પીઝા બનાવવા ઘરે પીઝા ટોપિંગ સોસ બનાવવાની સરળ રીત

પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. અને દરેક લોકો પીઝા ખાય છે મોટા ભાગે દરેક લોકો બજારના પીઝા ખાવાનું ખુબ પસંદ કરતા હોય છે પરંતુ તમે ક્યારેય ઘરે પીઝા બનાવવાની કોશિશ કરી છે? ઘરે પીઝા બનાવશો તો એકદમ બજાર જેવા જ બનશે અને તમે બજારનો સ્વાદ ભૂલી જશો અને ઘરના પીઝા ખાવાની પસંદ કરશે બધા લોકો. કેટલીક મહિલાઓ પીઝા તો ઘરે બનાવે છે પંરતુ તેમાં વપરાતા સોસ એટલે કે પીઝા ટોપિંગ બજારમાંથી લાવે છે તો આજે આપણે આ પીઝા ટોપિંગ ઘરે કેવી રીતે બનાવશું તેની રીત શીખીશું. પીઝા બનાવવામાં અલગ – અલગ ટોપીંગ કે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સોસ એ પીઝાના સ્વાદમાં ખૂબ વધારો કરે છે. પીઝાનો સ્વદ્જ આ ટોપિંગ ઉપર આધાર રાખે છે આ સોસ બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે અને તમે જયારે પીઝા બનાવો ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે . પીઝા સોસનો ઉપયોગ ફક્ત પીઝા બનાવવા માટે જ નહીં થતો પરંતુ પીઝા ફ્લેવર્સની કોઈ પણ વાનગી બનાવવામાં કરી શકો છો.

તો હવે આપણે આ સોસ બનાવવાની રીત જાણીશું સૌ પ્રથમ પીઝા સોસ બનાવવા જરૂરી સામગ્રી : 8-10 ટામેટા. ( લાલ અને કડક હોવા જોઈએ ) 2 નંગ મોટી ડુંગળી, 7-8 કળી લસણ, 2 ચમચી ખાંડ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી મિક્સ હર્બસ, સ્વાદાનુસાર મીઠું, 2 ચમચી ઓલિવ ઓઈલ, 1/2 ચમચી ઝીણું સમારેલું લસણ,

પીઝા સોસ બનાવવા માટેની રીત : સૌપ્રથમ ટામેટા સારા પાણીથી ધોઈ લેવા ત્યારબાદ ટામેટાના મોટા મોટા ટુકડા કરી લો . એ જ રીતે ડુંગળીનાં પણ ટુકડા કરી લેવા અને તેમાં લસણની કળી ઉમેરીને કુકરમાં બે સીટી વગાડી લો. મેં અહીં બિલકુલ પાણી ઉમેર્યું નથી તમારે પણ તેમાં પાણી ઉમેરવાનું નથી . ત્યારબાદ મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પેસ્ટ બનાવી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ઉમેરો 2 મિનિટ સુધી સાંતળો પછી બનાવેલી પેસ્ટ ઉમેરો. મિશ્રણ હલાવીને બરાબર મિક્સ કરી લો. હવે બાકીની સામગ્રી ઉમેરી સોસ ગાઢો થાય ત્યાં સુધી થવા દો . ઠંડુ થાય પછી કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી લો .

Leave a Comment