સાંભર મસાલો બનાવવાની રીત

ચણાની દાળ – 1 ચમચી , અડદની દાળ – 1 ચમચી, આખા ધાણા – 2 ચમચા , મેથી – અડધો ચમચો, રાઇ – અડધો ચમયો , લવિંગ – 5 – 6 નંગ , જીરું – અડધી ચમચી , એલચી – 2નંગ તજ – 1 ટુકડો , હિંગ – 2 ચપટી હળદર – 1 ચમચી , આખાં લાલ મરચાં – 2 – 3નંગ

રીતઃ અડદની દાળ , ચણાની દાળ , એલચાના દાણા , તજ , હિંગ , આખા ધાણાને સારી રીતે સાફ કરી લો . લીમડાને ધોઈ કોરો કરી લો . હવે લોઢી કે કડાઈમાં આખા ધાણા , મેથી , રાઈ , લવિંગ , જીરું આ બધાને અલગ અલગ શેકી લો . જ્યારે સુગંધ આવવા લાગે ત્યારે બધા મસાલાને ઠંડા કરી બારીક ક્રશ કરી લો . ઇડલી – ઢોંસા – વડાં બનાવતી વખતે સાંભરમાં નાખો .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles