વેકેશન ની સિઝનમાં બાળકોને રોજ નવી નવી વાનગી બનાવી ને ખવડાવવાનું મન થાય તો આજે સેવ પૂરી બનાવવાની રીત અચૂક વાંચજો અને શેર કરજો
સેવપુરી નાના મોટા બધાને દરેકને ખુબ પ્રિય હોય છેસેવ પૂરી માટે જરૂરી સામગ્રી :૩૦-૪૦ પાણીપૂરીની પુરી૨૦૦ ગ્રામ બાફેલા બટાકા૧ કપ બુંદી૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી૧ ટેબલસ્પૂન લાલ મરચું૧ કપ ઝીણી સેવ૧ ટેબલસ્પૂન શેકેલા જીરાનો ભૂકો૧/૨ ટેબલસ્પૂન સંચળ૧ ટીસ્પુન ચાટ મસાલો૧/૨ કપ લસણ- લાલ મરચાની ચટણી૧/૨ કપ કોથમીર – ફુદીનાની ચટણીલીલા ધાણા ગર્નીશિંગ માટેમીઠું સ્વાદ અનુસાર
શેવ પૂરી .બનાવવાની રીત : બારીક સમારેલી ડુંગળીમાં ચાટ મસાલો અને થોડા લીલા ધાણા નાંખી,તેને મિક્સ કરી, બાજુ પર રાખી મુકો. એક બાઉલમાં બાફેલા બટાકાના નાના ટુકડા કરી, તેમાં બુંદી અને સ્વાદ પ્રમાણે મીઠું.મરચું નાંખી, મિક્સ કરો.
હવે પૂરીને વચ્ચેથી કાણું પાડી, તેમાં બટાકાનું મિશ્રણ ભરી, એક પ્લેટમાં ગોઠવી દો.તેમાં થોડું-થોડું ડુંગળીનું મિશ્રણ અને સેવ નાખો.પછી તેમાં પહેલા લીલી ચટણી નાખો, પછી મરચાની લાલ ચટણી નાખોત્યાર પછી તેમાં સેવ, લીલા ધાણા, જીરું પાવડર અને સંચળ સેવ પૂરી તીખી વધારે પડતી સારી લાગે છે. પરતું તમે તમારા સ્વાદ પ્રમાણે તીખી કરી શકો છો સેવપુરી (મીઠી) જો સ્વીટ બનાવવી હોય તો તેમાં થોડી આંબલીની મીઠી ચટણી અથવા દહીંની ચટણી પણ નાંખી શકો છો.પૂરણમાં પણ તમારી ઈચ્છા મુજબનો ફેરફાર કરી શકાય. તમારી રીતે કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છોઅમારી આ વાનગી તમને જરૂર પસંદ અઆવી હશે આવીજ આવવી રેસીપી દરરોજ મેળવવા અમારું ફેસબુક પેઝ (ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld) જરૂર like કરજો જેથી અમારી વાનગી તમે સૌથી પહેલા જોઈ શકો