સોજીની ખાંડવી અને રાઈસના ચટાકેદાર સમોસા બનાવવાની રીત વાંચવા ફોટા પર ક્લિક કરો

0
1529

અત્વેયારે બાળકોને વેકેસન ચાલી રહ્યું છે તો બાળકને પસંદ આવે તેવી રેસીપી નોંધી લો વેકેશન માટે સ્પેશીયલ વાનગી | બાળકોને પસંદ આવે એવી રેસીપી |

સોજીની ખાંડવી | sojini khandavi | soji in english (soji is know as semolina) | soji recipe | rava ni recipe | rava ni khandavi

સોજીની ખાંડવી બનાવવા જરૂરી સામગ્રીઃ

  • એક કપ સોજી
  • એક કપ દહીં
  • એક કપ પાણી–
  • બે ચમચી ક્રશ કરેલું આદુ
  • બે ચમચી લીલા મરચા
  • એક ચમચી તેલ ગ્રીસ માટે
  • તડકા માટે અડધી ચમચી રાઇ
  • બે ચમચી લાલ આખા મરચા
  • એક લીલું મરચુ
  • બેથી ત્રણ મીઠા લીમડાના પાન
  • બે ચમચી તેલ

બનાવવાની રીતઃ સોજીની ખાંડવી બનાવવા માટે સૌ પ્રથમ દહીં, આદુ, લીલા મરચા, પાણી, એક કપ સોજી નાંખીને ગ્રાઇન્ડ કરી લો. આ બધી જ વસ્તુઓને ૫ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. પછી આમાં જીરું, ફિલી ફલેક્સ, સ્વાદાનુસાર મીઠું અને લીલી કોથમીર નાંખો. ધ્યાન રાખો કે બેટરની કન્સિસ્ટન્સી ફ્લોઇંગ હોવી જોઇએ. હવે એક થાળી લો અને એને તેલથી ગ્રીસ કરી લો. પછી બે ચમચી બેટર નાંખીને થાળીમાં ફેલાવી દો. આ પ્રોસેસ થઈ જાય પછી ગેસ ચાલુ કરીને પાણી ગરમ કરવા માટે મૂકો અને સ્ટીમ ખાંડવીને બે મિનિટ વરાળથી બેક કરી લો. બે મિનિટ રહીને લઈ લો અને ઠંડી થઈ જાય ત્યારે ચપ્પાની મદદથી લાંબી કટ કરીને રોલ કરી લો. હવે તડકો લગાવવા માટે કડાઇમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેલમાં રાઇ, લાલ મરચા, લીલા મરચા, મીઠા લીમડાના પાન નાંખો. પછી ખાંડવીના રોલ કડાઇમાં નાંખો અને ફ્રાય કરી લો. તો તૈયાર છે સોજીની ખાંડવી.

રાઈસના ચટાકેદાર સમોસા | rice samosa | ભાત ની રેસીપી | rice recipe

સામગ્રીઃ એક કપ બાફેલા ચોખા, અડધી ચમચી માખણ, બે કપ લીલી ડુંગળી, એક ચમચી ચિલી સોસ, તળવા માટે તેલ, એક ચમચી દેસી ઘી, સ્વાદાનુસાર મીઠું..

બનાવવાની રીતઃ સૌ પ્રથમ ચોખાને સાફ કરીને કુકરમાં બાફી લો. ભાત થઈ જાય પછી એક વાસણમાં લઇ લો. પછી લીલી ડુંગળી ઝીણી સમારી લો. હવે મિક્સર બાઉલમાં મેંદો નાંખો અને એક ચમચી દેસી ઘી મિકસ કરી લો. ત્યારબાદ ચપટી મીઠું નાંખીને મિકસ કરી લો. પછી મેંદામાં થોડુ-થોડુ પાણી નાંખીને લોટ બાંધતા જાવો. લોટ બાંધ્યા પછી ૧૫ મિનિટ રહીને ઢાંકણ ઢાંકીને મૂકી રાખો. એક કડાઈમાં માખણ નાંખો અને ગરમ કરી લો. માખણ પીગળી જાય પછી ઝીણી સમારેલી ડુંગળી એક મિનિટ માટે સાંતળી લો. પછી આમાં ભાત, ચિલી સોસ અને થોડુ મીઠું નાંખીને મિક્સ કરી લો. બે મિનિટ માટે થવા દો. પછી ગેસ બંધ કરી દો અને ભાતને ઠંડા થવા દો. સમોસામાં ભરવા માટે સ્ટફિંગ તૈયાર છે. હવે મેંદાનો લોટ લઈને ગુલ્લા બનાવી લો. પછી ગુલ્લામાંથી વણી લો અને એમાં સ્ટફિંગ ભરી લો. એક બાજુ કિનારીને પાણીથી બંધ કરીને ચોંટાડી દો. એક પછી એક સમોસા બનાવીને કડાઈમાં ડ્રીપ ફ્રાય કરી લો. તો તૈયાર છે ચટાકેદાર સમોસા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here