ચેહરાની સુંદરતા વધારવા આ ઔષધી કાંટાનુ ચૂર્ણ અકસીર ઇલાજ

 શીમળાને તીક્ષ્ણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલચોળ ફુલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલમાંના ચીકણા રસમાંથી લાલ ગુંદર થાય છે જેને મોયરસ કહે છે.

શીમળાનું વૃક્ષ નાનું હોય તો તેના પર કાંટા વિશેષ પ્રમાણમાં હોય છે , પરંતુ વૃક્ષની વય વધતા આ કાંટાઓ ધીમે – ધીમે ઓછા થઈ જાય છે . શીમળાના આ કંટકો ખીલનું ઉત્તમ ઔષધ છે . જે બઝારમાં મળી રહે છે . કંટકો લાવી તેને ખાંડીને બારીક ચૂર્ણ કરી લેવું . આ ચૂર્ણમાં એટલી જ મસૂરની દાળનું ચૂર્ણ ઉમેરવું . આ મિશ્રણમાં થોડું દૂધ મેળવીને તેનો લેપ ચહેરા પર કરવાથી ખીલ ધીમે – ધીમે ઓછા થઈ જાય છે . આ લેપ પંદર મિનિટ સુધી રહેવા દઈ પછી ચહેરો ધોઈ લેવો . શીમળાના મૂળ , છાલ , કંટક , પાન , ફૂલ , ગુંદર વગેરે તમામ અંગો ઔષધ તરીકે ઉપયોગી છે . દરેક ગામ શહેરમાં શીમળાના વૃક્ષો ઉછેરવા જોઈએ .

  1. શીમળાના ફુલનું શાક સીંધવ અને ઘીમાં વઘારીને ખાવાથી કષ્ટસાધ્ય પ્રદર, રક્તપીત્ત પ્રદર અને કફનો નાશ થાય છે.
  2. શીમળાનાં સુકવેલાં મુળને શેમુર મુસળી કહે છે. આ મુસળીનું અડધી ચમચી ચુર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ઘી એક ગ્લાસ દુધમાં નાખી ગરમ કરી દરરોજ રાત્રે પીવાથી શીઘ્ર સ્ખલનની તકલીફ મટે છે.
  3. એક ચમચી શીમળાની છાલ છાસમાં લસોટી તાજેતાજી સવાર-સાંજ પીવાથી અતીસાર, સંગ્રહણી અને જુનો મરડો મટે છે.
  4. શીમળાની છાલનું ચુર્ણ અડધી ચમચી, એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીર બળવાન બને છે.

આયુર્વેદ પ્રમાણે શીમળો સ્વાદમાં મધુર, આને તુરો, ઠંડો, પચવામાં હળવો, ચીકાશયુક્ત, પુષ્ટિકાર, બલપ્રદ, વીર્યવૃદ્ધિકર, રસાયન તથા રક્ત્સંગ્રહી છે. તે પિત્ત, રક્તદોષ આને રક્તસ્રાવને મટાડનાર છે. તેનો ગુંદર (મોચરસ) મરડો, ઝાડા, રક્તસ્રાવ આને શરીરની ગરમી નાશ કરનાર છે.  

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરો અને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles