10.8 C
New York
Monday, December 23, 2024

શિયાળામા સ્કીન સુવાડી બનાવવા અને ચામડીના અનેક રોગો દુર કરવાના ઉપચાર

ચામડીના રોગો ( સ્કિન ડીસીસ )

  • ગ્લીસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખેભાગે લઈ શીશીમાં ભરી તેનું માલીશ કરવાથી ચામડી સાફ બને છે અને ચીરા પડ્યા હોય તે મટે છે.
  • મુળાના રસમાં થોડું દહિં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે.
  • એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તે પાણીના સ્નાન કરવાથી ચામડી સુવાળી થાય છે.
  • કારેલાના પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જુના કોઈપણ રોગ મટે છે.
  • તલના તેલને સહજ ગરમ કરી રોજ માલીશ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે.
  • કાકરીને ખમણી તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમજ સુવાળી બને છે.
  • હાથ કે પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલ્દી મટે છે.
  • સંતરાની છાલને સુકવી તેનો પાવડર કરી ગુલાબજળમાં મેળવી તેના મોં ઉપર લગાડી અડધો કલાક રહેવા દઈ પછી ચામડી ધોવાથી તે મુલાયમ બનશે અને ડાઘ દૂર થઈ જશે.
  • હાથ કે પગમાં ચીરા પડ્યા હોય, અળાઈ થઈ હોય તો એક ભાગ લીંબુનો રસ તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે.
  • ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર ઉપર અને મોં ઉપર માલીશ કરવાથી ચામડી તેજસ્વી બને છે અને ગૌર વર્ણની બને છે.
  • દાઝી ગયેલી ચામડી ઉપર સફેદ ડાઘ રહી જાય છે તેના ઉપર રૂને મધમાં ભીંજાવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે.
  • દૂધ અને દીવેલને સરખેભાગે લઈ નિયમિત શરીરે માલીશ કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે.
  • લીમડાના ૧૦૦ પાન લઈ તેનું ચૂર્ણ રોજ છ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે.
  • ચોખાના ધોવણમાં થોડીક હળદર મેળવીને ચહેરા પર અને શરીર પર માલીશ કરવાથી ચહેરાની સુંદરતા વધે છે.
  • દૂધની મલાઈનો લેપ સ્નાન કરતા પહેલા લગાડી દેવો અને સુકાઈ ગયાબાદ મોં પર હાથથી માલીશ કરવી જેથી ચામડી લીસી અને ચમકતી થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles