડને કાચની બરણીમાં રાખો છો, તો પછી ભેજ આવશે નહીં. તમે ખાંડ કાઢો છો ત્યારે હંમેશા સૂકા વાસણનો ઉપયોગ કરવો જોઈએ. ભીના ચમચીના ઉપયોગથી પણ ખાંડમાં ગઠ્ઠો થાય છે. અને ભેજ લાગી જાય છે