ખાવાની ખુબ મજા આવી જાય એવી રેસીપી । દિવાળી સ્પેશીયલ રેસિપી । diwali recipe | sweet recipe

0
374

માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટે જરૂરી સામગ્રી:

  1. 2 કપ મેંદો
  2. 1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર
  3. 1/2 કપ રવો
  4. 1/2 કપ ખાંડ નો પાઉડર
  5. 200 ગ્રામ મોળો માવો
  6. 1/4 કપ બદામ
  7. 1/4 કપ કાજુ
  8. 1/4 કપ પીસતા
  9. 3 ટેબલ સ્પૂન ઘી
  10. ચપટી મીઠું
  11. તેલ

માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટેની રીત:  કથરોટ મા મેંદો ચારી લેવો તેમા ઘી નું મોણ નાખી ને મીકસ કરવું થોડુ થોડુ પાણી નાખી ને લોટ બાંધવો, કથણ લોટ બાંધવો, 10 મીનીટ માટે રેસ્ટ કરવા મૂકો, એક પેન માં કાજુ, બદામ, પીસતા, શેકી લેવા, એક બાઉલમાં કાઠી લેવા,તે પેન મા ઘી નાખી તેમા માવો શેકી લેવો ઘી સુતુ પડે પછી ગેસ બંધ કરી દેવો, એક પ્લેટ માં કાઢી લેવો, પાસુ ઘી ગરમ કરવુ તેમા રવો શેકી લેવો, બઘી વસ્તુ થરી જાય પછી કાજુ, બદામ, પીસતા નો અઘકચરો ભુકો કરવો, રવો, અઘકચરો ડ્રાયફુટ નો ભૂકો, ખાંડ નો ભુકો એલચીપાવડર, માવો આ બઘુ મીકસ કરી લેવું, પછી મેંદા નો લોટ બાયઘો હતો તેના ના ના લુવા કરવા પૂરી ની જેમ વણી લેવા વચ્ચે સ્ટફીગ નાખી કીનારી એ પાણી લગાવી ઘુઘરા વારી લેવા તેલ ગરમ થઈ જાય પછી ગેસ ઘીમો કરી દેવો તેમા ઘુઘરા તલી લેવા ઘુઘરા તળાતા 8 થી9 મીનીટ લાગસ છે, બઘા તળાઈ જાય પછી એક પ્લેટ કાઠી પીસતા થી ગાનીસીગ કરવુ,

ઠંડાઈ બનાવવા માટે જરૂરી સામગ્રી:

  1. 1 લિટર દૂધ
  2. 2 ચમચી દળેલી સાકર
  3. ઠંડાઈ મસાલો બનાવવા માટે
  4. 8-10 નંગ એલચી
  5. 1 ચમચી આખા મરી
  6. 2-3 ફૂલ જાવંત્રી
  7. 15 નંગ બદામ
  8. 1/2 કપ કાજુ (ટુકડા)
  9. 1/2 કપ પિસ્તા
  10. 1/4 કપ વરિયાળી
  11. 1 ચમચી ખસખસ
  12. 2 ચમચી મગજતરી બી
  13. 1/4 ચમચી કેસર તાંતણા
  14. 1 કપ આખી સાકર
  15. ગુલાબ ફ્લેવર ઠંડાઈ બનાવવા માટે
  16. 1 ગ્લાસ ઠંડાઈ મસાલા વાળુ દૂધ
  17. 2 ચમચી રોઝ સીરપ
  18. 1/4 ચમચી રોઝ વૉટર
  19. 1/2 ચમચી ગુલકંદ
  20. ગાર્નિશ કરવા રોઝ પેટલ
  21. કેસર ફ્લેવર ઠંડાઈ બનાવવા માટે
  22. 1 ગ્લાસ ઠંડાઈ મસાલા વાળુ દૂધ
  23. 2 ચમચી કેસર કઢેલા સીરપ
  24. 5-6 તાંતણા દૂધમાં પલાળેલી કેસર
  25. પાન ફ્લેવર ઠંડાઈ બનાવવા માટે
  26. 1 ગ્લાસ ઠંડાઈ મસાલા વાળુ દૂધ
  27. 2 નંગ નાગરવેલ ના પાન
  28. 1 ચમચી ગુલકંદ
  29. 1 ચમચી વરિયાળી પલાળેલી
  30. 1/2 ચમચી પિસ્તા ની કતરણ
  31. 1 ચમચી પાન ની પેસ્ટ
  32. ગાર્નિશ કરવા પિસ્તા ની કતરણ

ઠંડાઈ બનાવવા માત્નેઈ  રીત:  સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી લેવું.તેમાં દળેલી સાકર ઉમેરી દેવી અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દેવું. સાઈડ માં મસાલો તૈયાર કરી લેવો. ઠંડાઈ બનાવવા ના બધા ઘટકો લઇ સાકર અને જાવિંત્રી,સિવાય બધા ને પાણી મા પાંચ કલાક પલાળી દેવું. મિક્સર જારમાં પહેલા સાકર દળી પછી તેમાંજ બધા પલાળેલા મસાલા ઉમેરી દેવા.વરિયાળી 1 ચમચી રાખી દેવી.બાકી બધા ની પેસ્ટ બનાવી લેવી. આ તૈયાર થયેલી ઠંડાઈ મસાલા ની પેસ્ટ માંથી 3 મોટી ચમચી પેસ્ટ ગરમ દૂધ માં ઉમેરી મિક્સ કરતુ જવું. લમ્સ ન પડે એનું ધ્યાન રાખવું.એક ઉભરો આવે એટલે ઉતારી ને ઠંડુ થવા રાખવું.સરસ ઘટ્ટ પણ થશે અને કલર પણ મસ્ત લાગશે.ફ્રીઝ માં ઠંડુ થવા દેવું. ઠંડાઈ દૂધ તૈયાર છે.એમ જ પણ ઉપયોગ માં લઇ શકો છો. હવે આ દૂધ ને ત્રણ બાઉલ માં કાઢી લો. એક બાઉલ માં ગુલાબ સ્વાદ ઠંડાઈ માટે દૂધ માં ઉપર જણાવેલા ઘટકો મિક્સ કરી હેન્ડ મિક્સી થી ગ્રાઇન્ડ કરી લેવું.તેને ગ્લાસ માં લઇ ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરવું. કેસર ઠંડાઈ માટે બીજા બાઉલ માં બધું ઉમેરી હેન્ડ મિક્ષી થી ગ્રાઇન્ડ કરી ગ્લાસ માં કાઢી ઉપર કેસર તાંતણા થી ગાર્નિશ કરવું ત્રીજા બાઉલ માં પાન ઠંડાઈ બનાવવા માટે પાન કટ કરી ને,વરિયાળી,પિસ્તા અને ગુલકંદ અને પાન ની પેસ્ટ ને ઉમેરી ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરી દૂધ માં ઉમેરી ફરી ગ્રાઇન્ડ કરવું. પછી ગ્લાસ માં લઇ પિસ્તા થી ગાર્નિશ કરવું. તો તૈયાર છે ઠંડા ઠંડા કૂલ ફૂલ અસોર્ટેડ ઠંડાઈ.આ ત્રણેય ફ્લેવર્સ ખૂબ જ સરસ લાગે છે. તો મનગમતી સ્ટાઈલ માં સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here