ચોમાસુ આવતા જ બીમારીઓનું જોખમ ઉભુ થાય છે એવામાં આપણે ઘણીવાર ત્યાં સુધી કંઈ નથી કરતા જ્યાં સુધી બીમારીની ચપેટમાં આવી ના જઈએ.
આપણુ પોતાના સ્વાસ્થ્યને લઈને વલણ ઘણુ ખરાબ છે ખરેખર એવી ઘણી સરળ વાતો છે જેને ધ્યાનમાં રાખીને ચોમાસામાં બીમારીઓથી કોસો દૂર રહી શકાય છે. તો ચાલે જાણીએ.
ઘરને સ્વચ્છ રાખોઆપ વધારે સમય જ્યાં પસાર કરો છો જો તે જગ્યા સ્વચ્છ ના હોય તો આપ જરૂર બીમાર થઈ જશો. આપે બસ એટલુ જ કરવાનું હોય છે કે આપના ઘરને સારી રીતે સ્વચ્છ રાખવાનું છે અને આ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે ઘરમાં ક્યાંય પણ પાણી જમા થાય નહીં. નહીંતર તેમાં પેદા થનાર મચ્છર અને કીટાણુ ઘણી બીમારીઓ લઈને આવશે.
હાઈડ્રેડ રહો અને સ્વચ્છ પાણી પીઓચોમાસાની મોસમ છે એનો અર્થ એ નથી કે આપના શરીરને પાણીની જરૂર જ નથી. 7થી 8 ગ્લાસ પાણી દરરોજ પીઓ, સાથે જ એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે આ પાણી પ્યોરિફાઈડ હોય.આપની સાથે એક હેન્ડ સેનિટાઈઝર રાખોઆ મોસમમાં આપને હાથોની સાફ-સફાઈનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. તેથી હંમેશા પોતાની પાસે એક સેનિટાઈઝર રાખો.
સૂપ પીવોઆ મોસમમાં સૂપ પીવો ખૂબ જ ફાયકારક સાબિત થાય છે વરસાદમાં ભીંજાયા બાદ તાત્કાલિક સ્નાન કરો8 જો આપ વરસાદના પાણીમાં ભીંજાઈ ગયા તો તાત્કાલિક નાહી લો. આવુ કરવાથી આપ કીટાણુઓની ચપેટમાં આવવાથી બચી જશો. જો આપ પલળી ગયા તો બાદમાં ACમાં રહેવાનુ ટાળો.