ટોપરા પાક બનાવવા માટે જરૂરી સામગ્રી: 150 ગ્રામ ખાંડ એટલે, 200 ગ્રામ સુકા ટોપરાનું છીણ, 200 ગ્રામ મોળો માવો, 50 ml પાણી, 1/4 ચમચી ઇલાયચી પાઉડર, 1 ચમચી ઘી, ચાંદી નો વરખ, થોડું કેસર, થોડો પીળો ફૂડ કલર,
કોપરા પાક બનાવવા માટેની રીત : સૌ પ્રથમ એક કઢાઈમાં ખાંડ અને પાણી લઈ ગરમ કરવા મૂકો એને મીડીયમ ગેસની આંચ પર ઉકાળો, હવે ખાંડ ઓગળી જાય એટલે તેમાં કેસર, ઈલાયચી પાવડર અને ફૂડ કલર(જો પસંદ હોય તો ) ઉમેરી મિક્સ કરી લેવું. હેવ આપણે આમાં એક તારની ચાસણી બનાવવાની છે આથી ૫-૬ મિનિટ પછી ચાસણીને તપાસવા માટે એક ટીપું ડીશમાં લઈ લો ઠંડુ થાય એટલે આંગળીથી લઈ ચેક કરો એક તાર બને અને તાર તૂટે નહી તો સમજવું એક તારની ચાસની બની ગઈ છે એટલે ગેસ ધીમો કરી દેવો, હવે એમાં ટોપરાનું છીણ ઉમેરવું અને સરસ રીતે મિક્સ કરી લેવું. ત્યાર બાદ આ મિશ્રણમાં માવો છીણીને ઉમેરો અને માવો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લેવું. આ મિશ્રણ બરાબર બન્યું છે કે નહીં એ તપાસ કરવા માટે એક નાની ગોળી બનાવીને ચેક કરી શકો છો હવે ગેસ બંધ કરી દો. ટોપરાપાક પાથરવા માટે થાળીમાં ઘી લગાવી ઉપર મિશ્રણ પાથરો ટોપરાપાક બરાબર લેવલમાં કરી લેવો પછી તેને ઠંડું થવા દેવું અને ટોપરા પાક નું મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તમે તમારી પસંદગી પ્રમાણે તેમાં ચેક્સ પાડવા અને જો ચાંદીનો વરખ લગાવવો હોય તો એના ઉપર ચાંદીનો વરખ આ રીતે લગાવી દેવો, 9) હવે એને નાના-મોટા જેવા પીસીસ કરવા હોય એ પ્રમાણે એને કટ કરી લો, 10) ટોપરાપાક બનીને તૈયાર છે આને બહાર ૨ દિવસ સુધી અને જો ફ્રીજમાં રાખો તો ૧૫ – ૨૦ દિવસ સારો રહે છે,
કાજુ કતરી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૩૦૦ ગ્રામ કાજુ, ૧૫૦ ગ્રામ ખાંડ, ૨ ચમચી મિલ્ક પાઉડર, ૧ ચમચી ઈલાયચી પાઉડર, ચાંદીની વરખ, ૧ ચમચી ઘી
કાજુ ને કલાક પહેલા ફ્રીઝરમાં મૂકી દેવાના ત્યારબાદ તેને મિક્સરમાં બારીક ભૂકો કરી લેવો પછી તેને ચાળણીની મદદથી ચાળી લેવા ત્યારબાદ એક નોનસ્ટીક પેન ગેસ પર ગરમ કરી તેમાં ખાંડ નાખી તેમાં અડધો વાટકો પાણી લઈ ખાંડની એક તારની ચાસણી બનાવવી થોડીવાર માટે ગેસને બંધ કરી દેવાનો હવે કાજુના પાવડરમાં મિલ્ક પાઉડર ઉમેરી દેવાનો અને તેને ચાસણીમાં નાંખી બરાબર મિક્સ કરી દેવાનો બરોબર મિક્સ થઇ જાય એટલે ગેસ ચાલુ કરી દેવાનો અને મિશ્રણને બરોબર હલાવી લેવાનું પેન માંથી છુટું પડે અને લચકા જેવું થાય એટલે તેમાં એક ચમચી ઘી નાખી દેવાનું ગેસ પરથી નીચે ઉતારી તેને ઠંડું થવા મૂકવાનું મિશ્રણ બરાબર ઠંડું થઈ જાય એટલે તેને હાથેથી મસડીદેવાનુઅને સોફ્ટ કરી દેવાનું આ મિશ્રણને સિલ્વર ફોઈલ અથવા પ્લાસ્ટિક સીટસ પર ઘી લગાડી હાથેથી થોડું કરી અને વેલણથી તેને પાતળું વણી લેવાનુ બરોબર વળી જાય એટલે તેની પર ચાંદી ની વરખ લગાડી તેના કાપા પાડી લેવાના એકદમ ઠરી જાય એટલે ડબ્બામાં ભરી લેવાના
ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી : 250 ગ્રામ માવો, 25 ગ્રામ તપકીર, જરૂર પ્રમાણે દૂધ, 1 ચમચી ઘી, ૭૫૦ ગ્રામ ખાંડ, ૮૦૦ મિલી પાણી, સાતથી આઠ કેસરના તાંતણા, તળવા માટે તેલ, 1 ચમચી ઈલાયચી પાઉડર, 1 ચમચી બદામ પિસ્તાની કતરણ
ગુલાબ જાંબુ બનાવવાની રીત: પહેલા એક તપેલીમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરી ગરમ કરો. પછી તેને હલાવતા રહો.ખાંડ ઓગળી જાય પછી તેમાં કેસરના તાંતણા અને ઈલાયચી પાઉડર ઉમેરો.પાંચ મિનિટ સુધી ઉકળવા દો.પછી ગેસ બંધ કરી દો. એક બાઉલમાં માવો લો. માવામાં ગાંઠા ન રહે તે રીતે બરાબર મેશ કરી લો. પછી તેમાં તપકીર અને ઘી ઉમેરી બરાબર મિક્ષ કરી લો.પછી તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરતા જાવ અને તેના સોફ્ટ બોલ્સ બનાવી લો. એક કઢાઈમાંં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં બોલ્સને ધીમા તાપે ફ્રાય કરો. બ્રાઉન કલરના થાય એટલે એક ડિશમાં કાઢી લો. હવે બધા બોલ્સને બનાવેલી ગરમ ચાસણીમાં ડુબાડી દો. ચાસણી ગુલાબજાંબુમાં ભળી જાય પછી તેને ઠંડા થવા દો. ફ્રીઝમાં મૂકી દો. ગુલાબ જાંબુ ગરમ અને ઠંડા બંને રીતે પીરસવામાં આવે છે. હવે તૈયાર છે ગુલાબ જાંબુ. તેને સર્વિંગ બાઉલમાં લઈ બદામ પિસ્તાની કતરણથી સર્વ કરો.
ઘરે સરસ બજારમાં મળતી ચોકલેટ જેવી ચોકલેટ બનાવવા માટે: ૧૨૫ ગ્રામ – સ્વીટ ચોકલેટ, ૧/૪ નાની ચમચી – ઘી, ૬૦ ગ્રામ – ડાર્ક ચોકલેટ, ૧/૨ નાની ચમચી – વેનીલા એસેન્સ,
ચોકલેટ બનાવવાની રીત: સૌ પ્રથમ એક બાઉલમાં ચોકલેટને સમારી લેવી, હવે એક મોટા ટીનના વાસણમાં પાણી ગરમ કરવા મુકો અને તે પાણી ઉપર ચોકલેટ સમારેલ બાઉલ મુકો અને ચોકલેટને હલાવો , થોડી વાર પછી ચોકલેટ ઓગળવા લાગશે. બરાબર મિક્ષ કરી લો ચોકલેટ સરસ એકરસ થઈ જવી જોઈએ. તેમાં વેનીલા એસેન્સ અને ઘી ઉમેરી મિક્ષ કરી લો. ચોકલેટના મોલ્ડમાં ભરી દો ,મોલ્ડ ફરતે વધારાની જે ચોકલેટ લાગેલી હોય એ ટીસ્યુ પેપરથી કે કપડાથી સાફ કરી લો. મોલ્ડ ટ્રે ન હોય તો બરફની ટ્રેમાં પણ મૂકી શકો છો. હવે એને ફ્રીજરમાં અડધો કલાક કે ફ્રીજમાં ૧ કલાક સેટ થવા મુકો. હવે ટ્રેમાંથી ચોકલેટ બહાર કાઢી લો આસાનીથી ચોકલેટ બહાર નીકળી જશે
આ પણ જુઓ:
- હેરડાઈ ના ડાઘ કપડા પરથી દુર કરવા માટે | ટોઇલેટમાં થયેલા પીળા ડા ધને દુર કરવા માટે | વારંવાર કુકર ઉભરાઈ છે તો શું કરવું | kitchen hacks
- તમે ક્યારેય ન સાંભળી હોય તેવી કિચન ટિપ્સ અને રસોઈ ટીપ્સ
- દાહોદની કચોરી અને રતલામી સેવ બનાવવાની રીત | recipe in gujarati
- તળિયે બેસી ગયેલા ભાતની વાસ દૂર કરવા | કોથમીર ને તાજી રાખવા | ઇડલીના ખીરાની ખટાશ દૂર કરવા | રાયના દાણામાં ભેળસેળ છે કે નહીં |લાદી માં થયેલા સીમેન્ટના ડાઘ દૂર કરવા કિચન ટીપ્સ | kitchen hacks and tips
- અલગ અલગ ચટાકેદાર અને ટેસ્ટી ચટણીની રેસીપી | chatni recipe | spicy chutney | chutney recipe