કોઈ પણ વાનગીમાં દહીં ઉમેરતી વખતે આટલું ખાસ ધ્યાન રાખવું જે પણ વાનગીમાં દહીં ઉમેરવાનું હોય તો તે વાનગી બરાબર ઉકળી ગયા પછી જ તેમાં દહીં નાખવું જોઈએ. જો તમે ફે દહીં નાખશો તો દહીં ફાટી જવાની શક્યતા રહે છે. માટે કોઇપણ વાનગી બરાબર ઉકળી જાય પછી જ તેમાં દહીં ઉમેરવું
કોઈ પણ કઠોળને ફગાવતી વખતે અને તેમાં સરસ કઠોળ અંકુરિત થાય એ માટે ખાસ ટીપ્સ મગ,મઠ, ચણા વગેરેને પાણીમાં પલાળીને ફણગાવવા માટે એક મલમલ જેવા પાતળા કપડામાં બાંધીને ફ્રિઝમાં રાખી દેવાથી તેમાં અંકૂર ફૂટી જશે. આ રીતે કઠોળ ફણગાવવાથી તેમાં પાણીની ગંધ આવતી નથી.
રાયતું બનાવતી વખતે તેમાં મીઠું પહેલાથી નાખવું નહીં. પીરસતી વખતે જ નાખવું જેથી રાયતું ખાટું ન થઇ જાય.
જો તમે પનીર ની શક બનાવો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો પનીરને કોઇ પણ શાકમાં ઉમેરતા પહેલા તેને પાણીમાં બાફી લેવું જોઈએ ત્યારબાદ પાણી ગાળીને પછી શાકમાં નાખવું આમ કરવાથી પનીર એકદમ મુલાયમ થશે.
અલુ પરોઠાને સ્વાદિષ્ટ બનાવવા માટે ખાસ ટીપ્સ પરાઠાના માવામાં ચપટી કસૂરી મેથી મસળીને ઉમેરવાથી સ્વાદ વધે છે. અને ખુબ જ ત્તેસ્તી બને છે
- home tips and tricks
- resipi
- અઠવાડિયાનું મેનુ
- અથાણા
- આઈસ્ક્રીમ
- ઔસધ
- કઢી રેસીપી
- કિચન ટીપ્સ
- ગુજરાતી રેસીપી
- ચટણી રેસીપી
- ચટપટી વાનગી
- ચોકલેટ
- નાસ્તા રેસીપી
- પંજાબી રેસીપી
- ફરસાણ
- ફરાળ
- મસાલા
- યોગાસન
- રસોઈ ટીપ્સ
- રીપોર્ટ
- રેસીપી
- લસ્સી
- વિટામીન
- શાક રેસીપી
- સૌંદર્ય ટીપ્સ
- સ્વીટ
- હેલ્થ ટીપ્સ
ભીંડા સમારતી વખતે ચાકુ ચિકાસ વાળું થઇ જાય છે આટલું કરો ભીંડા સમારતી વખતે ચાકુ પર લીંબુનો રસ લગાડવો જેથી ભીંડાની ચીકાશ ચાકુ પર નહીં લાગે.
શાકની કે કરીની ગ્રેવીનો મસાલો સાંતળતી વખતે પહેલા કાંદા, લસણ, આદુ, ટામેટા, પછી મસાલા આ જ રીતે સાંતળવું જેથી દરેકનો સાંતળવાનો સમય જળવાઇ રહે.
વટાણા બાફ્યા પછી કલર જાળવી રાખવા માટે આટલું કરો વટાણા બાફતી વખતે તેમાં ચપટી સાકર ભેળવવાથી વટાણા લીલાછમ રહે છે.
ઘઉની પૂરી ક્રીશ્પી બનાવવા માટે ના લોટમાં ૨-૩ ચમચી રવો ભેળવવાથી પુરી ક્રિસ્પી બને છે.
ચાની સોડમ વધારવા માટે ઉકળતા પાણીમા ંસંતરાની સુકી છાલ, એલચીની છાલ, તુલસીના પાન અને થોડુ ંઆદુ ભેળવવું.
બટાકાને બાફતા પહેલા તેમાં થોડું મીઠું ભેળળી દેવાથી બટાકા ફાટી નહીં જાય અને છાલ સરળતાથી ઊતરે છે.
બટાકાના છૂંદામાં થોડો સૂરણ,કંદનો છૂંદો તથા આરારોટ ભેળવી જોઇતો મસાલો કરી પેટીસની માફક તવા પર બેને બાજુ શેકી ઉતારી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.
પપૈયાનો ગર ચહેરા પર નિયમિત લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.
ફાટી ગયેલ હોઠને મુલાયમ બનાવવા માટે ખાસ ટીપ્સ : તમારા હોઠ ફાટી જતા હોય અને હોઠ મુલાયમ બનાવવા માટે હોઠ પર દરરોજ મોઇશ્ચરાઇઝર બામ અથવા મલાઇ લગાડવાથી હોઠ મુલાયમ બને છે.
પુસ્તકોમાં જીવાત ન પડે માટે તેની સાથે મેન્થોલની ગોળીઓ અથવા તો તમાકુના પાંદડા મુકવા.
સાંભર સાંભર બનાવવા માટે લી સાથે સંભાર બનાવતી વખતે કોળાના ટુકડા તથા સરગવાની શીંગના ટુકડા બાફી વઘારી દાળ નાખી જોઇતો મસાલો નાખવાથી સંભાર સ્વાદિષ્ટ લાગે છે.
રવાના ઢોકળા પોચા અને જાળીદાર બનાવવા માટે રવાના ઢોકળા બનાવતી વખતે આથામાં ગરમ તેલ તથા સોડા નાખી ઉતારવાથી ઢોકળાં પોચા બનશે.
રસોડાની ગેંડી જામ થાય હોય તો કરો આ ઉપાય સિન્કના પાઇપમાં કચરો જમા થઇ ગયેલા કચરાને દૂર કરી પાઇપને સાફ કરવા રાતના એક કપ વિનેગાર નાખી દો અને સવારે બે-ત્રણ કપ ગરમ-ગરમ પાણી રેડી દો.
રબર બેન્રડ એકબીજા પર ચોન્બત્રસે નહિ આટલું કરોબેન્ડ એકબીજા સાથે ચોંટી ન જાય માટે તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો.
આ પણ વાંચો:
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