સોજા, પથરી, કીડનીના રોગો, માથાનો દુ:ખાવો, મુંગાપણું દૂર કરવા માટે અક્સીર છે આ ઔષધ

0
397

સાટોડી સાટોડી ગુજરાતમાં બધે જ થાય છે . એ વધુ છોડ છે અને એના વેલા – છોડ ચોમાસામાં ઉગી નીકળે છે . તેને કાપી લીધા પછી પણ એ ફરીથી ઉગી નીકળે છે , એની ધોળી , રાતી અને કાળી , અથવા ભુરી એમ ત્રણ જાત થાય છે . ત્રણેના ગુણો લગભગ સરખા છે , પણ પોળી સાટોડી ઉત્તમ ગણાય છે . કાળી સાડી ખુબ ઓછી જોવા મળે છે . સફેદ સાટોડીના પાનનું શાક થાય છે . રાતીનું થતું નથી . ઓબ ધમાં સાટોડીનો રસ , ઉકાળ , ફાંટ , ચુર્ણ , ગોળીઓ , આસવ , અરીષ્ટ , ધૃત , તેલ અને લેષ તરીકે વપરાય છે . સફેદ સાટોડી તીખી , તુરી અને જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર , પાંડુરોગ , સોજા , વાયુ , ઝેર , કફ , વ્રણ અને ઉદર રોગોને મટાડે છે .

લાલ સાટોડી કડવી , તીખી , શીતળ , વાયુ રોકનારે અને લોહીબગાડ મટાડે છે . સાટોડી મુત્ર હોવાથી સોજા , પથરી , કીડનીના રોગો , તથા જળોદર મટાડે છે , તથા સારક હોવાથી ચામડીના રોગો મટાડે છે . જ્યાં પાણી મળતું હોય ત્યાં તે બારે માસ લીલી મળે છે , સાટોડીને પાન ખુબ થાય છે . તે ગોળાકાર , ઘાટાં લીલાં અને પાછળથી ઝાંખાં હોય છે . પાનના ખાંચામાંથી પુષ્પની દાંડી નીકળે છે . જેના ઉપર ઝીણા . ફીક્કા ઘેરા રંગનાં છત્રાકાર કુલો થાય છે , સાટોડી ગરમ છે . તે સોજો , કીડનીના રોગો અને આંખના રોગોમાં અદ્ભુત કામ કરે છે . સાટોડીનાં તાજાં લીલાં પાનને ધોઈ , સાફ કરી વાડકીમાં પાણી સાથે ઉકાળી , ચોળી , ગાળીને ચાના કપ જેટલું સવાર – સાંજ પીવું . જરૂર પડે તો વધારે વખત પણ પી શકાય . સાટોડી મુત્રલ છે .

લાંબા સમય સુધી સેવન કરવાથી બગડેલી કીડની ( મુન્નપીડ ) ૫ ણા સારી થઈ જાય છે . સાટોડીના પાનને ઘૂંટીને તેનો રસ પીવાથી ઉબકા આવી , ઉલટી થઈ જવાની સંભાવના . રહે છે . તેને પાણીમાં ઉકાળી ગરમ ગરમ પીવાથી તે સુપાચ્ય બને છે અને ઉલટી પણ થતી નથી . સાટોડીના પાનનો રસ કાઢી તેનાં ટીપાં આંખમાં મુકવાથી આંખના તમામ પ્રકારના નાના મોટા રોગ મટે છે અને આંખનું તેજ વધે છે . ( ૧ ) સજાવાળા , પાંડુરોગી અને હદયરોગીઓએ રોજ સાટોડીની માળ ખાવી જોઈએ .

( ૨ ) સર્વાગ સોજામાં હદયની જેમ કીડની પણ બગડે છે , કીડનીની બીમારીમાં મુત્રમાં આહક્યુમીન પણ જાય છે , નાની ઉમરનાં બાળકોમાં પણ આ રોગ જોવા મળે છે , એમાં સાટોડીનો ઉકાળો ખુબ સારું પરીણામ આપે છે , આ વખતે મીઠું – નમક સાવ બંધ કરી દેવું . ( ૩ ) ગર્ભાશયના સોજામાં પકા સાટોડીનો ઉપયોગ કરવાથી ઘણો જ લાભ થાય છે .

