પોરબંદરની ખાજલી | પોરબંદરની ફેમસ ખાજલી | પોરબંદરની પ્રખ્યાત ખાજલી | porbandar famous food | porbandar khajali recipe in gujarati
recipe in gujarati : પોરબંદરની ખાજલી બનાવવા માટે જરૂરી સામગ્રી
- ૧ વાટકી મેંદા નો લોટ
- ૪ ચમચી ઘી
- ૧/૨ વાટકી દૂધ
- ૧/૨ વાટકી ઘી ને મેંદા ના લોટ નું મિશ્રણ
- ઈલાયચી નો પાઉડર
- દળેલી ખાંડ ઉપર થી છાંટ્વા
પોરબંદરની ખાજલી બનાવવાની રીત
લોટ મા ઘી નું મુઠી પડતું મોહન નાખી સોફ્ટ દૂધ થી લોટ બાંધવો. હવે મેંદાનો લોટ અને ઘી નાખી એક પેસ્ટ બનાવવી. બાંધેલ લોટ ને બરાબર કચરી ને smoot કરી લેવો. નાના goyna કરી નાની નાની જાડી પૂરી વણવી.એક પૂરી ઉપર મેંદા ના લોટ અને ઘી થી બનાવેલ પેસ્ટ ચોપડી ઉપર બીજી પૂરી મૂકવી આમ ત્રણ પૂરી મૂકવી. હવે આ ત્રણેવ ને વણી મોટો રોટલા jjevu વણી એની ઉપર તેલ અને લોટ લગાવી,રોલ વાળી ચપ્પુ થી નાના goyna કાપવા. નાની નાની લાંબી પૂરી વણી ઘી મા કે તેલ મા તળી લેવી. ઠંડી થાય બાદ ઉપર દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર છાંટવો.ગળ્યા સાતા કરવા હોય તો ચાસણી માં બોળી ને પીરસવું.
સુરતની ઘારી | સુરતની ઘારી બનાવવાની રીત | surat ghari sweet | surati ghari recipe in gujarati
- 250 ગ્રામ માવો મોળો
- 30 ગ્રામ બદામ
- 50 ગ્રામ પીસ્તા
- 2 વાટકી ghi
- 100-150 ગ્રામ બુરુ ખાંડ
- 1 ચમચી ઇલાયચી
- 2 ચમચી ચણા નો કરકરો લોટ
- 1 વાટકી મેંદો
- બદામ પીસ્તા ની કતરણ
પહેલા માવો છીણી લો. ત્યાર બાદ બદામ પીસ્તા વાટી લો. ઇલાયચી વાટી લો.. એક કઢાઈ મા ઘી ગરમ કરી ચણા નો લોટ શેકી લો. ફરીથી એજ કઢાઈ મા માવો શેકી લો. માવા નું ઘી છુટે એટલે માવો શેકાઈ જાય. ત્યાર બાદ એક થાળી માં બધું ભેગું કરવું. બુરુ ખાંડ મીશ્રણ ઠંડુ થાય પછી ઉમેરવી. અને મીશ્રણ ના નાના બોલ તૈયાર કરવા. મેંદા ના લોટ માં ઘી ઊમેરી લોટ બાંધવો. પતલી પૂરી વણી તૈયાર કરેલ બોલ મુકી કવર કરવુ. ઘી ગરમ કરી તરી લેવા. પછી અડધો કલાક ફીજ મા મુકી દેવા. ફીજ મા થી કાઢયા બાદ તેની ચારે બાજુ ઘી લગાડી બદામ પીસ્તા કતરણ થી ગાનીશ કરવું. તૈયાર છે સુરતી ઘારી.
