આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત

જીરામાં જીવત ન પડે એ માટેના ઉપાય, અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે, હળદરને આખુ વર્ષ સાચવવા માટે, મગ કે ચોખામાં જીવાત ન પડે એ માટેના જીરામાં જીવાત ન પડે તે માટે જીરું શેકી ઠંડુ પડે એટલે હવાચુસ્ત બરણીમાં એક પારાની ટિકડીઓ સાથે ભરી દેવી. મેથી, રાઈ અને અજમામાં પારાની ટિકડી મૂકવી. ટીકડી રંગ બદલાઈ જાય ત્યારે તે ટિકડીઓ બદલી નાખવી.

બધા મસાલા પર સીધી ગરમી ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. મસાલાને ફ્રિજમાં રાખવા જરૂરી નથી કે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની પણ જરૂરી નથી. બસ એટલું ધ્યાનમાં રહે કે મસાલાને હવા ન લાગે તેવી હવાચુસ્ત બરણીમાં ભરવા જરૂરી છે કાચની બરણી ખુબ હિતાવહ છે. કારણ કે પ્લાસ્ટિકની બરણીમાં તેની વાસ બેસી જવાનો થોડોક ભય રહે આથી બને ત્યાં સુધી કાચની બરણીનો ઉપયોગ કરવો.

ટિકડીઓ અનાજ અને કઠોળ સાચવવા માટે કામ લાગે છે. ઘઉં, ચોખા કે કઠોળ પણ હવાચુસ્ત ડબ્બામાં જ ભરવા જોઈએ. ઘઉં અને ચોખા બને ત્યાં સુધી એરંડિયાથી [દિવેલથી] દઈને ભરવાથી ક્યારેય બગડતાં નથી. દિવેલ તો આમ પણ તબિયત માટે ખુબ સારું કામ કરે છે. ચોખામાં દિવેલ ન નાખવું હોય તો મીઠું તેલ પણ લગાવી શકો છો.

દિવેલને ગરમ કરીને ઠંડુ પડે પછી જ તેને અનાજ મોવા માટે ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકોને દિવેલનો સ્વાદ અનુકૂળ નથી આવતો તો ઘઉંને સૂરજનાં તાપે સૂકવી ઠંડા પડે તેને ડબ્બામાં ભરો સાથે આ પારાની ટિકડીઓ નાખી રાખવાથી વર્ષ ભર ઘઉં બગડતાં નથી. ચોખાને આખા વર્ષ માટે ભરવા તેના ડબ્બામાં નીચે સૂકા કડવા લીમડાનાં પાન ડાખળી સાથે મૂકવાથી બગડતાં નથી આખું વર્ષ સારા રહે છે.

હળદરને તાજી અને સૂકી રાખવા તેમાં હિંગનાં ગાંગડા મૂકી રાખવા તેથી હળદર સારી રહેશે હળદરને બરણીમાં ભરતા પહેલા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે પછી કોઈપણ મસાલા બરણીમાં ભરતાં તેને ચમચાથી કે વાડકીથી દાબીને ભરવાં જોઈએ જેથી તેમાં હવા ન ભરાય કે જીવાત પડવાની શક્યતા ન રહે. આજ રીતે લાલ મરચામાં અને ધાણાજીરામાં હિંગનાં ગાંગડા મૂકી સાચવી શકાય છે. હિંગમાં મસાલા તાજા રાખવાનું કામ કરે છે તેમજ હિંગ પાચનક્રિયામાં મદદ કરે છે. ઘણી ગૃહિણીઓ હળદર, લાલ મરચા અને ધાણાજીરાને તેલમાં મોઈને સાચવે છે પણ આગળ જતાં તે કાળા પડી જાય છે પરંતુ હિંગનાં ગાંગડા મસાલામાં મૂકવાથી મસાલાનો રંગ એવો તાજો જ રહે છે.

કઠોળને સૂરજનાં તડકામાં ન સૂકવવા. મગને આખા વર્ષ માટે સાચવવા છૂટ્ટો પારો નાખી કાચની બરણીમાં જ ભરવા અને વાપરતી વખતે ચાળીને વાપરવા જેથી પારો નીકળી જશે. પારો ઍલ્યુમિનિયનાં વાસણને કે સોના ચાંદીને અડકે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું નહિતર પારો ઍલોય થઈ જશે એટલે કે પારાના ટુકડા થઈ જશે. બીજા કઠોળમાં પણ પારાની ટિકડીઓ મૂકી શકાય. આ કઠોળ કાચની બરણીમાં કે ટપરવેરનાં ડબ્બામાં જ ભરશો તો બગડશે શકાય. આખી તુવેરને મીઠા સાથે ભરવાથી તેમાં સડો થતો નથી.

પારાની ગોળી ને તમે ઘઉ, ચોખા ,જુવાર , બાજરી જેવા કોઈ પણ અનાજ માં મૂકી શકાય . આ ગોળી મગ ,ચણા ,તુવેર , ચોળા,મગ ની દાળ , ફોતરા વાળી મગની દાળ ,ચણા ની દાળ , જેવા કઠોળ માં મૂકી શકાય.આ ગોળી હળદર , મરચાં, ધાણા જીરું, ગરમ મસાલો જેવા મસાલા માં મૂકી શકાય છે. આ ગોળી પૌંઆ , નુડલ્સ , પાસ્તા , સીંગદાણા વગેરે જેવી વસ્તુઓ માં મૂકી શકાય છે. આ ગોળી તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ માં પણ મૂકી શકો છો.1kg વસ્તુ માં 4 ગોળી મૂકવી જરૂરી છે. આ ગોળી સિમેન્ટ તથા પારા માંથી બનાવેલી છે. તેની ઓગળવાની કોઈ જ શક્યતા નથી. આ ગોળી હાથ થી ઘરે જ બનાવવામાં આવે છે. આ ગોળી અનાજમાં મુકવાથી કિલ્લા,ધાનેરા, મગાતારા જેવી જીવાત પડતી નથી.અને અનાજ બગડતું નથી

Leave a Comment