( ૪ ) માસીક સાફ લાવવામાં પણ ઉપયોગી છે . ( ૫ ) જો પેશાબ થોડા પ્રમાણમાં અને બળતરા સાથે થતો હોય તો રોજ સાટોડીના મુળનું ચુર્ણ અડધી ચમચી જેટલું દુધ સાથે લેવું . ( ૬ ) પથરીમાં પણ આ યુ લેવાથી પથરી નાની હોય તો નીકળી જાય છે .

( ૭ ) અડધી ચમચી સાટોડીના મુળનું ચુર્ણ સવાર સાંજ દુધ સાથે લેવાથી ચોથીયો તાવ મટે છે . ( ૮ ) સફેદ સાટોડીનાં બે તાજાં લીલાં મુળ રોજ સવાર – સાંજ ચાવી જવાથી અમ્લપીત્ત મટે છે . ( ૯ ) સાટોડીનાં પંચાંગનું ચુર્ણ ઘી અને મધ સાથે ચાટવાથી માથાનો દુ : ખાવો મટે છે .

( ૧૦ ) સાટોડીનાં પંચાંગનું ચુર્ણ મધ અને સાકર સાથે લેવાથી કમળો મટે છે . ( ૧૧ ) સાટોડીના મુળનું ચુર્ણા હળદરના ઉકાળામાં લેવાથી દુઝતા રક્તસ્રાવી હરસ મટે છે . ( ૧૨ ) સાટોડીના મુળના ઉકાળામાં કર્યું , કરીયાતું અને સુંઠ નાખી પીવાથી સર્વાગ સોજા મટે છે . ( ૧૩ ) સાટોડીના પાનનો રસ ચોપડવાથી સોજા ઉતરી જાય છે . સાટોડીના પાનનો રસ કાઢી તેનાં ટીપાં આંખમાં મુકવાથી આંખના તમામ પ્રકારના નાના મોટા રોગ મટે છે અને આંખનું તેજ વધે છે.

સારસ્વતારીષ્ટ આ દ્રવ ઔષધ બજારમાં તૈયાર મળે છે . એના સેવનથી આયુષ્ય , મૃતી , વીર્ય , બળ , મેધા અને કાંતી વધે છે . એ હદયને હીતકારી , જઠરાગ્નીવર્ધક , રસાયન અને બાળકો તથા વૃદ્ધોને ખુબ જ હીતકારી છે .

ઉન્માદ , અપસ્માર , અવસાદ થાક , મનોરોગ , ડીપ્રેશનમાં લાભકારી છે . સારસ્વતારીષ્ટ મુત્ર અને શુક્રનું વહન કરતા માર્ગોના રોગોમાં પણ એટલું જ લાભપ્રદ ઓષધ છે . સવાર સાંજ ત્રણથી ચાર ચમર્ચી . જમ્યા પહેલાં પીવાથી ઉપરોક્ત રોગો મટે છે . રોગ પ્રમાણેની પરહેજી પણ રાખવી .

સારસ્વત ધૂત હરડે , સુંઠ , મરી પીપર , વજ , કાળી , પાટ , સરગવ અને સીંધવ દરેક ૧૦ ગ્રામની કર્ક બનાવી , ૩૨૦ ગ્રામ ઘી , ૧૨૮0 ગ્રામ બકરીનું દુધ અને એટલું જ પાણી લઈ ધી સીદ્ધ કરવું . એને સારસ્વત ધૃત કહે છે . અડધીથી એક ચમચી આ ઘી સવાર – સાંજ લેવાથી વાણી સ્પષ્ટ થાય છે , મરણાશ.કતી . બુદ્ધીશક્તી અને તર્કશક્તી વધે છે , તથા જડપ અને મુંગાપણું મટે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here