જોઇને મોઢામાં પાણી આવી જાય એવા રસગુલ્લા બનાવવાની રેસીપી અચૂક વાંચજો

0
293

આજે દૂધ માંથી બનાવી શકાય એવી મીઠાઈ ની વાત કરીએ તો આજે રસગુલ્લા ઘરે કેમ બનાવાય તેની રીત જોઈએ .. રસગુલ્લા માટે પહેલા સારું પનીર જોઈએ. એકદમ નરમ પનીર બનાવીએ .

સામગ્રી :૧ લીટર ગાય નું દૂધ, ૨ ચમચી દળેલી ખાંડ, ૨૫૦ ગ્રામ ખાંડ, ૨ નંગ લીંબુ નોરસ, પહેલા પનીર બનાવીએ :

એક પહોળા વાસણમાં દૂધ ઉકળવા મુકીએ .એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરો .બે મીનીટ પછી વરાળ નીકળી જાય એટલે લીંબુનો રસ ધીમે ધીમે નાંખો.ધીમે ધીમે નાંખવાથી પનીર છુટ્ટું પડે એટલે લીંબુ નોરસ નાંખવાનું બંધ કરી શકાય .વધુ લીંબુનો રસ પડી જાય તો પનીર કઠણ થઇ જાય .પનીર છુટું પડે એટલે એક કપડું રાખી પનીરને નીતારી લ્યો.હવે આ પનીરને ઠંડા પાણી થી બે ,ત્રણ વાર ધોઈ નાંખો.ધોવા માટે પહોળા વાસણમાં પાણી લઇ કપડું એમાં મુકીને ધોવાનું .પાંચ મીનીટ માટે પનીરને હથેળીથી મસળો .તેમાં એક ચમચી દળેલી ખાંડ મિલાવો.
એક મોટા તપેલામાં અથવા કુકરમાં ખાંડ નાંખી પાંચ કપ પાણી નાંખી ગરમ કરવા મુકો.ધ્યાન રાખોકે ચાસણી જરા પણ કડક ન થાય .પનીર માંથી નાના ગોળા વાળો.ઉકળતી ચાસણી માં હળવા હાથે પનીર ના ગોળા નાંખો.આઠ મીનીટ ઉકળવા દો.ત્યારબાદ ગેસ બંધ કરો .થોડીવાર પછી તેને ઠંડા થવા માટે ફ્રીઝમાં મુકો.એકદમ ઠંડા પીરસો .વાહ વાહ!!!!!!!!!!! બંગાળી મીઠાઈ ઘરે બનાવીને બધાને કરી દીધા ખુશ ખુશ …………..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here