સોયાબીન ડાયાબિટીસનું જોખમ ઘટાડી મેટાબોલિઝમ સુધારે છે કોલોરેક્ટલ કેન્સર સામે પણ રક્ષણ આપે છે હેલ્ડે ડેસ્કઃ સો યાબીન બીજની એક જાતિ છે, જે વિશ્વભરમાં વપ રાય છે. સોયાબીન માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને તેની ખેતી કરવી પણ સરળ છે. સોયાબીન મેટાબોલિઝમ તો સુધરે જ છે પણ સાથે તે હૃદયને પણ સુરક્ષિત કરે છે અને કોલોરે ક્ટલ કેન્સર સામે રક્ષણ આપે છે. આયુર્વેદચાર્ય ડો. ચંદ્રમોહન પાંડે કહે છે કે, સોયાબીનમાં આયર્ન હોય છે. તે સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્ત્રીઓને એનિમિયા અને હાડકાંના રોગથી બચાવવામાં સોયાબીન મહત્ત્વપૂર્ણ ભૂમિકા . ભજવે છે.સોયાબીન કેલ્શિયમનો સારો સ્રોત છેઆયર્ન અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્ત્વોથી ભરપૂર સોયાબીન પાચન સુધારે છે સૌ થી મહત્ત્વની બાબત એ છે કે, સોયાબીન આજકાલ ઝડપ થી વિકસતા રોગ ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે. બાફેલી સોયાબીન કેલ્શિયમનો સારો સ્રોત ગણાય છે. સોયાબીનમાં 52% પ્રોટીન અને માત્ર 19% ચરબી હોય છે.
સોયાબીન ખાવાના ફાયદાદિવસમાં એકવાર સોયાબીનના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી પેટ સાફ રહે છે અને એસિ ડિટી દૂર થઈ જાય છે.સોયાબીન બાળકો, વૃદ્ધો, ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓમાં સ્થૂળતા ઘટાડવા માટે ખૂબ જ ઉપયો ગી છે.નબળાઇ આવે તો સોયાબીન અને ફણગાવેલો ખોરાક ખાવો જોઈએ.સોયાબીન પ્રોટીન અને કુદરતી ખનિજોથી ભર પૂર છે, જે શરીરને વિકસિત કરે છે.ડાયાબિટીસથી પીડાતા દર્દી ઓમાટે સોયાબી ન ના લોટનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.જે માતાઓ સ્તનપાન કરાવતી હોય તેમણે ડાયટમાં મોટા પ્રમાણમાં સોયાબીનનો ઉપયોગ કરવો જોઈએ.દરરોજ સોયાબી ન ના લોટમાં થી બનેલો હલવો ખાવાથી મગજની શક્તિ વધે છે.અમેરિકાની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુજબ, સોયાબીનમાં હાજર ફાઇબર કોલોરેક્ટલ અને કોલોન કેન્સરનું જોખમ ઘટાડે છે.હાડકાંને મજબૂત કરવા માટે સોયાબીન બહુ જરૂરી છે સોયાબીનમાં વિટામિન્સ ખનિજ કેલ્શિયમમેગ્નેશિયમ અને કોપર જેવા પોષક તત્ત્વો સામેલ છે, તે હાડકાંને મજબૂત બનાવામાં મદદ કરે છે.સોયાબીન બર્થ ડિફેક્ટ્સને પણ દૂર કરે છે. તેમાં રહેલું વિટામિન બી કોમ્પ્લેક્સ અને ફોલિક . એસિડ પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ખૂબ જરૂરી હોય છે. આ ઉપરાંત, તે ભ્રૂણના માનસિક વિકાસમાં પણ મદદ કરે છે.