કાળા થઈ ગયેલ ગેસના બર્નરને ચકચકિત કરવા માટે : ચીકણા અને કાળા પડી ગયેલ ગેસના બર્નરને સાફ કરવા માટે આ ટીપ્સ ફોલ્લો કરજો અને તમારી દરેલ મહિલા મિત્રો સાથે શેર કરજો રસોડાની સાથે સાથે ગેસની સફાઈ કરવી પણ જરૂરી છે વધારે પડતા ગેસના ઉપયોગથી ગેસના બર્નર ચીકણા અને કાળા પડી જાય છે અડધી વાટકી વિનેગર લેવું તેમાં 1 કપ પાણી મિક્સ કરો. હવે તેમાં આખી રાત માટે ગેસના બર્નરને ડૂબાડી રાખવાથી સવારે વાસણના બ્રશથી આ બર્નરને સાફ કરી લો. હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લો અને ત્યારબાદ કપડાંથી લૂસીને સૂકાવવા દો. ગેસના બર્નર એકદમ નવા ચકચકિત થઈ જશે . વિનેગર માર્કેટમાં આસાનીથી મળી રહેશે અને સાવ સસ્તામાં તમે ઘરે ગેસ બર્નર સાફ કરી શકશો
કાળી થઈ ગયેલ ચાની ગરણી ને સાફ કરવા માટે : ચાની ગરણીને સાફ કરવા માટે જો ગરણી સ્ટિલ કે એલ્યૂમિનિયમની હોય તો ગરણીને ગેસ ચાલું કરીને 30 સેકન્ડ ગરમ કરો આમ બંને બાજી ગેસમાં ગરમ કરો આમ ગરમ થવાથી ગરણીમાં જામેલ ચીક્સ ઓગળશે એટલે તરત પાણીમાં પલાળીને સાબુથી સાફ કરવાથી બધી જ ચિકાશ નીકળી જશે જો ચા ગાળવાની ગરણી પ્લાસ્ટિકની હોય તો તેના માટે તમારે એક તપેલીમાં ગરમ પાણી કરીને તેમાં 1 ચમચી બેકિંગ સોડા, કપડા ઘોવાનો પાવડર અને એક લીબું નાખીને ગરણીને અંદર પલાળી દેવી ત્યાર બાદ વાયરના કૂચા વડે સાફ કરી લેવી, આમ કરવાથી પ્લાસ્ટિકની ગરણી સાફ થઈ જશે. આજ રીતે તમે પાણી ગાળવાની મોટી ગરણી પણ સાફ કરી શકો છો, આ સાથે જ પ્લાસ્ટિકની ગરણીને સાદા ગરમ પાણઈમાં પલાળીને લિક્વિડ વડે સાફ કરી શકો છો જેનાથી ચીકાશ દૂર થાય છે.
ચાની કીટલીમાં વધારે સમયના ઉપયોગ ન કરવાથી તેમાં કચરો થઈ જાય છે આ કચરો સાફ કરવા માટે કીટલીમાં ગરમ પાણી ભરીને રાખી મુકો એટલે જામેલ કચરો ઉખડી જશે અથવા ગેસની ફ્લેમ પર ગરમ કરવાથી પણ અંદરનો કચરો સાફ થઈ જશે
તાપેલાનું તળિયું કાળું થઈ ગયું છે સાફ કરવા માટેની ટીપ્સ બળેલા વાસણ ઘસવા વગર સાફ કરવા માટે એ પણ ઓછી મહેનત થઈ બળેલ તળિયું સાફ કરવા માટે એક ચમચી મીઠું અને બે ચમચી સરકો લો. ત્યારબાદ આમાં ડિશવોશ સોપ મિક્સ કરો. હવે આ પેસ્ટને વાસણ પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો. આમ કરવાથી વાસણ ચમકી ઉઠશે તેમજ
ઘી ગરમ કરીને તપેલીમાં તળિયે બેસી ગયું હોય અને સાફ નથી થતું : મહિલાને ઘી ગરમ કરીને તપેલું સાફ કરવું ખુબ મુશ્કેલ બની જાય છે ઘી ગરમ કરી એટલે ઘી તપેલીમાં નીચે જામી જાય છે આ સાફ કરવા માટે એક સાંજથી સવાર ગરમ નાખીને પલાળી રાખો ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરો અને બળી ગયેલા વાસણને 2-3 કલાક તેમાં પલાળી રાખો. હવે વિનેગર અને બેકિંગ સોડાની પેસ્ટ તૈયાર કરો અને તેને વાસણની સપાટી પર સારી રીતે લગાવો અને તેને સ્ક્રબ વડે ઘસીને સાફ કરો.
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- કિચન કિંગ બનવા માટે દરેક મહિલાઓ માટેની સ્માર્ટ કિચન ટિપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