રોટલી મુલાયમ અને એકદમ ફૂલેલી બનાવવા માટેની ટીપ્સ નોંધી લો લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે. તેમજ પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે તેમા 1 : 5 ના પ્રમાણમાં સોયાબીનના દાણા ઉમેરો .
લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસ સુધી તાજા રાખવા માટે તેની દાંડીને તોડીને એરટાઈટ ડબ્બામાં ભરીને મુકવા. ખાંડના ડબ્બામાં 6-7 લવિંગ નાખવાથી ખાંડમાં કીડીઓ નહી લાગતી .
કાપેલા સફરજનમાં લીંબૂની થોડા ટીંપા નાખવાથી સફરજનના ઉપરનો ભાગ કાળો નહી થાય .
બધા વાસણ રાત્રે જ સાફ કરી લો આ ભારતીય શાસ્ત્ર પ્રમાણે ખુબ લાભદાયક છે . અને તમારા આરોગ્ય માટે પણ એક યોગ્ય ટેવ છે અને એનો સૌથી મોટો ફાયદો આ પણ છે કે સવારે – સવારે ઉઠીને વાસણ ધોવાનું ટેન્શન તમને નહી રહેશે .
દાળ – ચોખામાં ઉભરો ન આવે તે માટે ઘી કે તેલ નાખવું .
મેથીની શાકની કડવાશ હટાવવા માટે તેને કાપો . મીઠુ નાખીને થોડીવાર માટે જુદી રાખી મુકો અને દબાવીને તેનુ વધારાનું પાણી કાઢી નાખો , આમ કરવાથી કડવાશ દૂર થઇ જશે .
ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય , તો સૌ પ્રથમ એનો રસ કરીને એને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝમાં મૂકી દો . જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગમાં ભરી ફ્રીઝમાં રાખી મૂકો . ગ્રેવી , સોસ અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ કરો .
બટાકા અને ડુંગળીને એક જ ટોપલીમાં એક સાથે ન રાખો . આવુ કરવાથી બટાકા જલ્દી ખરાબ થઈ જાય છે .
એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી એને કેક ના મિક્ષર માં ગરમ કરેલી ખાંડને મિક્સ કરી નાખો . એનાથી કેક નો રંગ સારો થઈ જશે .
એકદમ દહીંની જરૂરિયાત ઊભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેળવણ નાખી એમાં એક લાલ મરચું મૂકી દો . દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે .
નુડલ્સને બોઈલ કર્યા બાદ તેના પર ઠંડુ પાણી રેડવાથી નુડલ્સ એકબીજા સાથે ચોટશે નહિ .
દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો . ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે .
દૂધને જે વાસણમાં ગર્મ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો . જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે .
ઘરે બનાવેલ માખણમાંથી ઘી બનાવ્યા પછી પાછળ વધેલા મિશ્રણને ફેંકી ન દેતાં એને ઠંડા પાણીમાં થોડીક વાર રહેવા દઈ પાંચથી છ કલાક ફ્રીઝમાં મૂકી રાખો . પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે . જે તમે અલગ તારવી શકો છો . પૂરી , પરોઠાં કે અન્ય લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકો છો .
ફર્શને ચમકાવવા માટે 1 કપ સિરકામાં ગરમ પાણી નાખી ફર્શને સાફ કરવાથી એ ચમકવા લાગે છે .
જો રસોડામાં કોઈ ચીકણો પદાર્થ પડે તો તેના પર બ્લીચ નાખી બ્રશથી સાફ કરી લેવું