ચહેરા ની સુંદરતા માટે એક અદભુત ઈલાજ
ચોખા નો લોટ, કે રાંધેલા ચોખા બે ચમચી, બે ચમચી ચણાનો લોટ કે બેસણ, પા ચમચી ચારોળી, એક બદામ, બે ચપટી હળદર, એક ચમચી લીંબુ નો રસ, અડધી ચમચી ગ્લિસરીન, એક ચમચી દહીં, એક ચમચી ક્રીમ કે મલાઈ, પા ચમચી વેસેલિન, એક ચમચી ટામેટા નો રસ, એક ચમચી કાકડી નો રસ, બે ટેબ્લેટ વિટામિન ઈ, આ બધું સારી રીતે મિક્સ કરી લો, (બદામ ચારોળી ચોખા ક્રશ કરી લેવા) આ મિશ્રણ ને એક ડબી કે વાડકી માં ભરી લો, ફ્રિજ માં મૂકી ઠંડુ કરી લો…ચહેરા પર પેસ્ટ કરતા પહેલા ચેહરા પર સ્ટીમ લો…લગભગ પાંચ મિનિટ… ત્યારબાદ આ બનાવેલ મિશ્રણ ચહેરા પર માસ્ક ની જેમ એપ્લાય કરો લગભગ 15 મિનિટ રહેવા દો… ત્યાર બાદ હળવા હાથે મસાજ કરો… જરૂર પડે ભીનાશ ની તો ગુલાબ જળ નો ઉપયોગ કરો…કમ સે કમ 10 મિનિટ એકદમ હળવા હાથ ની મસાજ બાદ ચહેરો સાદા પાણી વડે ધોઈ, ચહેરા ને 2 મિનિટ માટે બરફ ના પીસ વડે ઠંડી ટ્રીટમેન્ટ આપો….
ત્યાર બાદ સાદા પાણી વડે ચહેરો ધોઈ લો….
આ ટ્રીટમેન્ટ શરૂઆત માં રોજ સાત દિવસ ત્યારબાદ ત્રણ દિવસે એક વખત કરતા રહો…લગભગ પંદર દિવસ માં ચહેરો ખૂબ સુંદર ખીલી જશે…