ઘરે ફ્રી સમયમાં નાસ્તો બનાવો છો તો આ ખાસ ટીપ્સ જરૂર અપનાવજો | નાસ્તોને ક્રીશ્પી (કુરકુરો) બનાવવા માટે ખાસ ટીપ્સ

દરેક લોકો ને ક્રીશ્પી નાસ્તો જ ભાવે છે જો તમે ઘરે નાસ્તો બનાવો છો અને નાસ્તો સરસ કુર્કુરો બનાવવા માંગતા હોય તો આ ખાસ tips વાંચજો કોઈ પણ નાસ્તો ક્રીશ્પી બનાવવા માટે તેમાં નાખવામાં આવતું મોણ વાપરવામાં અને તળવા માટે તેલની આંચને કેમ રાખવી તે તમારા નાસ્તાને ક્રિસ્પી બનાવવામાં મદદ કરે છે

દિવાળીમાં બજારમાંથી નાસ્તાને ફરસાણ ખરીદવા કરતા ઘરે જ બનાવો નાસ્તા અને મહેમાનો ને ખુશ કરી ધો. દિવાળીમાં જો અમુક વાનગી બનાવતા થોડીક ટીપ્સ ફોલો કરશો તો તમારા નાસ્તાના વખાણ કરતા લોકો થાકશે નહી. અને બાળકો તો હોશે હોશે તમારો નાસ્તો ખાશે

પાતળા પૌઆનો ચેવડો કરતી વખતે પૌઆને તળવાને બદલે સારી રીતે સૂકા જ સેકી લો. તેલમાં વધારની સામગ્રી નાખ્યા પછી ગેસ બંધ કરી દો પછી પૌઆ નાખો અને પૌઆ સારી રીતે વધારમાં મિક્સ કર્યા પછી ધીમા તાપ પર મુકે હલાવતા રહો. આમ પૌવામાં તેલ નહિ ચડે અને પૌવા સરસ ક્રીશ્પી શેકાય જશે

ઘૂઘરાં, શક્કરપાળા જેવી વાનગીને વધુ ક્રિસ્પી બનાવવા માટે આટલું કરો ઘૂઘરાં, શક્કરપાળા વગેરેમાં શક્ય હોય તો ઘી નું મોણ વાપરશો તો વાનગી વધુ ક્રિસ્પી થશે.

ઘણી વખત ચકરીને વધુ ક્રીશ્પી કરવા જાય તો ચાકરી બહુ કડક થી જાય છે અને ચાવી શકાતી નથી ચકરીને કુરકુરી બનાવવા માટે આ રીતથી ચાકરી બનાવશો તો કુરકુરી તો બનશે અને સાથે ચાવી શકાય એવી સરસ પણ બનશે અને કરી બનાવવાનો લોટ પ્રમાણસર પલાળવો, જો વધુ ઘટ્ટ કે પાતળુ થઈ જાય તો ચકરી કુરકુરી થતી નથી

ખાવાની સેવ વધુ સ્વાદિષ્ટ અને કુરકુરી બનાવવા માટે સેવના ઝારા પર બેસન ઘસીને સેવ ગરમ તેલમાં પાડવાથી સેવ વધુ સ્વાદિષ્ટ બને છે. અને સાથે સાથે ક્રીશ્પી પણ બને છે

ચેવડો કરતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવુ જોઈએ, ઓછુ લાગે તો ગરમ કરી કરીને નાખવુ. વધુ એ તેલવાળો ચેવડો સારો લાગતો નથી. ચેવડો બનાવતી વખતે મીઠુ મસાલા વઘારમાં નાખવાથી બધી બાજુ એક જેવો સ્વાદ લાગે છે. આમ ચેવડો બનાવતી વખતે ચેવડામાં નાખવાની વસ્તુને તળતી વખતે તેમાં જ મીઠું નાખી ડો એટલે ચેવડાનો સ્વાદ ખુબ સ રસ આવે છે

અનારસા બનાવતી વખતે ખાંડ કે ગોળ ચોખાના પ્રમાણમાં લેવા. જો અનારસા ઘી માં નાખ્યા પછી તૂટતા હોય તો મિશ્રણમાં થોડો ચોખાનો લોટ નાખવો . અનારસા તળતી વખતે જો જાળી ઓછી પડતી હોય તો ખસખસમાં થોડી ખાંડ મિક્સ કરીને તેના પર અનારસા થાપો.

બંગાળી મીઠાઈ કરતી વખતે પનીર બનાવવા ગાયના દૂધનો ઉપયોગ કરવો, ગાયના દૂધનુ પનીર નરમ બને છે. બંગાળી મીઠાઈ બનાવતી વખતે ખાંડના પ્રમાણમાં પાણી 5-6ના પ્રમાણમાં હોવુ જોઈએ. તેમા રસગુલ્લા, ચમચમ વગેરે મીઠાઈઓ ઉકાળવી

જો ગુલાબજાંબુ કે માવાની મીઠાઈ તળતી વખતે ઘી માં તૂટે તો તેમા થોડો મેંદો મિક્સ કરવો જોઈએ. આમ કરવાથી ગુલાબજાંબુ કે માવાની મીઠાઈ તળતી વખતે તૂટશે નહિ

ફરસીપુરી બનાવતી વખતે તેમા મોણના થોડુ સારુ નાખવુ જોઈએ તેનાથી ફરસી પુરી મોમા ઓગળી જાય તેવી બને છે. ભાખરવડી બનાવો ત્યારે બેસનનો લોટ બાંધો તેમા મોણ બિલકુલ ન નાખતા નહી તો તળતી વખતે તૂટી જશે.

– ઘૂઘરાં બનાવો ત્યારે લૂંઆ બનાવતા પહેલા એક મોટો રોટલો વણી તેના પર વેલણથી ખાડા પાડી તેની પર ચોખાનો લોટ અને ઘી નું મિશ્રણ લગાવી તેને રોલ કરીને તેના લૂંઆ બનાવી પછી તેની પૂરી વણીને તેના ઘૂંઘરા બનાવવા જોઈએ. આ રીતે ઘૂંઘરા બનાવવાથી ઘૂઘરાંનુ પડ ક્રિસ્પી બનશે.

ઘરે ફ્રી સમયમાં નાસ્તો બનાવો છો તો આ ખાસ ટીપ્સ જરૂર અપનાવજો | નાસ્તોને ક્રીશ્પી (કુરકુરો) બનાવવા માટે ખાસ ટીપ્સ | ઘરે મીઠાઈ બનાવવા માટે અ બાબતોનું ધ્યાન રાખો બજાર જેવી જ મીઠાઈ બનશે | ગુલાબ જાંબુ તેલમાં તળતી વખતે તૂટી જાય છે | ભાખરવડીમાં મોણ નાખવું જોઈએ કે નહિ

Leave a Comment