ઓછા તેલમાં બનતો નાસ્તો જોઇને જ ખાવાનું મન થઇ જાય | નાસ્તો બનાવવાની રેસીપી | ટેસ્ટી ચટણી | નાસ્તા નું લિસ્ટ

0
14

ઓછા તેલમાં બનતો નાસ્તો જોઇને જ ખાવાનું મન થઇ જાય | નાસ્તો બનાવવાની રેસીપી | ટેસ્ટી ચટણીતમારી પસંદગી જેવી રેસીપી મેળવવા માંગો છે તે કમેન્ટ કરીને જણાવજો આજ કાલ હેલ્થી ફૂલ ખાવાથી વજન વધે છે જે ખુબ મહેનત કરવા છતાં વજન ઉતરતું નથી તો આજે અમે તમારી સાથે ટેસ્ટી અને ઓછા તેલમાં બનતી રેસીપી લઈને આવિયા છીએ જે તમારા શરીરને નુકશાન નહિ કરે

ઓછા તેલમાં બનતો નાસ્તો જોઇને જ ખાવાનું મન થઇ જાય | નાસ્તો બનાવવાની રેસીપી | ટેસ્ટી ચટણી

    ફણગાવેલા મગ ઢોકળા રેસીપી

    ફણગાવેલા મગ ઢોકળા | magana dhokala | નાસ્તો બનાવવાની રેસીપી | નાસ્તા નું લિસ્ટ

    નાસ્તો બનાવવાની રેસીપી

    ફણગાવેલા મગ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી : 1 બાઉલ ફણગાવેલા મગ , 2-3 લીલા મરચા આદુ અને લસણ, 1 કપ ઝીણી સમારેલી પાલક મેથી અને કોથમીર , 3/4 કપ ઝીણો રવો , પોણા કપ દહીં , મીઠું સ્વાદ મુજબ , એક મોટી ચમચી તેલ , 1 પેકેટ ઇનો ,પાણી જરૂર મુજબ , 1/4 ચમચી હળદર , 1/4 ચમચી હિંગ

    ફણગાવેલા મગ ઢોકળા બનાવવાની રેસીપી :

    સૌપ્રથમ ફણગાવેલા મગ મિક્સર જારમાં લઈ એની અંદર આદુ મરચાં અને લસણ અને દહીં ઝીણી સમારેલી પાલક મેથી અને કોથમીર નાખી ક્રશ કરી લેવું . પછી આ ખીરાને એક મોટા બાઉલમાં લઈ લેવું અને તેની અંદર સોજી ઉમેરી મીઠું ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરું તૈયાર કરી ખીરાને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દેવું . 10 થી 15 મિનિટ પછી ખીરાને ફરીથી હલાવી તેની અંદર ફરીથી જરૂર જણાય તેટલું પાણી નાખી હળદર અને હિંગ કોથમીર નાખી 1 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લેવું પછી તેમાં ઈનો નાખી ગ્રીસ કરેલી થાળીમાં ખીરૂ પાથરી ઢોકળા ને 15 મિનિટ માટે મીડીયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેવા સ્ટીમ થઈ જાય એટલે તેની ઉપર તેલ લગાવી થોડા ઠંડા થાય પછી કટ કરી ગરમ ગરમ મગ ના ઢોકળા ને તેલ લીલી ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કરવા. તો તૈયાર છે ફણગાવેલા મગના અને હેલ્ધી ઢોકળા

    દૂધીનો નવો નાસ્તો રેસીપી

    દૂધીનો નવો નાસ્તો બનાવવાની રેસીપી | દુધી ના ઢેબરા | dudhi na thepla (લૌકીનો નાસ્તો) | dudhi na dhebra recipe in gujarati

    નાસ્તો બનાવવાની રેસીપી

    દૂધીનો નવો નાસ્તો બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧ કપ જુવાર નો લોટ, ૧/૨ કપ ઘઉં નો લોટ , ૨૫૦ ગ્રામ દૂધી , ૧ ચમચી લીલા આદુમરચાં , ૧ ચમચી લસણ ની પેસ્ટ , ૧ ચમચી લાલ મરચું , ૧ ચમચી ધાણાજીરૂ , ૧/૨ ચમચી હળદર , ૧/૨ ચમચી અજમો , ૧/૨ કપ લીલું લસણ, કોથમીર , ૨ ચમચી દહીં , મીઠું સ્વાદ અનુસાર , તેલ શેકવા માટે

    દૂધીનો નવો નાસ્તો બનાવવાની રેસીપી :

    સૌ પ્રથમ દૂધી ને છોલી ને છીણી લેવી.એક કથરોટ માં જુવાર અને ઘઉંના લોટની સાથે દરેક ઘટકોને મિક્સ કરી લોટ બાંધી લો. લોટ ના લુઆ કરી અટામણ લઈ ઢેબરા વણી લો.તવી પર તેલ મૂકીને બે બાજુ શેકી લેવા. તો તૈયાર છે ગરમા ગરમ ઢેબરા આ ઢેબરા સાથે અથાણું, છૂંદો, દહીં કે ચા સાથે ઉપયોગ કરી શકાય. બાળકોને એક વખત બનાવીને ખવડાવશો તો વારંવાર માંગશે. આ ઢેબરા ખાવામાં સરસ ટેસ્ટી અને ખુબ હેલ્ધી હોય છે.

    વેજીટેબલ રવા ઈડલી નાસ્તો બનાવવાની રેસીપી | vegetable rava idali | rava idali recipe in gujarati

    નાસ્તો બનાવવાની રેસીપી

    વેજીટેબલ રવા ઈડલી બનાવવા જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ રવો, ૧/૨ નંગ કેપ્સિકમ , ૧ નંગ ગાજર , ૨ નંગ ડુંગળી , ૧ વાટકો દહીં , ૧ ગ્લાસ છાશ , મીઠું જરૂર મુજબ , ઈનો જરૂર મુજબ , ૪ ચમચી તેલ

    વેજીટેબલ રવા ઈડલી નાસ્તો બનાવવાની રેસીપી :

    રવા માં દહીં છાશ સાથે મીક્સ કરો જરૂર પડે તો છાશ ઉમેરો પછી મીઠું બધા વેજીટેબલ કટ કરી ને ઉમેરો . પછી ઈડલી સ્ટેન્ડ પર તેલ ચોપડો ઈનો મીક્સ કરી સ્ટીમ કરવા મૂકો ઠંડું થાય એટલે કાઢી લેવી ગરમાગરમ સર્વ કરો.

    આ પણ વાંચો : recipe in gujarati

    બાળકોને મનપસંદ અલગ અલગ પ્રકાર ના નાસ્તા બનાવવા માટેની રીત

    બાળકોને પસંદ આવે તેવા નાસ્તાની રેસીપી

    કુલચા રોટી બનાવવાની રેસીપી plain kulcha recipe

    નાસ્તા રેસીપી | સવારના નાસ્તાની રેસીપી | breakefast recipe in gujarati |

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here