કચ્છી દાબેલી બનાવવાની રીત | kutchh dabeli recipe in gujarati
- 5 નંગ પાવ
- 1/2 ચમચી હળદર
- 2 ચમચો લાલ મરચું પાઉડર
- 1/4 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 2 ચમચી ધણાજીરૂ
- 4 ચમચી તેલ
- કોથમીર
- તુતિફૂટી
- 4 નંગ બાફેલા બટાકા
- 100 ગ્રામ મસાલા શીંગ
- 4-5 ચમચી દાબેલી નો મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2-3 ચમચી ટોપરા નુ ખમણ
- 1/2 ગ્લાસ પાણી
- 1 વાટકી ખજૂર આમલીની ચટણી
- 1/2વાટકી લસણ ની ચટણી
- 1 વાટકી દાડમ ના દાણા
- એક કડાઈ માં તેલ નો વાગર મૂકવો. રાઈ જીરું થી વગારી તરત દાબેલી નો મસાલો ઉમેરી હલાવો. પછી થોડું પાણી ઉમેરી ઉકાળવું. 2તેમાં બાફેલા અને સ્મેશ કરેલા બટાકા ઉમેરવા. 3બધી મસાલો એડ કરી. મસાલા શીંગ ઉમેરવી 4થોડી વાર ઉકાળવું. 5ગેસ બંધ કરી એક ડીશ માં રેડી માવો પાથરી દેવો. 6તેના પર મસાલા શીંગ, ટોપરાનું ખમણ, તુતિફૂતી, કોથમીર બધું ભાભરવું. પાવ ને વચચેથી કટ કરી પેલા ખજૂર આમલીની ચટણી 2 થી 3 ચમચી લગાવી. પછી 2 ચમચી બટાકા નો માવો નાખવો તેના પર 2 ચમચી લસણ ની ચટણી ઉમેરી ફરી બટાકા નો માવો અને મીઠી ચટણી એડ કરવા
- 8તેના પર મસાલા શીંગ અને તુતીફૂતી થી સજાવું જો ગરમ ખાવી હોય તો 2 ચમચો બટર થી તવી પર 2 બાજુ સેકી લેવી
વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ | વડોદરા નું ફેમસ સેવ ઉસળ | vadodara famous recipe in gujarati
- ૧ કપ સફેદ વટાણા
- ૧ ચમચો તેલ
- ૧ કપ ડુંગળી ની પેસ્ટ
- ૧ ચમચી લાલ મરચું પાઉડર
- ૧/૨ ચમચી ધાણાજીરું પાઉડર
- ૨ ચમચી ટામેટા ની પેસ્ટ
- ૧ ચમચી મીઠું
- ૧/૨ ચમચી લીંબુ નો રસ
- સેવ
- 3 ચમચા આદુ લસણ ની પેસ્ટ
- 2 ચમચી સેવ ઉસળ નો ગરમ મસાલો
- ૧/૨ ચમચી હળદર પાઉડર
- ૧ ચમચી લીલી ડુંગળી સુધારેલી
- ૧ પેકેટ પાઉં
- લીલી ડુંગળી
- ૨ ચમચા આદુ લસણ ની પેસ્ટ
- ૧/૨ ચમચી હળદર પાઉડર
સૌપ્રથમ એક તપેલીમાં ૧ કપ સફેદ વટાણા લઈ લો. વટાણાને વ્યવસ્થિત ધોઈ લો અને તેમાં પાણી નાખી સાતથી આઠ કલાક પલાળવા માટે મૂકી દો. સાતથી આઠ કલાક પછી વટાણા પલળી જાય એટલે એક કૂકરમાં વટાણા લઈ તેમાં સ્વાદમુજબ મીઠું ઉમેરી પાંચથી છ સીટી થાય ત્યાં સુધી બાફો પછી ઉસળ બનાવવાની તૈયારી કરવી.સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. ડુંગળીની પેસ્ટ થોડી ચડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. હવે તેમાં સેવ ઉસળ નો ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરુ પાઉડર અને મીઠું નાખી વ્યવસ્થિત શેકો. પછી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી હલાવો. લીલી ડુંગળીથી સ્વાદમાં વધારો થાય છે જો લીલી ડુંગળી ના હોય તો ન વાપરો.
પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી વ્યવસ્થિત તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો. ટામેટાની પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં જરૂર મુજબ ૧/૨-૧ ગ્લાસ પાણી ઉમેરી એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરો. ઉસળ તૈયાર છે હવે આપણે તરી ની તૈયારી કરશું. તરી બનાવવાની રીત:- તરી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે શેકો. પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખી શેકો. પછી તેમાં લાલ મરચું પાઉડર અને દીકુ લાલ મરચું પાઉડર હળદર પાઉડર સેવ ઉસળ ગરમ મસાલો, મીઠું અને ૧-૨ ચમચી પાણી નાખી મિક્સ કરો, પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખીતેને ઢાંકી ને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. હવે તરી તૈયાર છે. હવે એક પ્લેટમાં ઉસળ લો તેમાં તરી, સેવ, લીલી ડુંગળી નાખી અને પાઉં સાથે સર્વ કરો.