આજે પોષી પૂનમના દિવસે બનાવો બાજરાના રોટલા અને રીંગણનો ઓરો

0
1557

બાજરાના રોટલા ગુજરાતી લોકોના ખુબ ફેમસ છે શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ રોટલા અને ઓરો ખાવાની ખુબ મજા આવી જાય છે તો રોટલા અને ઓરો બનાવવા માટેની રેસીપી નોંધી લો

બાજરાના રોટલા | bajrana rotla | bajra no rotlo recipe in gujarati બનાવવા જરૂરી સામગ્રી: 2 મોટા વાટકા બાજરાનો લોટ, 1 ટી.સ્પૂન મીઠું, જરૂર મુજબ પાણી, 2 ચમચી ઘી

રોટલો બનાવવાની રીત 1: સૌ પ્રથમ લોટ ને ચાળી લો. હવે તેમાં મીઠું મિક્સ કરીલો.તાવડી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો. હવે લોટ મા પાણી ઉમેરી લોટ બાધી લો.હવે હાથથી લોટ ને મસળી લો. હવે પાટલી પર થોડો કોરો લોટ છાટી લોટ નુ ગોરણુ લઈ રોટલો થેપી તાવડીમાં નાખો. બંને સાઈડ બરાબર શેકી નીચે ઉતારી ઘી લગાવી લો.ગરમ અથવા ઠંડો પણ સરસ લાગે છે.

એક પેનમાં બાજરાનો લોટ એમાં સ્વાદ અનુસાર નમકચરો મુજબ પાણી એડ કરીને રોટલા નો લોટ બાંધી લેવો રોટલાના લોટ માટે લૂઓ કરી રોટલો હાથેથી બનાવી લો. પછી તાવડી ગરમ કરવા મૂકો રોટલાને પક્કાફી લેવો અને રોટલા ને ફુલવા દેવો સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ તૈયાર છે બાજરીનો ગરમ ગરમ રોટલો ખાવાની ખૂબ મજા આવે છે

રીંગણનું ભરથું | રીંગણનો ઓરો | ringan nu bharthu | ringan oro: રીંગણનું ભરથું બનાવવા જરૂરી સામગ્રી:

1 નંગ શેકેલું અને પલ્પ કાઢેલું રીંગણ, 1 ટે.સ્પૂન લસણવાળું મરચું, 1-2 ટે.સ્પૂન તેલ, 1 બાઉલ જીણી સમારેલી ડુંગળી અને ટામેટું, 1/2 ટે.સ્પૂન લાલ મરચું પાઉડર, 1/2 ટે.સ્પૂન હળદર, 1 ટે.સ્પૂન ધાણાજીરું પાઉડર,

1/2 ટે.સ્પૂન કિચનકિંગ મસાલો, 1/2 કપ પાણી, 1 ટે.સ્પૂન દહીં, 1 ટે.સ્પૂન કસૂરી મેથી, મુઠું સ્વાદમુજબ, 1 ટે.સ્પૂન લીલી ડુંગળી, 1/2 ટે.સ્પૂન લીલા ધાણા ગાર્નીસિંગ માટે,

સૌ પ્રથમ રીંગણને વચ્ચે થી કાપો પાડી ચેક કરો. હવે તેનાં પર તેલ લગાવી ગેસ પર શેકી લો. હવે લીલી ડુંગળી ને જીણી સમારી લો. ટમેટાના પણ નાનાં કટકા કરો. હવે શેકેલાં રિંગણ ની ઉપરની કાળી છાલ કાઢો. હવે રિંગણ ને મેશ કરો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી લસણની ચટણી નાખો હવે લીલી ડુંગળી નાખો.થોડીવાર રહેવા દો. હવે તેમાં મીઠું નાખી ટામેટાં નાખો. બંને થોડીવાર ચડી જાય પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું લીંબુ નો રસ નાખી હલાવો. હવે રિંગણને મેશ કર્યા તા તે માવો નાખી સરખી રીતે મિક્સ કરો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

આ રેસીપી પણ વાંચો

મોઢા માં પાણી આવી જાય એવા સ્ટ્રીટ ફૂડ બનાવવાની રેસીપી જાણો વાંચવા અહિ ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here